NavBharat
Gujarat

રાજકોટ: દિવ્યાંગ યુવતીની એકલતાનો લાભ લઈ તેના જ ગામમાં રહેતા 3 નરાધમે દુષ્કર્મ આચર્યું, ગણતરીના કલાકોમાં જ થઈ ધરપકડ

હાલ રાજકોટ સહિત સમગ્ર દેશ દિવાળીની તૈયારીઓ તથા ઉજવણીમાં લાગી ગયું છે ત્યારે રાજકોટમાં હજી ગુનાખોરીનો અંત આવ્યો નથી. જેમ જેમ તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ ગુનાખોરીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતીની દિવ્યાંગતાનો લાભ ઉઠાવી ત્રણ નરાધમોએ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલો સામે આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં ત્રણેય નરાધમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના જસદણ તાલુકાના મોટાદડવા ગામે રહેતી 25 વર્ષીય દિવ્યાંગ યુવતી તેના ઘરે એકલી હતી. ત્યારે તેણીની એકલતાનો લાભ લઈ ત્રણ નરાધમો બપોરના સમયે ત્યાં આવ્યા હતા અને તેણીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન યુવતીએ બૂમાબૂમ કરતા પાડોશીઓ ત્યાં આવી પહોંચતા નરાધમો પકડી જવાના ડરથી ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસેને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર તાગ મેળવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ

દિવ્યાંગ યુવતી અને પાડોશીઓના જણાવ્યા મુજબ, પોલીસે કાર્યવાહી શરૂ કરીને ગણતરીના કલાકોમાં ત્રણેય નરાધમની ઓળખ મેળવી લીધી હતી અને તેમને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની ચુસ્ત કાર્યવાહી અને બાતમીના પગલે ત્રણેય આરોપી અક્ષય, હરેશ સહિત અન્ય એક શખ્સની ગણતરીના કલાકોમાં જ ધરપકડ શક્ય થઈ હતી. આ મામલે પોલીસે દુષ્કર્મ સહિતનો ગુનો નોંધીને આરોપીઓને કડક સજા થાય તે માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

૨૪ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: ‘જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’

Navbharat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લિડરશીપમાં દેશમાં રેલ સેવાઓ સંસ્કૃતિ, પર્યટન અને તીર્થસ્થાનને જોડવાનું યાતાયાતનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની છે -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Navbharat

ગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્રના ૮ નામાંકિત ઔદ્યોગિક એકમો સાથે કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીએ કર્યા એમ.ઓ.યુ: કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ

Navbharat