NavBharat
Business

હિરો મોટોકોર્પએ પ્રિમીયમ મોટરસાયકલ સેગમેન્ટમાં વધારો કર્યો

પોતાના નવા સમકાલીન અવતારમાં આઇકોનિક
મોટરસાયકલ ‘KARIZMA XMR’ લોન્ચ કરી

 

·         તમામ વર્ગમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ – તેના વર્ગમાં અત્યંત શક્તિશાળી,તેના વર્ગમાં સૌથી
વધુ ટોર્ક
·         લિક્વીડ કૂલ્ડ DOHC એન્જિન, 6-સ્પીડ ટ્રાન્સમિશન સાથે સ્લિપર આસિસ્ટ ક્લચ અને
ડ્યૂઅલ ચેનલ ABSનો પ્રથમ વખત ઉપયોગ
·         સેગમેન્ટમાં સૌપ્રથણ વખત એડવાન્સ્ડ ટેક સાથે એડજસ્ટેબલ વિન્ડશિલ્ડ, ઇન્ટેલિજન્ટ
ઇલ્યુમિનેશન હેડલેમ્પ્સ અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન
·         અલગ વ્યક્તિત્વ, ભૂલ ન થાય તેવી માર્ગ હાજરી – એક ઐતિહાસિક આભા
 
 
પ્રિમીયમ સેગમેન્ટમાં ગતિ કેન્દ્રિતતાનો પુનરોર્ચાર કરતા વિશ્વની સૌથી મોટી મોટરસાયકલ્સ
અને સ્કુટર્સની ઉત્પાદક હિરો મોટોકોર્પએ આજે જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી
તેવી Karizma XMR લોન્ચ કરી છે. Karizma XMR હિરો મોટોકોર્પની X-રેન્જની પ્રિમીયમ
પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અદ્યતન ઉમેરણ છે જેમાં Xtreme અનેXpulse જેવી મોટરસાયકલનો
સમાવેશ થાય છે.
 
તેના વર્ગમાં નવી Karizma XMR અત્યંત શક્તિશાળી મોટરસાયકલ છે જે સૌથી વધુ ટોર્ક
ઉત્પન્ન કરે છે. મોટર સાયકલ 210cc લિક્વીડ કૂલ્ડ DOHC એન્જિન, 6 સ્પીડ ટ્રાન્સમિશનથી
સજ્જ છે જે સ્લિપ અને આસિસ્ટ ક્લચ અને ડ્યૂઅલ ચેનલ ABS – પર્પઝ સાથે આવે છે જે
સ્પોર્ટ્સ સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરતી સંપૂર્ણ સવારી માટે તૈયાર કરવામાં આવ્યા છે.
 
આજના ગ્રાહકો એડવાન્સ્ડ ટેકનોલોજીની ઇચ્છા રાખે છે ત્યારે નવી Karizma XMR સેગમેન્ટમાં
પ્રથમ વખત એડજસ્ટેબલ વિન્ડશિલ્ડ, ઇન્ટેલિજન્ટ ઇલ્યુમિનેશન હેડલેમ્પ અને ટર્ન-બાય-ટર્ન
નેવિગેશન સાથે આવે છે જે અસમાંતરીત મોટરસાયક્લીંગ અનુભવની બાંયધરી આપે છે.
 

તેના સર્જન, સહયોગ અને પ્રેરણાના હેતુ સાથે નવુKarizma XMR એ હિરોનાજયપુર ખાતેના
અદ્યતન હિરો સેન્ટર ફોર  ઇનોવેશન એન્ડ ટેકનોલોજી (CIT)વૈશ્વિક કક્ષાના અને અદ્યતન હિરો
સેન્ટર ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી (CIT)ના વૈશ્વિક કક્ષાના એન્જિનીયર્સ અને મુનિક
નજીકના હિરો ટેક સેન્ટર જર્મની (TCG) વચ્ચેના વિશિષ્ટ સહયોગનું પરિણામ છે.
 
હિરો મોટોકોર્પના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી નિરંજન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, “Karizma
XMR નું લોન્ચિંગ, 'પ્રીમિયમમાં જીત' હાંસલ કરવાની અમારી સફરમાં વધુ એક મહત્વપૂર્ણ
સીમાચિહ્નરૂપ છે. અમે અમારી વ્યૂહરચના અનુસાર આ સેગમેન્ટમાં ઝડપથી સંપૂર્ણ પોર્ટફોલિયો
બનાવી રહ્યા છીએ. વર્ગમાં પ્રથમ અને વર્ગમાં શ્રેષ્ઠ સુવિધાઓ સાથેના ઉત્પાદનો પર જ
નહીં, પરંતુ અમારા હીરો 2.0 સ્ટોર્સ અને આગળ જતા પ્રીમિયમ આઉટલેટ્સની વિશિષ્ટ શ્રેણી
દ્વારા એકંદર પ્રીમિયમ અનુભવ પ્રદાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત રહેશે. આ નાણાકીય
વર્ષમાં આપણે આગળ વધીએ તેમ હજુ ઘણું બધું આવવાનું છે.”
 
