NavBharat
Gujarat

મોડાસાના મઠ ગામે વીજળી પડતાં 16 ઘેટાં-બકરાના મોત, પશુપાલકની સ્થિતિ કફોળી બની

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહીની અસર જોવા મળી રહી છે. રવિવારના દિવસે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ ધીરે-ધીરે વરસાદી માહોલ જામ્યો હતો. બેથી ત્રણ જિલ્લાને છોડીને તમામ જિલ્લાઓમાં ભર શિયાળે માવઠું થતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા. ઉત્તર, દક્ષિણ, મધ્ય, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલીક જગ્યાએ તો રીતસરની બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસેલા ધોધમાર કમોસમી વરસાદે તારાજી સર્જી હોવાની ઘટના સામે આવી છે. મોડાસા તાલુકાના મઠ ગામની સીમના ખેતરમાં ચારો ચારતા 16 જેટલા બકરા પર વીજળી પડતા દાઝી જવાથી બકરાઓના મોત નીપજ્યા હતી. આ સમગ્ર ઘટનાને લઇને પશુપાલકો પર જાણે આભ ફાટ્યું હોય એવો ઘાટ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. પશુપાલકના એકસાથે 16 પશુના મોતને લઇને તેમના પર આફત આવી પડી હતી.

સમગ્ર અરવલ્લી જિલ્લામાં આવી જ સ્થિતિ જોવા મળી હતી, ક્યાંક વીજળી પડવાથી પશુઓનાં મોત તો કેટલીક જગ્યાએ મકાન પર વીજળી પડવાથી વીજ ઉપકરણો બળી ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી છે.

Related posts

વિજ્ઞાન ભારતી તેમજ વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક અભિગમ વિકસે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ની હાજરીમાં વિવિધ આયામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Navbharat

પંચાયત સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪ નાં કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી પ્રક્રિયા પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપેરન્ટ બની

Navbharat

રાજકોટ જિલ્લામાં કલેકટરની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર કમિટીની મહત્ત્વની બેઠક યોજાઈ

Navbharat