NavBharat
Health

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સમાં 30 જૂનના રોજ આયુષ્માન ભારત યોજના હેઠળ 178 કરોડ લોકોનું આગમન નોંધાયું

આરોગ્ય મંત્રાલયે વધુમાં માહિતી આપી હતી કે આ વર્ષે 30 જૂન સુધીમાં, આ એબી-એચડબલ્યુસીમાં 178.87 કરોડથી વધુ લોકોનું આગમન થયું હતું અને બિનચેપી રોગો માટે 122.02 કરોડથી વધુ સંચિત સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હાયપરટેન્શન માટે 41.81 કરોડ, ડાયાબિટીસ માટે 36.16 કરોડ, ઓરલ કેન્સર માટે 24.75 કરોડ, સ્તન કેન્સર માટે 11.44 કરોડ અને સર્વાઇકલ કેન્સર માટે 7.83 કરોડથી વધુનો સમાવેશ થાય છે.

મંત્રાલયે ઉમેર્યું હતું કે, આ દરમિયાન 23.83 કરોડ વ્યક્તિઓની ભાગીદારી સાથે 2.16 કરોડથી વધારે વેલનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. “ઇ-સંજીવની પ્લેટફોર્મ મારફતે ટેલિકન્સલ્ટેશન સેવાઓનો એબી-એચડબલ્યુસી ખાતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી સમુદાયની નજીક નિષ્ણાત સેવાઓ પ્રદાન કરી શકાય અને અંતરિયાળ અને પેરિફેરલ વિસ્તારોમાં પણ લાભાર્થીઓને અવિરત સેવાઓ પ્રદાન કરી શકાય.”
30 જૂન, 2023 ના રોજ, સંજીવની પોર્ટલ દ્વારા 12.21 કરોડથી વધુ ટેલિકન્સલ્ટેશન પ્રદાન કરવામાં આવ્યા છે.

Related posts

આ હર્બલ ડિટોક્સ વોટર ધમનીઓને કરે છે સાફ, હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરવામાં થાય છે મદદરૂપ!

Navbharat

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023નું ઉદઘાટન કર્યું

Navbharat

મિડાસ ટચ કોસ્મેટિક એન્ડ સ્કિન કેર સેન્ટરે ઓબેસિટી અને મેટાબોલિક સર્જરી ડિપાર્ટમેન્‍ટનો શુભારંભ કર્યો.

Navbharat