હિરો મોટોકોર્પના ઇન્ડિયા બિઝનેસ યુનિટના વડા શ્રી રંજીવજીત સિંઘએ જણાવ્યું હતુ કે,“માત્ર
ત્રણ મહિનાના ગાળામાં, અમે ત્રણ નવી પ્રીમિયમ મોટરસાયકલો – Xtreme 160R 4V, Harley-
Davidson X440 અને હવે Karizma XMR રજૂ કરી છે – જે નિર્વિવાદપણે કોઈપણ OEM દ્વારા
આવું પ્રથમ ઉદાહરણ છે. આ તમામ ઉત્પાદનો પ્રીમિયમ મોટરસાઇકલ સેગમેન્ટમાં ઝડપી વૃદ્ધિ
અને બજાર હિસ્સાના લાભો પર અમારા ફોકસનું પ્રતિબિંબ પાડે છે.Karizma XMR – નવી પેઢીના
યુવા ગ્રાહકોને આકર્ષિત કરશે. અમારા પ્રીમિયમ ડીલરશીપના નેટવર્ક સાથે મળીને, અમે
અમારા ગ્રાહકોને અત્યંત આકર્ષક અને પ્રીમિયમ અનુભવ પ્રદાન કરવાનો વિશ્વાસ ધરાવીએ
છીએ.
 
Hero Karizma XMR દેશભરમાં હિરો મોટોકોર્પની ડીલરશીપ પર રૂ. 1,72,900/-ની કિંમતે
ઉપલબ્ધ થશે.*(એક્સ-શોરૂમ દિલ્હી). મોટરસાયકલને આજથી
જ www.heromotocorp.comની મુલાકાત લઇને અથવા 7046210210 પર કોલ કરીને
રૂ. 3,000/-ની બુકીંગ રકમ સાથે બુક કરી શકાય છે.
 
સમૃદ્ધ અર્ગનોમિક્સ, સ્પોર્ટી ચપળતા, આરામ અને ગતિશીલ પ્રદર્શનને કારણે નવી Karizma
XMR એ 210cc કેટેગરીમાં એક નવીન વસાવવા લાયક બનાવે છે. તે સ્પોર્ટી પાત્રતા અને
પ્રવાસ ક્ષમતાઓનું બહુમુખી મિશ્રણ પ્રદાન કરે છે, આમ એક અનોખો સવારી અનુભવ પ્રદાન
કરે છે.
 
 

સેગમેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે આઇકોન
સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના આંકડાઓ સાથે, Karizma XMRનું ઓલ-ન્યુ 210 cc લિક્વિડ કૂલ્ડ DOHC 4-
 વાલ્વ એન્જિન 25.5PS@9250 rpm અને મહત્તમ 20.4Nm @ 7250 rpmનું આઉટપુટ આપે છે.
મોટરસાઇકલ માત્ર 3.8 સેકન્ડમાં 0-60ની ગતિ આપે છે. ઇષ્ટતમ પાવર અને ટોર્ક ડિલિવરી
રેખા શહેરમાં હોય કે હાઇવે પર, લાંબા અંતરની સરળ સવારીની ખાતરી આપે છે.
 
DOHC માળખુ અને DLC કોટેડ ફિંગર કેમ ફોલોઅર્સ વધુ સારી હાઇ-એન્ડ પ્રદર્શન અને સુધારેલ
એન્જિન ટકાઉપણું હાંસલ કરવામાં મદદ કરે છે. નવા એન્જિનમાં હવે 12,000 કિલોમીટરની
ઓઇલ રિપ્લેસમેન્ટ મર્યાદા વધી છે.
 
સ્લિપ અને આસિસ્ટ ક્લચ સિસ્ટમ સાથે જોડાયેલ 6-સ્પીડ ગિયરબોક્સ ઝડપી ડાઉનશિફ્ટ
દરમિયાન સ્કિડિંગ અને રીઅર વ્હીલ લોકીંગ ઘટાડે છે..
 
