NavBharat
Entertainment

26મી ઓગસ્ટથી સંગીતના દિગ્ગજ હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિકને મળો ઝી ટીવીના સા રે ગા મા પાની એક આકર્ષક નવી સિઝનમાં પ્રતિભાઓની ખૂબ જ આશાસ્પદ બેચ માટે માર્ગદર્શક બનશે

એક અદ્યતન ફોર્મેટની સાથે, નવી સિઝનમાં તમે જજને સ્પર્ધકોને એક ખૂલ્લો પડકાર આપતા જોશો
અને શ્રેષ્ઠ પફોર્મરને ઝી મ્યુઝિક કંપની સાથે એક સિંગલ રિલિઝ કરવાનો જીવનમાં એક વખત મળતો સર્વશ્રેષ્ઠ મોકો મળશે.

ગત વર્ષે આગામી સિઝનની સફળતા બાદ, ઝી ટીવીનો જાણિતો ગાયકી આધારીત
રિયાલિટી શો, સા રે ગા મા પાએ તેની નવી આકર્ષક સિઝન સાથે પરત આવી રહ્યો છે, જેમાં હિમેશ રેશમિયા, નીતિ
મોહન, અનુ મલિક જજ તરીકે અને આદિત્ય નારાયણ હોસ્ટ તરીકે જોવા મળશે. 26મી ઓગસ્ટના યોજાનારા
પ્રિમિયરની આ નવી સિઝનમાં એક નવા ફોર્મેટમાં જ જોવા મળશે, જે પૂરી રમત જ બદલી નાખશે, જેમાં જજ
દ્વારા તેમના સાથીદારોમાંથી કોઈને એક ચોક્કસ શૈલીમાં અદ્દભુત એક્ટ પર સ્વયંસ્ફૂરિત પડકાર ફેંકવામાં આવશે.
સાપ્તાહિક રાઉન્ડના સેટથી બધા જાણકાર જ છે, આ પડકારને પણ થોડો બદલવામાં આવ્યો છે, સ્પર્ધકો વચ્ચે
સ્પર્ધાને વધુ સારી બનાવવા માટે દરેક એપિસોડમાં તેના દર્શકો માટે એક નવું સરપ્રાઈઝ હશે!
બે મહિના પહેલા સા રે ગા મા પાએ ‘ઓજી’ અવાજ માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી ખોજની જાહેરાત કરી હતી.
પહેલી વખત ઓડિશન પ્રક્રિયા કાગળના ઉપયોગ વગર કરવામાં આવી- જેનાથી ડિઝીટલાઈઝેશનને વેગ મળ્યો અને
પર્યાવરણ પ્રત્યે ચેનલની જવાબદારી સમજીને પ્રયત્ન આગળ વધારતા ઓન-ગ્રાઉન્ડ તબક્કામાં પણ નહિવત્ કાગળનો
ઉપયોગ થયો હતો. શ્રેષ્ઠ પ્રતિભાને શોધવામાં કોઈ કચાશ બાકી ન રાખતા, ક્રિએટિવ ટીમએ કોઈપણ વ્યક્તિ દ્વારા
સૂચનને આવકારીને પ્રતિભા રાઉન્ડમાં આવકાર્યા હતા. દરેક ઉભરતા ગાયકએ તેમની શૈલી અને કૌશલ્યને આધારે
તેમની સફળતા નક્કી કરી હતી. પણ સાચા અર્થમાં જે ‘ઓજી’ હતા તેઓ જ સફળ થયા છે. અલ્બર્ટ કાબો લેપ્ચાનું
‘લવ યુ ખડગપુર’ ગીતની સુંદર રચના સાંભળીને પેનલએ સર્વાનુમતે સંમતિ આપી કે, અવાજ હિરો જેવો છે, તો
સોનિયા ગાઝમેર તેની ઇચ્છા અનુસાર તેના અવાજને બદલી શકે છે, તેને ‘નાગીન સી મેરી ચાલ’ના મહિલા અને
પુરુષ બંને હિસ્સાને સુંદરતાથી રજૂ કર્યા, તો દિલ્હીની સના અરોરાએ ગીટાર વગાડતા ‘લવ યુ ઝીંદગી’ ગાઈને બધાના
દિલના તાર ઝણઝણાવ્યા, તો મુંબઈના અબ્દુલએ જ્યારે ‘તેરી યાદોં મેં’ ગીત ગાઈને તેનો જુસ્સો દર્શાવ્યો, તો યુપીની
નિષ્ઠા શર્માએ તેના ‘બનારસિયા’ આલાપની સાથે બધાને મંત્રમુગ્ધ કરી દીધા, કોલકત્તાની રાનિતા બેનર્જીએ હિમેશના

