સ્વતંત્ર દિનએ દર વર્ષે 15મી ઓગષ્ટના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસે 1947માં ભારત
એ બ્રિટીશ સામ્રાજ્યથી આઝાદી મેળવી હતી, તો આ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.
76માં સ્વતંત્ર દિન નિમિતે, ઝી ટીવીના કલાકારો, જેવા કે, ભાગ્ય લક્ષ્મીનો મોહિત મલ્હોત્રા,
રબ સે હૈં દુઆનો કરણવીર શર્મા, મીતની આશી સિંઘ, કુમકુમ ભાગ્યનો અભિષેક મલિક, પ્યાર
કા પહેલા અધ્યાય શિવશક્તિનો અર્જુન બિજલાની, પ્યાર કા પહેલા નામ રાધા મોહનની
નીહારિકા રોય તથા મૈત્રીની ઇશિતા ગાંગુલી ભારતના એક જવાબદાર નાગરિક હોવા વિશે
તેમના વિચારો જણાવે છે તથા આ દિવસની તેમની શ્રેષ્ઠ યાદોં વર્ણવે છે.
મોહિત મલ્હોત્રા, જે ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં વિક્રાંતનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “સ્વતંત્ર
દિનએ એક રિમાઇન્ડર છે કે, સ્વતંત્રતા માત્ર એક શબ્દ નથી, પણ એક વારસો છે, જેને આપણી
ભાવિ પેઢીઓને વળગી રહેવું તેનું રક્ષણ કરવું તથા તેને આગળ લઇ જવું જોઈએ. આપણે એ
પણ સમજવું જોઈએ કે, આ માત્ર એક વિશેષાધિકાર નથી, પરંતુ એક મૂળભૂત અધિકાર છે, જે
આપણને સમર્થ બનાવે છે. હું નાનો હતો ત્યારે, શાળામાં સ્વતંત્ર દિનની ઉજવણી બહુ મોટેપાયે
થતી તો તેના માટે ખૂબ જ ઉત્સાહિત રહેતા. ધ્વજ વંદન, ડાન્સ પફોર્મન્સ અને શાળાના
અલગ-અલગ હાઉસ દ્વારા દેશભક્તિના ગીતો ગવાતા. આવી નાની-નાની ઉજવણીમાં ભાગ
લેવામાં બહુ મજા આવતી. એક ગૌરવપૂર્ણ ભારતીય હોવાને નાતે, હું તેની સાથે આવતા દરેક
મૂળભૂત અધિકારોનું પાલન કરું છું અને આપણે હવે જ્યારે આ દિવસની ઉજવણી કરવા જઈ
રહ્યા છીએ તો, જે લોકોએ સ્વતંત્રતા માટે લડી અને શહિદ થયા છે, તેમને ક્યારેય નહીં
ભૂલીએ.”
કરણવીર શર્મા જે ઝી ટીવીના રબ સે હૈં દુઆમાં હૈદરનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “સ્વતંત્ર
દિનની વાર્ષિક ઉજવણીએ મને આપણા હક અને આપણા જીવનમાં આઝાદીના મહત્વની યાદ
અપાવે છે. તે મારી અંદર દેશભક્તિની જાગૃતતા જગાવે છે અને મને ખાતરી છે કે, દરેક
ભારતીયની અંદર પણ આ જ જુસ્સો હશે. મને ગર્વ છે કે, હું આ દેશનો નાગરીક છુંઅને આપણા
દેશને સ્વતંત્ર અપાવા માટે જે સ્વતંત્ર સેનાનીઓ લડ્યા છે, તેમને હું સલામ કરું છું. મારી શાળાના દિવસો દરમિયાન, મને યાદ છે, અમે ખાસ ઉજવણી કરતા, એક બાળક તરીકે તેની
મહત્વતા ન જાણતા હોવા છતા પણ
એ દિવસે ધ્વજને આકાશમાં લહેરાવતા. જો કે, જેમ-જેમ અમે મોટા થતા ગયા, એમ તેનું
મહત્વ સમજતા ગયા. મારા માટે સ્વતંત્રદિનનો અર્થ છે, દરેક બાબતમાં સમાનતા, જ્યાં દરેક
વ્યક્તિ, કોઈપણ જાતિય, જ્ઞાતિય કે રંગના ભેદભાવ વગર કોઈપણ ડર વગર તેમનો હક
મેળવી શકે. આ ખાસ પ્રસંગે, હું દરેકને દિલથી શુભેચ્છા પાઠવું છું અને બધાને એટલું જ કહીશ
કે, હંમેશા તમારા માટે તથા તમારા હક માટે લડો.”
