NavBharat
Gujarat

ST વિભાગના કર્મચારીઓને દિવાળી પહેલા બલ્લે બલ્લે! ફિક્સ પગારના કર્મચારીઓને 30 ટકા પગાર વધારો જાહેર, 7 હજાર કર્મીઓને મળશે લાભ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓ પ્રત્યે હંમેશાથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કરાયો હતો, ત્યારે આજે ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી 7 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે.

આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

એસટી વિભાગ સાથે વાહનવ્યવહારમંત્રી સાથે બેઠક

માહિતી મુજબ, આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહારમંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમ જ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસટી નિગમના અધિકારીઓ જોડાયા હતા. આ નિર્ણયને આવકારીને એસટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમ જ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહારમંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર થયેલ માર્ગ અકસ્માતમા ઇજા પામેલ લોકોની આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ મુલાકાત લીધી

Navbharat

રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ-વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે ૨૦૮૪ કરોડ રૂપિયાના ચેક

Navbharat

અંકલેશ્વરમાં ધો. 4માં ભણતી 10 વર્ષની બાળકીનું અચાનક થયું મોત, હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા

Navbharat