ઓન-ધ-સ્પોટ પડકારને સ્વિકારીને એ જ ગીતની એટલી ઉત્તેજક રજૂઆત કરી રહી છે, તો પ્રેક્ષકો માટે પણ આ
સિઝન એ સંગીતની ભવ્ય ઉજવણી સાથે એક અસાધારણ સંગીતમય પ્રવાસ માટે તૈયાર છે!
ઝી ટીવીની બિઝનેસ હેડ અપર્ણા ભોસલે કહે છે, “સા રે ગા મા પાનો સમૃદ્ધ વારસો ત્રણ દાયકાનો છે, ત્યારે અમને
ભારતના કંઇક અલગ અને અદ્દભુત અવાજને રજૂ કરવાની અમારી પ્રતિબદ્ધતાને વળગી રહેવાનો ગર્વ છે. તંદુરસ્ત
સ્પર્ધાને પ્રોત્સાહન આપવા અને દર્શકોના અનુભવને વધુ સારો બનાવવા માટે અમે આ સિઝનમાં સ્વયંસ્ફૂરિત પડકાર
આપી રહ્યા છીએ. તેમાં પણ ટોચના પફોર્મરને તેમના મૂળ સિંગલ્સને ઝી મ્યુઝિક કંપની દ્વારા રિલિઝ કરવાની તક
મળશે. તો આના માટે પણ તે જોવું અનિવાર્ય છે.”
શો પૂરો થાય એ પહેલા જ ઝી ટીવીએ તેની પ્રતિભાને આગળ લાવીને પ્લેટફોર્મની બહાર તક પૂરી પાડી રહ્યું છે. તો
શોની રજૂઆત વિશે જજ અને હોસ્ટ શું કહે છે, ચાલો જોઈએ:
જજ હિમેશ રેશમિયા કહે છે, “હું આ રિયાલિટી શોની ઘણી સિઝનનો હિસ્સો બન્યો છું, દરેક સિઝનની પ્રતિભાએ
સ્ટેજ પર તેના પફોર્મન્સથી મને આશ્ચર્યમાં નાખ્યો છે. હું ખરેખર માનું છું કે, આ કાચા હિરાના પફોર્મન્સને જોવું એ
એક ટ્રીટ બની રહેશે અને તેમના માટે એક અદ્દભુત તક છે કે, તેમના ગીતને તેઓ ઝી મ્યુઝિકની સાથે રિલિઝ પણ કરી
શકશે. કોઈ નવા ઓજી ગાયકને શોધવાનો વિચાર એટલા માટે આવ્યો છે કે, અમે આપણા ભારતીય સંગીત ઉદ્યોગને
એક નવો અવાજ આપી શકીએ.”
જજ નીતિ મોહન ઉમેરે છે, “સા રે ગા મા પાની નવી સિઝનના જજ તરીકે હું તૈયાર છું અને આ ગર્વની વાત છે કે,
આપણા સંગીત ઉદ્યોગના જાણિતા ગાયક અને કમ્પોઝર હિમેશ રેશમિયા તથા અનુ મલિકની સાથે જજની પેનલમાં
જોડાઈ છું. હું એટલું જરૂરથી કહીશ કે, આ સિઝનમાં શ્રેષ્ઠમાંથી પણ શ્રેષ્ઠની પસંદગીએ અમારા બધા માટે એક પડકાર
છે, પણ અમારી પાસે જે ઉભરતી પ્રતિભા આવશે તેમના ભવિષ્યને આકાર આપવા અમે અમારું શ્રેષ્ઠ આપીશું.”
જજ અનુ મલિક કહે છે, “વધુ એક વખત સા રે ગા મા પાનો હિસ્સો બનવા માટે હું ખરેખર ઉત્સાહિત છું અને
ઓડિશન એપિસોડ દરમિયાન નવી પ્રતિભાના કેટલાક અદ્દભુત પફોર્મન્સ જોઈને હિમેશ, નીતિ અને મને ખાતરી છે
કે, અમે તેમને અમારી શ્રેષ્ઠ ક્ષમતાઓનું માર્ગદર્શન આપીને તેમને યોગ્ય ન્યાય કરીશું. હું માનું છું કે, આ ફ્રેન્ચાઈઝીએ
છેલ્લા કેટલાક દાયકાથી અસાધારણ પ્રતિભાને રજૂ કરી છે અને આ વર્ષે પણ દર્શકોને કંઈક અદ્દભુત પ્રતિભાના
પફોર્મન્સની સાથે મંત્રમુગ્ધ કરતા ગીતો સાંભળવાનો મોકો મળશે.”
હોસ્ટ આદિત્ય નારાયણ કહે છે, “સા રે ગા મા પા અને હું લાંબા સમયથી જોડાયેલા છીએ અને અહીં પાછું ફરતા
ખૂબ જ સારું લાગે છે. આ શોએ મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે કેમકે મેં મારી કારકીર્દીની શરૂઆત અહીંથી જ
કરી હતી અને શોના ચાહકોને પ્રેમ મેળવ્યો છે. દરેક સિઝનની જેમ, અહીંના સ્પર્ધકો ખૂબ જ પ્રતિભાશાળી છે. હું
માનું છું કે, બધામાંથી શ્રેષ્ઠ શોધવું એ જજ માટે મુશ્કેલ બનશે, પણ મને ખાતરી છે કે, દર્શકો પણ તેનાથી મંત્રમુગ્ધ
થશે. અને મનોરંજન માટે તો હું છું જ!”
સા રે ગા મા પાની નવી જોરદાર સિઝન 26મી ઓગસ્ટના રોજ પ્રિમિયર માટે તૈયાર છે અને પ્રસારિત થશે દર
https://www.zee5.com/

શનિવાર- રવિવાર રાત્રે 9 વાગે ફક્ત ઝી ટીવી પર!

Related posts

લોકીની બીજી સીઝન હવે ડિઝની+ હોટસ્ટાર પર

Navbharat

જેલર મૂવી સમીક્ષા

Navbharat

આલિયા ભટ્ટે પાપારાઝો અને ઇન્ટરનેટ હાર્ટને ચપ્પલ સોંપ્યું તેની મીઠી હરકતો: “ખૂબ જ નમ્ર…”

Navbharat