વર્ગમાં શ્રેષ્ઠ આરામ સાથે રોમાંચક સવારી અનુભવ
ચેસીસની પરિમિતિ 50:50 વજન વિતરણને એકીકૃત કરીને ઉચ્ચ ઝડપે મહત્તમ સ્થિરતા અને
વળાંકવાળા રસ્તાઓ પર અપ્રતિમ ચોકસાઇ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ
ઇષ્ટતમતા રોજિંદા શહેરની સવારીમાં પણ ચપળ અને સરળ સવારી અનુભવમાં મદદ કરે
છે.સરળ સવારી ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે, આગળનું સસ્પેન્શન 37mm ડાયા પિંચ બોલ્ટેડ
ફોર્ક ધરાવે છે જે સ્ટીયરિંગ પર જડતા સપોર્ટને વધારે છે. પાછળનું સસ્પેન્શન 6-સ્ટેપ પ્રી લોડ
એડજસ્ટેબલ ગેસ ચાર્જ્ડ મોનોશોકથી સજ્જ છે જે તમામ સ્થિતિમાં સવારીની ગુણવત્તા સુધારવા
માટે વધુ પૂરક છે.
 
Karizma XMRમાં એક નવી અને સૌપ્રથમ સ્ટીલ ટ્યુબ્યુલર ટ્રેલીસ ફ્રેમ બહેતર હેન્ડલિંગ અને
પ્રદર્શન માટે ટ્યુન કરવામાં આવી છે, અને તે વાહનની સૌંદર્યતામાં પણ યોગદાન આપે છે.
આગળ અને પાછળના સસ્પેન્શન સાથે સુમેળમાં, આ ચેસિસ આરામ અને શરીરના નિયંત્રણ
વચ્ચે ઉત્તમ સંતુલન પ્રદાન કરે છે અને સ્પોર્ટી છતાં આરામદાયક સવારી અને હેન્ડલિંગ માટે
સારી રીતે ઇષ્ટતમ કરવામાં આવી છે. જે કોઈપણ વ્યક્તિ લાંબા સમય સુધી રસ્તા પર રહેવાનું
પસંદ કરે છે અને આગળ મુસાફરી કરવાનું પસંદ કરે છે તેમના માટે, Karizma XMR વર્ગમાં
શ્રેષ્ઠ સ્પોર્ટ-ટૂરર રાઇડર અને શ્રેષ્ઠતમ રાઇડર લેગરૂમ સાથે પિલિયન એર્ગોનોમિક્સ ઓફર કરે
છે, પર્યાપ્ત પિલિયન સીટ સ્પેસ જે આક્રમક અને હળવી એમ બંને સવારી વલણની પરવાનગી
આપે છે.હળવી એલ્યુમિનિયમ એલોય ક્લિપ-ઓન હેન્ડલબાર સુધારેલ માળખાકીય જડતા સાથે
સ્પોર્ટ્સ પ્રવાસ તેમજ રોજિંદા સવારી માટે શ્રેષ્ઠ અને આરામદાયક સવારી વલણ પ્રદાન કરે છે.
 

ખાસ વિકસિત રબર કમ્પાઉન્ડથી બનેલા ટાયર બહેતર કોર્નરિંગ, ચપળતા, ચોકસાઇ અને
સ્થિરતા પ્રદાન કરે છે. સેગમેન્ટમાં સૌથી હળવા, 17-ઇંચના વ્હીલ્સ રાઇડ અને હેન્ડલિંગ માટે
શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરે છે. આગળની 300mm પેટલ ડિસ્ક અને પાછળની 230mm પેટલ
ડિસ્ક બ્રેક્સ સરળ બ્રેકિંગનું ધ્યાન રાખે છે. ડ્યુઅલ ચેનલ ABS સાથે રાઇડરની સલામતી વધુ
વધારવામાં આવી છે જે બ્રાન્ડ માટે પ્રથમ છે.
 
આગળથી પાછળ સુધી સ્પોર્ટી
 
પ્રગતિશીલ સ્ટાઇલ નવી ડિઝાઇન ભાષા સ્થાપિત કરે છે અને વિશિષ્ટ હાજરીનું નિવેદન આપે
છે. નાજુક, છતાં પરિપક્વ અને આરામદાયક, તે રોજિંદા સવારીના સાહસો માટે સંપૂર્ણ સાથી છે.
સંપૂર્ણ મનોરંજક, ઇન્ટેલિજન્ટ પરિમાણો તેમજ ફ્લોટિંગ પેનલ્સ દ્વારા ઇષ્ટતમ કરાયેલ
ડાયનેમિક એરો-સ્તરવાળી ડિઝાઇન ચપળ હેન્ડલિંગ પ્રદાન કરવા તેમજ ગરમીની લાગણીને
વિચલિત કરવા માટે એકસાથે કામ કરે છે. આમ તમામ સવારના મોરચે આરામ અને
સગવડતા ઉમેરે છે.
 
