NavBharat
Gujarat

હિંમતનગર કિરણ મોટર્સના ગોડાઉનમાંથી 3 બ્રાન્ડેડ કારની ચોરી કરનાર 4ની ધરપકડ, ચોરીની 4 કાર પણ કબજે કરાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં 15 દિવસ અગાઉ સાબર ડેરી રોડ પર આવેલ કિરણ મોટર્સના ગોડાઉનના મેદાનમાં મુકેલી ત્રણ કારની ચોરી કરી કાર ચોર રફુચક્કર થઇ ગયા હતા. દિવાળી પર્વ પૂર્ણ થતા સંચાલકો અને કર્મીઓએ સ્ટોકની ગણતરી કરતા 26.97 લાખની ત્રણ ન્યુ બ્રાન્ડેડ કારની ચોરી થઇ હોવાની જાણ થતા ચોંકી ઉઠ્યા હતા અને કાર ચોરી અંગેની ફરિયાદ મંગળવારે હિંમતનગર-એ ડિવિઝનમાં નોંધાવતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં ત્રણ કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચાર કરચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

હિંમતનગર શહેરમાં આવેલ મારુતિ સુઝુકીની ડીલરશીપ ધરાવતી કિરણ મોટર્સના ગોડાઉનમાંથી 15 દિવસ જેટલા સમય અગાઉ સીએનજી બ્રેઝા કાર કિંમત 9.24 લાખ, ગ્રે કલરની સીએનજી મારુતિ સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા 7.85 લાખ અને સફેદ કલરની બલેનો ઝેટા સીએનજી કાર કિંમત રૂપિયા 9.28 લાખ મળી કુલ રૂપિયા 26.97 લાખની ત્રણ કાર ચોરી કરી કાર ચોરી કરી ચોર રફુચક્કર થઇ ગયા હતા. હિંમતનગર-એ ડિવિઝન પોલીસે ફરિયાદ બાદ આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો અને સીસીટીવી કેમેરા ફૂટેજ એનાલિસીસ અને બાતમીદારો સક્રિય કરી કાર ચોરી કરનાર ચાર ગઠિયા અને અન્ય એક ચોરીની કાર મળી કુલ ચાર કાર અને ચાવીઓ સાથે દબોચી લીધા હતા. એ-ડિવિઝન પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા હતા.

હિંમતનગર-એ ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ કાર ચોર કોણ કોણ વાંચો:
1) ચિરાગ દિનેશ શાહ (રહે, અરુણ પરીખના દવાખાના સામે, વખારીયાવાડ- હિંમતનગર)
2) અર્પણ મનોજ રાવલ (રહે, 32-સુખસાગર સોસાયટી-હિંમતનગર)
3) સંજયસિંહ કિર્તીસિંહ પરમાર (રહે, તાજપુરી પ્રાથમિક શાળા નજીક- હિંમતનગર)
4) દીપક નરેન્દ્ર સુથાર (રહે, જૈનમ ગ્લાસની બાજુમાં-ધાણધા, હિંમતનગર)

Related posts

ગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્રના ૮ નામાંકિત ઔદ્યોગિક એકમો સાથે કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીએ કર્યા એમ.ઓ.યુ: કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

Navbharat

આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે રાજ્ય સરકારનો વધુ એક માનવીય અભિગમ: શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર

Navbharat

પ્રવાસન સચિવશ્રી હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ મહામેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

Navbharat