NavBharat
Sport

સ્ટાર સ્પોર્ટ્સે લંકા પ્રીમિયર લીગના ભારત, ઉપમહાદ્વિપ અને MENA રિઝનમાં બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ હાંસલ કર્યા

ભારતના અગ્રણી સ્પોર્ટ્સ નેટવર્ક એવા સ્ટાર સ્પોર્ટ્સે આગામી લંકા પ્રીમિયર લીગ (LPL) 2023નાં મીડિયા રાઈટ્સ હાંસલ કર્યા છે. આ લીગ 30 જુલાઈથી 21 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
બ્રોડકાસ્ટ રાઈટ્સ મેળવ્યા બાદ સ્ટાર સ્પોર્ટ્સ લીગનું પ્રસારણ ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ, માલદિવ્સ અને યુએઈ સહિતના MENA પ્રદેશમાં કરશે.
આઈપીજી ગ્રૂપ (જેઓ સત્તાવાર રીતે લંકા લીગના રાઈટ્સ ધરાવે છે) ના ફાઉન્ડર અને સીઈઓ અનીલ મોહન શંખધારે જણાવ્યું કે,”સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક લંકા લીગની ચોથી સિઝનનાં બ્રોડકાસ્ટર તરીકે જોડાયા હોવાની જાહેરાત કરવાનો મને આનંદ છે. લંકા પ્રીમિયર લીગ એ ક્રિકેટની ટોચની બ્રાન્ડ હોવાની સાથે ટેલેન્ટેડ યુવા ખેલાડીઓને તક આપતું એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ હોવાનું તેણે સાબિત કર્યું છે. સ્ટાર સ્પોર્ટ્સ જેવા વિશ્વાસુ સ્ટેકહોલ્ડર સાથે અમે ઉચ્ચ સ્તરીય ટી-20 ક્રિકેટની સાથે શાનદાર લાઈવ એક્શન ભારત, શ્રીલંકા, ઉપમહાદ્વિપ અને MENA પ્રદેશનાં લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ.”
લંકા પ્રીમિયર લીગ 2023નાં ટુર્નામેન્ટ ડિરેક્ટર સમાંથા દોડાનવાલાએ આ અંગે જણાવ્યું કે,”મને વિશ્વાસ છે કે લંકા પ્રીમિયર લીગની આગામી સિઝન દર્શકો અને ફ્રેન્ચાઈઝીઓ વચ્ચેના ઉત્સાહને વધુ નવા સ્તરે પહોંચાડાશે. ટુર્નામેન્ટને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવા માટે અમે જાણીતા બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સને સાથે જોડી રહ્યાં છીએ. જે લીગને વધુ મોટા દર્શક સમૂહ સુધી લઈ જશે.”
સ્ટાર સ્પોર્ટ્સ પાસે ઘણી આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક સ્પોર્ટ્સના અધિકારો રહેલા છે. જેમાં આઈસીસી, આઈપીએલ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, ઈન્ડિયન સુપર લીગ, પ્રીમિયર લીગ અને વિમ્બલડન જેવા ઉચ્ચ સ્તરીય રમત ટુર્નામેન્ટ સામેલ છે. જેમાં લંકા પ્રીમિયર લીગનો ઉમેરો થયા બાદ સ્ટારના ક્રિકેટિંગ રોસ્ટરમાં વધારો થશે.
સ્ટાર સ્પોર્ટ્સનાં પ્રવક્તાએ કહ્યું કે,”અમે લંકા પ્રીમિયર લીગ સાથેના જોડાલ અંગે ઉત્સાહિત છીએ. લીગમાં રોમાંચક મેચો અને શાનદાર ફેન બોઝ સામેલ થશે. અમે શાનદાર જોડાણ અને દર્શકોના યાદગાર અનુભવ માટે તૈયાર છીએ.”
લીગની આગામી સિઝનમાં બાબર આઝમ, શાકિબ અલ હસન, ડેવિડ મિલર ઉપરાંત શ્રીલંકાના સ્ટાર ખેલાડીઓ એવા થિસારા પરેરા, વાનિંદુ હસરંગા, એન્જેલો મેથ્યુઝ અને કેપ્ટન દાસુન શનાકા રમતા જોવા મળશે. ચોથી સિઝનની મેચો કોલમ્બો અને કેન્ડીમાં રમાશે.
કોલમ્બો સ્ટ્રાઈકર્સ, દમ્બુલા ઑરા, ગલ્લે ટાઈટન્સ, જાફના કિંગ્સ અને બી-લવ કેન્ડી એમ કુલ 5 ટીમ વચ્ચે ટાઈટલ માટે લડાઈ જોવા મળશે.

Related posts

સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટમાં 600 વિકેટ લેનારો બીજો ઝડપી બોલર બન્યો છે.

Navbharat

ટી -20 વર્લ્ડ કપ 2022 પાકિસ્તાન ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવીને ત્રીજી ટી -20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો

Navbharat

ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાની વાપસી જરૂરી, ટી-20 વર્લ્ડ કપ પહેલા શું થશે વાપસી  

Navbharat