આશી સિંઘ, જે ઝી ટીવીના મીતમાં સુમીતનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મારા માટે સ્વતંત્રતા
એટલે, મારા વ્યક્તિ મૂલ્ય અને મંતવ્ય અનુસાર નિર્ણય લેવો, જે મારા માટે ખૂબ જ મહત્વનું
છે. મને ભારતીય હોવાનો ગર્વ છે અને હું આપણા દેશના સ્વતંત્ર સેનાનીઓને સલામ કરું છું.
એક દેશ તરીકે આપણે ઘણો વિકાસ કર્યો છે, પણ હવે આપણે વ્યક્તિગત રીતે કામ કરવાની
જરૂરિયાત છે, જેથી આપણા દેશમાં સુધારા લાવી શકાય. એક જવાબદાર નાગરીક તરીકે,
આપણે આપણા હક માટે લડવું જોઈએ અને દેશના વિકાસ અને સારાપણા માટે કામ કરવું
જોઈએ. દેશના દરેક નાગરીકને 76માં સ્વતંત્ર દિનની હાર્દિક શુભકામના.”
અભિષેક મલિક, જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં અક્ષયનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “આપણા
સ્વતંત્ર સેનાનીઓએ જે લાંબી લડત આપી હતી તેની નિશાની છે, આપણો સ્વતંત્ર દિન અને તે
આપણા દેશની યુવા પેઢીને પણ પ્રેરણા આપે છે. તેથી જ, સ્વતંત્ર દિનની ઉજવણી જરૂરી છે, જે
આપણી અંદર આઝાદીના જુસ્સાને જીવંત રાખે છે. શાળાના દિવસો દરમિયાન સ્વતંત્ર દિનની
ઉજવણી કરવાનો સૌથી શ્રેષ્ઠ હિસ્સો હતો, અમારા યુનિફોર્મ પર નાના ધ્વજને લગાડવા, મિઠાઈ
મેળવવી, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લેવો અને આઝાદીના સમયના દેશભક્તિના સ્કિટ્સને
ફરીથી રજૂ કરવા. આ મારી બાળપણની યાદોં છે, જે હંમેશા ખુશી આપે છે.”
સના સૈય્યદ, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં પાલકીનું પાત્ર કરી રહી છે તે કહે છે, “સ્વતંત્ર
દિનએ સમગ્ર રાષ્ટ્રમાં ગર્વ અને સ્વતંત્રતાની સામૂહિક ભાવના જગાડે છે. આ દિવસે, સમગ્ર
દેશના લોકો સાથે મળીને ઊંડા સાંસ્કૃતિક મૂલ્યો સાથે જમીન પર જોડાયેલા હોવાનો આનંદ
માણે છે. બાળપણમાં મને યાદ છે કે, સ્વતંત્ર દિને બધા મિત્રો સાથે મળીને અમારી કમ્યુનિટીમાં
ધ્વજવંદન કરતા હતા. સાથે મળીને રાષ્ટ્રગાન ગાતા અને પ્રસંગોને યાદ કરતા. શાળામાં
દેશભક્તિના ગીતો ગાતા અને આ અનુભવ હંમેશા મારી અંદર ગર્વની અનુભૂતિ કરતો. મારા
ચાહકોને હું એટલો જ સંદેશ આપીશ કે, સ્વતંત્રતાને સ્વિકારી અને જીવનને ભરપૂર માણો. આજે આપણે 76મા સ્વતંત્ર દિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે, ચાલો આપણે આનંદમય,
આશાવાદથી ભરપૂર અને શાંતિપૂર્ણ જીવન જીવવાની સ્વતંત્રતાની ઊજવણી અને કદર કરીએ.
જય હિંદ!”
અર્જુન બિજલાની, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિમાં શિવનું પાત્ર કરી રહ્યો
છે, તે કહે છે, “સ્વતંત્ર દિવસએ આપણા રાષ્ટ્રમાં ગર્વ અને સ્વતંત્રતાની ગહન ભાવના જગાડે
છે, જે આપણા જીવંત સાંસ્કૃતિક વારસાની ઉજવણીમાં ઉમેરો કરે છે. બાળપણમાં, મને યાદ છે,
મારા મિત્રો અને હું ધ્વજવંદન માટે ખૂબ જ ઉત્સાહિત રહેતા અને એકસાથે મળીને રાષ્ટ્રગીત
ગાતા અને તહેવારને માણતા હતા. હજી પણ જ્યારે રાષ્ટ્રગીત ગાવામાં આવે તો, મારી અંદર
એક કંપારી છૂટી જાય છે. તાજેતરના વર્ષોમાં, મેં વાઘા બોર્ડરની મુલાકાત લીધી હતી અને
આપણા જવાનોને મળ્યા હતા. એ એક અદ્દભુત અનુભવ રહ્યો અને દિલમાં ઉંડે સુધી અસર
કરી. સરહદના દિલમાંથી પ્રેક્ષકોને સંબોધતા હું અત્યંત ઉમંગ અને ઉત્સાહથી ભરાઈ ગયો.
