NavBharat
Business

હીરો મોટોકોર્પ દ્વારા નવા અવતારમાં ન્યૂ ગ્લેમર લોન્ચ કરાયું

પ્રગતિશીલ સ્ટાઈલિશ ડિઝાઈન, બહેતર એર્ગોનોમિક્સ અને આધુનિક ટેકનોલોજી

પ્રતિકાત્મક ગ્લેમર બ્રાન્ડના મજબૂત વારસા પર સવારી કરતાં મોટરસાઈકલો અને સ્કૂટરોની દુનિયાની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ દ્વારા આજે ન્યૂ ગ્લેમર રજૂ કરવામાં આવી. ગ્લેમરનો નવો અવતાર 125 સીસી સેગમેન્ટમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ આધુનિક અને આકર્ષક રીતે ડિઝાઈન કરાયેલી પ્રોડક્ટોની કંપનીની આકર્ષક રેન્જમાં નવીનતમ ઉમેરો છે.

નવી ગ્લેમર એસ્થેટિક્સ, ઉચ્ચ વ્યવહારુતા અને કાર્યક્ષમતાના સમકાલીન છતાં ઉત્તમ રીતે માપન કરેલા સંતુલન સાથે આકર્ષિત કરે છે. તે સ્ટાઈલિશ ડિઝાઈન પર સવારી કરે છે, જેણે તેને વિવિધ વયજૂથો અને પેઢીઓમાં ઘેર ઘેર અપનાવવામાં આવતી બ્રાન્ડ બનાવી દીધી છે.

ટેકનોલોજી અને સ્ટાઈલનું ઉત્તમ દ્યોતક ન્યૂ ગ્લેમર હીરો મોટોકોર્પની ક્રાંતિકારી i3S ટેકનોલોજી (આઈડલ સ્ટોપ- સ્ટાર્ટ સિસ્ટમ) સાથે આવે છે. નવું ફુલ્લી ડિજિટલ કોન્સોલ, અસલ સમયનું માઈલેજ ઈન્ડિકેટર અને મોબાઈલ ચાર્જિંગ પોર્ટ મોટરસાઈકલની ટેક પ્રોફાઈલમાં ઉમેરો કરે છે.

મજબૂત ડિઝાઈન વિશિષ્ટતાઓ સાથે ન્યૂ ગ્લેમર વધુ શક્તિશાળી અને એક્સપ્રેસિવ દેખાય છે. નવી ચેકર્ડ સ્ટ્રાઈપ્સ ક્લાસિક સ્ટાઈલિંગ આકાંક્ષાઓને અનુરૂપ છે. ઉત્કૃષ્ટ એર્ગોનોમિક્સ ઉચ્ચ સ્તરનો કમ્ફર્ટ, પહોંચક્ષમતા અને લાંબા અંતરના પ્રવાસની ખાતરી રાખે છે.

બે વેરિયન્ટ્સ ડ્રમ અને ડિસ્કમાં લોન્ચ કરાયેલી ન્યૂ ગ્લેમર દેશભરમાં હીરો મોટોકોર્પના શોરૂમોમાં રૂ. 82,348/- (ડ્રમ વેરિયન્ટ)* અને રૂ. 86,348/- (ડિસ્ક વેરિયન્ટ)*માં મળશે.

*(એક્સ-શોરૂમ, દિલ્હી).

આ લોન્ચ પર બોલતાં હીરો મોટોકોર્પના ઈન્ડિયા બીયુના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી રણજિવજિત સિંહે જણાવ્યું હતું કે, “ભરપૂર લોકપ્રિયતા સાથે ગ્લેમરે સ્ટાઈલ, કમ્ફર્ટ અને ટેકનોલોજી ચાહતા દેશભરના યુવાનોમાં વફાદાર ચાહકોનો વિશાળ વર્ગ નિર્માણ કર્યો છે. હીરો મોટોકોર્પમાં અમારો હેતુ હંમેશાં અમારા ગ્રાહકોને અજોડ વિશિષ્ટતાઓ અને ટેકનોલોજીમાં આધુનિક પ્રોડક્ટો પૂરી પાડવાનો રહ્યો છે. ન્યૂ ગ્લેમરની રજૂઆત અત્યંત સ્પર્ધાત્મક 125 સીસી સેગમેન્ટમાં બ્રાન્ડની હાજરીને વધુ મજબૂત બનાવશે અને બજાર હિસ્સો સુધારવામાં મદદ કરશે. અમને વિશ્વાસ છે કે આઈકોનિક તેના નવા અવતારમાં અમારા ટુ-વ્હીલરના પોર્ટફોલિયોના વધતા આકર્ષણમાં ઉમેરો કરશે.”

