NavBharat
Business

દેશમાં હવે 3 હજાર નવી ટ્રેનો દોડશે, વાર્ષિક 1 હજાર કરોડ મુસાફરોની ક્ષમતા વધારવા પર કામ શરૂ!

ભારતીય રેલવે હાલ નવિનીકરણના તબક્કામાંથી પસાર થઈ રહી છે. દેશે હાઈ-સ્પીડ ટ્રેનનું સપનું જોયું હતું, જેને સાકાર કરવામાં વંદે ભારત સંપૂર્ણ રીતે સફળ થઈ રહી છે. ટૂંક સમયમાં દેશ બુલેટ ટ્રેનની સફરનો પણ આનંદ માણી શકશે. જો કે, તહેવારો દરમિયાન વધતી મુસાફરી અને ટ્રેન ટિકિટ માટેના ઘસારા જેવી સમસ્યાઓ હજુ પણ યથાવત છે. આ પડકારોને ગંભીરતાથી લેતા ભારતીય રેલવે એક નક્કર યોજના તૈયાર કરી છે, જેથી દરેકને કન્ફર્મ ટિકિટ મળી શકે. આ માટે 5 વર્ષનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, રેલ નેટવર્કમાં 3000 નવી ટ્રેનો ઉમેરીને આ પડકારોનો સામનો કરવામાં આવશે.

વાર્ષિક રીતે 800 કરોડ મુસાફરો કરે છે યાત્રા

રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવના જણાવ્યા મુજબ, હાલમાં ભારતીય રેલવે વાર્ષિક 800 કરોડ રેલવે મુસાફરોને સેવા આપે છે. રેલવે વિભાગ આગામી 5 વર્ષમાં વાર્ષિક 1000 કરોડ મુસાફરોની ક્ષમતા વધારવા પર કામ કરી રહ્યું છે. દેશની વસ્તી સતત વધી રહી છે અને રેલવે એ ભારતની જીવાદોરી છે. તેથી અમે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે આપણે 3000 નવી ટ્રેનો દોડાવવી પડશે, જેથી જૂની ટ્રેનો પર દબાણ ન વધે.

69 હજાર નવા કોચ તૈયાર

મળતી માહિતી મુજબ, દેશમાં હાલ 69 હજાર નવા કોચ તૈયાર છે. દર વર્ષે ભારતીય રેલવે 5 હજાર નવા કોચ બનાવે છે. તેમની મદદથી રેલવે દર વર્ષે લગભગ 250 નવી ટ્રેનો શરૂ કરી શકે છે. વંદે ભારત ટ્રેન આમાં સામેલ નથી. રિપોર્ટ અનુસાર, આગામી વર્ષોમાં 400થી 450 વંદે ભારત ટ્રેનો દોડવા લાગશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રેલવે ટ્રેનોની સ્પીડ અને ટ્રેકને સુધારવા પર પણ કામ કરી રહી છે. વંદે ભારત ટ્રેનોમાં એક્સિલરેશન અને બ્રેકિંગની ટેક્નોલોજી સામાન્ય ટ્રેનો કરતાં ચાર ગણી સારી છે. તેથી અમે મુસાફરીનો સમય ઘટાડવામાં સફળ રહ્યા છીએ. આ નવી ટેક્નોલોજી અન્ય ટ્રેનોમાં પણ લગાવવામાં આવશે.

Related posts

શ્રી અનુરાગ ઠાકુરે જી-20 સમિટ અગાઉ આંતરરાષ્ટ્રીય મીડિયા સેન્ટરની વ્યવસ્થાની સમીક્ષા કરી ઐતિહાસિક ઘટનાક્રમ, લીડર્સ સમિટ ઇતિહાસ રચશે

Navbharat

દિવાળી પહેલા EDની મોટી કાર્યવાહી, લોન ફ્રોડ સંબંધિત કેસ હેઠળ આ બેંકના વિવિધ સ્થળ પર દરોડા!

Navbharat

આઈડીબીઆઈ બેંક લિમિટેડ – નાણાકીય વર્ષ 24 ના Q-3 માટે નાણાકીય પરિણામો 23 ડિસેમ્બરે પૂરા થયેલા 9 મહિનાનો ચોખ્ખો નફો રૂ. 4000 કરોડને પાર કરે છે

Navbharat