પરંપરાગત રીતે એક ટાસ્ક મહિલા દ્વારા પફોર્મ કરવામાં આવે છે, પણ મને ગર્વ છે કે, બિટીંગ
રિટ્રીટ સેરેમનીનું મને નેતૃત્વ કરવાનું સન્માન મળ્યું અને બીએસએફના આ આમંત્રણ માટે
ખૂબ-ખૂબ આભાર. મારા માટે આ ગર્વની ક્ષણ હતી, જે હંમેશા મને યાદ રહેશે. આપણે 76મા
સ્વતંત્ર દિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ચાલો આપણે આપણી આઝાદીને આનંદ અને
આશાવાદથી માણીએ. જય હિંદ!”
નીહારિકા રોય, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા નામ રાધા મોહનમાં રાધાનું પાત્ર કરી રહી છે તે
કહે છે, “સ્વતંત્ર દિન નિમિતે, આપણે હંમેશા આપણા સ્વતંત્ર સેનાનીઓને યાદ રાખવા જોઈએ,
જેઓ આપણા માટે લડ્યા છે. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે, આપણે આપણી આઝાદીનો
લાભ ના ઉઠાવીએ અને તેનો સારી રીતે ઉપયોગ કરીએ, કેમકે આપણે આપણા દેશના એક
સારા નાગરીક છીએ. હકિકતે તો, સ્વતંત્ર સેનાનીઓએ સ્થિતિસ્થાપક્તા અને એક્તા પર જે
અધ્યાય લખ્યો છે, તે આપણને સતત પ્રેરણા આપે છે. આ હકિકત છે, અમે પણ આ વખતે
પ્યાર કા પહેલા નામ રાધા મોહનના સેટ પર સ્વતંત્ર દિન નિમિતે ખાસ એપિસોડ શૂટિંગ કરી
રહ્યા છીએ. જેમાં પ્રસિદ્ધ અભિનેત્રી અદિતિ શર્મા (રબ સે હૈં દુઆની દુઆ) અને નિક્કી શર્મા
(પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિની શક્તિ) પણ ભાગ લેશે. જ્યાં હું ‘ભારત માતા’ની જેમ
તૈયાર થઈ છું. હું એટલું જરૂરથી કહીશ કે, આ અવતારમાં કંઈક અલગ જ અનૂભુતિ થાય છે, જે
શબ્દોમાં વર્ણાવી શકાય નહીં. મને ખાતરી છે કે, દર્શકો પણ આ સ્પેશિયલ એપિસોડને પસંદ
કરશે. બધાને સ્વતંત્ર દિનની હાર્દિક શુભકામના!”
ઇશિતા ગાંગુલી, જે ઝી ટીવીના મૈત્રીમાં ઝુમકીનું પાત્ર કરી રહી છે તે કહે છે, “સ્વતંત્ર દિનએ
નાનપણથી જ મારા મન, આત્મા અને દિલમાં કોતરાયેલો છે. જ્યારે પણ હું આપણું રાષ્ટ્રગીત
કે કોઈપણ દેશભક્તિનું ગીત સાંભળું તો, મારી અંદર એક રાષ્ટ્ર હોવાની ભાવના જાગે છે. બધા
બાળકોની જેમ, મને પણ શાળામાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવી ખૂબ જ ગમતી, મને યાદ છે
અમે દેશભક્તિના ગીતો પર ડાન્સ કરતા. થોડો સમય અને સ્વતંત્ર સેનાનીઓની જેમ તૈયાર
થઈને સ્કીટ પણ કરતા. હું દેશના દરેક નાગરીકને એટલું જ કહીશ કે, સારા બનો અને દેશ માટે
થોડું કરો અને ક્યારેય આઝાદીને હળવાશથી ના લો, કેમકે આપણા સ્વતંત્ર સેનાનીઓ તેના
માટે ખૂબ લડ્યા છે. સ્વતંત્ર દિનની હાર્દિક શુભકામના.”