ન્યૂ ગ્લેમર

સ્ટાઈલ

ન્યૂ ગ્લેમરની ભાવે મસ્ક્યુલર ડિઝાઈન અને વિસ્તારિત સપાટીઓ ભવ્યતાની અભિવ્યક્તિને ચમકાવે છે. બહુમુખી આકાર, અજોડ પ્રમાણ ક્લાસિક ડિઝાઈન તત્ત્વો સાથે ઉત્તમ રીતે સંમિશ્રિત થાય છે. તેની ખૂબીઓને આગળ વધારતાં ગ્લેમરે ફ્રન્ટ કાઉલ, ફ્યુઅલ ટેન્ક અને શ્રાઉડના સ્વરૂપ જેવી ઓળખના મજબૂત ક્ષેત્રોને જાળવી રાખ્યાં છે. ચેકર્ડ સ્ટ્રાઈપ્સ ગ્લેમરના શક્તિશાળી લૂકમાં વધુ વ્યક્તિત્વને ઉમેરો કરે છે.

કમ્ફર્ટ

ઘટાડેલી રાઈડર (8 મીમી) અને પિલિયન સીટ હાઈટ (17 મીમી) તકી ઉત્કૃષ્ટ એર્ગોનોમિક્સ આસાન પહોંચક્ષમતા અને ટટ્ટાર બેઠકની સ્થિતિની ખાતરી રાખે છે. સપાટ ટેન્ક પ્રોફાઈલ અને વધારેલી રાઈડરની સીટની જગ્યા સક્રિય અને ઉચ્ચ સ્તરનું કમ્ફર્ટ આપે છે. 170 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ રાઈડિંગનો આત્મવિશ્વાસ પૂરો પાડે છે.

ટેક- અભિમુખ

ન્યૂ ગ્લેમર ફુલ ડિજિટલ ક્લસ્ટર, અસલ સમયનું માઈલેજ ઈન્ડિકેટર, લો ફ્યુઅલ ઈન્ડિકેટર સાથે આવે છે, જે સહજ અને ઝંઝટમુક્ત સવારીના અનુભવની ખાતરી રાખે છે. તેમાં ઈન્ટીગ્રેટેડ યુએસબી ચાર્જર પણ છે, જે રાઈડરની સુવિધા વધારે છે.

એન્જિન

તે OBD2 અને E20 કોમ્પ્લાયન્ટ 125cc એન્જિન દ્વારા પાવર્ડ છે. પાવર આઉટપુટ 7.97kW@ 7500 RPM અને ટોર્ક 10.6 Nm @ 6000 RPM છે અને 63Km/lનું માઈલેજ આપે છ. હીરો મોટોકોર્પની ક્રાંતિકારી i3S (આઈડલ સ્ટોપ- સ્ટાર્ટ સિસ્ટમ) સાથે મોટરસાઈકલ પરફોર્મન્સ કમ્ફર્ટ અને માઈલેજના તેના બ્રાન્ડ વચનને સાર્થક કરે છે.

કલર સ્કીમ્સ

ન્યૂ ગ્લેમર ત્રણ

Related posts

HDFC ગ્રુપ ગુજરાતના GIFT સિટીઝમાંથી જીવન વીમો, એસેટ મેનેજમેન્ટ સેવાઓ રજૂ કરે છે

Navbharat

સેબી 28 માર્ચ સુધીમાં વૈકલ્પિક ધોરણે T+0 ટ્રેડ સેટલમેન્ટ શરૂ કરશે

Navbharat

ઓટોમોબાઈલ ક્ષેત્રે થશે મોટી કમાણી, કેમ કે, આવી રહી છે આ નવી કારના અપડેટ મોડલ

Navbharat