ચોક્કસ ધાર તેના આક્રમક પાત્રને વ્યાખ્યાયિત કરે છે. સ્લિમ અને પુલ-અપ શોર્ટ રિયર આ
લાંબા-અંતરના પરફોર્મરની સ્પોર્ટી એનર્જીનો ઉપયોગ કરે છે. હાઇ-સ્પીડ ક્રૂઝિંગ માટે
ઉપયોગી, સેગમેન્ટમાં સૌપ્રથમ એડજસ્ટેબલ વિન્ડશિલ્ડ ભારે પવન અને હવામાન સુરક્ષા પ્રદાન
કરે છે અને અનુકૂળ સૌંદર્યલક્ષી ડિઝાઇન કરેલ બટનને કારણે 30mm ઉપર અને નીચે
સરળતાથી એડજસ્ટેબલ છે.
 
અદ્યતન ટેક્નોલોજી
 
નવી Karizma XMR એકીકૃત LED DRLs સાથે ક્લાસ-D LED પ્રોજેક્ટર હેડલેમ્પ ઓફર કરે છે.
સેગમેન્ટમાં પ્રથમ વખત ઉપલબ્ધ, ઓટો – ઇલ્યુમિનેશન ફીચર મોટરસાઇકલ દ્વારા વિતરિત
કરવામાં આવેલો અનુકૂળ અને સાહજિક સવારી અનુભવ બંને આપે છે.
સિગ્નેચર H આકારની LED ટેલ લાઇટ, બેકલાઇટ સ્વિચગિયર અને હેઝાર્ડ સ્વિચ દ્વારા
પૂરક, ઓલ-એલઇડી લાઇટિંગ Karizma XMRને તેનો અસ્પષ્ટ સ્પોર્ટી-આક્રમક દેખાવ અને
ભીડમાં જોવાલાયક તેજસ્વીતા આપે છે.
 
Karizma XMR એક ઇન્વર્ટેડ ડિસ્પ્લે LCD સ્પીડોમીટર સાથે આવે છે જે તમારા નેવિગેશન અને
તમારા તમામ ડેટાને સ્પષ્ટ દૃશ્ય આપે છે. તે ઇનકમિંગ કોલ/એસએમએસ એલર્ટ માટે સ્માર્ટ
ફોન કનેક્ટિવિટી, સેગમેન્ટમાં સૌપ્રથમ વખત ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, વાહનની બેટરીની

સ્થિતિ, રેન્જ, ગિયર પોઝિશન ઇન્ડિકેટર અને શિફ્ટ એડવાઇઝરી, એમ્બિયન્ટ લાઇટ
સેન્સર, ગિયર શિફ્ટ, નીચા ઇંધણ સૂચક, ટ્રીપ મીટર વગેરે જેવી 39 વિવિધ સુવિધાઓ સાથે
આવે છે.
 
વધુ વ્યક્તિત્વ
એક્સેસરીઝની વ્યાપક શ્રેણી સાથે, તમે નવી Karizma XMRને તમને જરૂર હોય તેવી ચોક્કસ
બાઇકમાં ફેરવી શકો છો. એન્ટી-ગ્લેયર રીઅર વ્યુ મિરર, હગર ફેન્ડર, મોબાઈલ હોલ્ડર, મેગ્નેટિક
ટાંકી બેગ અને થાઇ પેડ જેવી એસેસરીઝ મોટરસાઈકલના એકંદર દેખાવ અને અનુભૂતિમાં
વધારો કરે છે અને ગ્રાહકોને તેમની સવારીની જરૂરિયાતો અને શૈલી અનુસાર તેમની
બાઇકમાંથી વધુ બહાર કાઢવા સક્ષમ બનાવે છે.
 
મોહક કલર્સ
વિશિષ્ટ કલર્સ સેગમેન્ટમાં Karizma XMRનું સ્પષ્ટ વર્ગીકરણ કરે છે. Karizma XMR ત્રણ
અલગ-અલગ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે – આઇકોનિક યલો, ટર્બો રેડ અને મેટ ફેન્ટમ બ્લેક.

Related posts

નબળા Q2 પરિણામો પર ગ્લોબસ સ્પિરિટ્સ 13% ઘટ્યો; સ્ટોક ટાંકી 10 મહિનામાં 59%

Navbharat

નેસ્લે ઇન્ડિયાએ ક્વાર્ટરમાં રૂ. 5,000 કરોડના ટર્નઓવરને વટાવવાનું સીમાચિહ્ન હાંસલ કર્યુ

Navbharat

RBIના વિરામ બાદ 3 બેંકોએ ધિરાણ દરમાં 10 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે

Navbharat