NavBharat
Education

સ્કિલ ઇન્ડિયા ડિજિટલ એ તમામ કૌશલ્ય પહેલોને એકસાથે લાવવા માટે એક અદ્યતન પ્લેટફોર્મ છે – શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

દરેક ભારતીયને ગુણવત્તાયુક્ત કૌશલ્ય વિકાસ, સંબંધિત તકો અને ઉદ્યોગસાહસિકતા માટે સમર્થન મળે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તેમજ ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ (SID)લોન્ચ કર્યું, જે એક વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ છે, જેનો હેતુ ભારતના કૌશલ્યો, શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગસાહસિકતાના માળખામાં સુમેળ સાધીને તેમાં પરિવર્તન લાવવાનો છે. આ પ્લેટફોર્મ લાખો ભારતીયો, કે જેઓ વધુ સારી તકો અને ઉજ્જવળ ભવિષ્યની શોધમાં છે, તેઓની આકાંક્ષાઓ અને સપનાઓને મૂર્તિમંત કરે છે, કારણકે આ પ્લેટફોર્મ ઉદ્યોગ-સંબંધિત કૌશલ્ય અભ્યાસક્રમો, નોકરીની તકો અને ઉદ્યોગસાહસિકતા માટેના સહયોગનો વ્યાપ વધારે છે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહ્યા હતા.


SID એ ભારતના કૌશલ્ય, શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) છે. ડિજિટલ ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રી 4.0 ના કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને કૌશલ્ય વિકાસને વધુ નવીન, સુલભ અને વ્યક્તિગત બનાવવાના દ્રષ્ટિકોણથી પ્રેરિત આ અત્યાધુનિક પ્લેટફોર્મ કુશળ પ્રતિભાઓની નિયુક્તિમાં ઝડપ લાવવા, આજીવન શીખવાની સુવિધા પ્રદાન કરવા અને કારકિર્દીને આગળ વધારવા (કરિયર એડવાન્સમેન્ટ) માં એક મોટી સફળતા સાબિત થશે. DPI અને ડીજીટલ ઈકોનોમીના નિર્માણ માટે G20 ફ્રેમવર્કમાં દર્શાવવામાં આવેલ વિઝન સાથે આ પ્લેટફોર્મ સંપૂર્ણપણે સુસંગત છે, જેથી ડિજિટલ કૌશલ્યો અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન મળે. તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા માટેની તમામ સરકારી પહેલો માટે એક વ્યાપક માહિતીનું પ્રવેશદ્વાર પણ છે, એટલે કે, કરિયર એડવાન્સમેન્ટ અને આજીવન શીખવા માંગતા ભારતના નાગરિકો માટે એક ‘ગો ટુ હબ છે.’

લોન્ચ કાર્યક્રમ દરમિયાન શ્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે સ્કિલ ઈન્ડિયા ડિજિટલ એ તમામ કૌશલ્ય પહેલને એકસાથે લાવવા માટેનું એક અદ્યતન પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે વૈશ્વિક ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કૌશલ્યના અંતરને દૂર કરવા માટે ભારત દ્વારા કરવામાં આવેલી હિમાયત પર સર્વસંમતિ સધાઈ એ ભારતની સફળ G20 અધ્યક્ષતાનું કેન્દ્રબિંદુ હતું. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની દિશામાં વધુ એક ડગલું આગળ વધતા MSDE (કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય) એ ભારતની વિવિધ વસ્તી વિષયક કૌશલ્યની જરૂરિયાતોને સંબોધવા માટે એક ઓપન-સોર્સ પ્લેટફોર્મ બનાવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્કિલ ઈન્ડિયા ડિજિટલ એ આપણા ડેમોગ્રાફિક ડિવિડન્ડનો ઉપયોગ કરવા અને ભારતને વૈશ્વિક કૌશલ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં વધુ એક પગલું છે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં ક્રાંતિ લાવતું સ્કિલ ઇન્ડિયા ડિજિટલ તમામ માટે કોઇપણ સમયે, કોઇપણ સ્થળે કૌશલ્ય વિકાસ શક્ય બનાવશે.

G20 સમિટની સફળતાના થોડા દિવસો પછીશ્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે સમિટમાં સૌથી મહત્વપૂર્ણ કરારો પૈકી એક DPIs પર હતો. સ્કિલ ઈન્ડિયા ડિજિટલ ચોક્કસપણે યુવાનો માટે સૌથી મહત્વપૂર્ણ DPIs પૈકીનું એક છે અને ન્યૂ ઇન્ડિયા માટેના પ્રધાનમંત્રીશ્રીના વિઝનના સૌથી મહત્વપૂર્ણ બે ઘટકોનું સંયોજન છે- સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા. આ બંને ખૂબ જ સશક્ત યોજનાઓ છે, જેમનો એકમાત્ર ઉદ્દેશ ભવિષ્યલક્ષી કૌશલ્યો સાથે દેશના યુવાનોને કૌશલ્યપૂર્ણ બનાવવા તે સુનિશ્ચિત કરવાનો છે. તેનાથી અનેક તકો ઊભી કરવામાં મદદ મળશે. કોરોના મહામારીના પછીના આ વિશ્વમાં ડિજિટલ કૌશલ્યો વિશે ખૂબ જ જાગૃતિ આવી છે, ત્યારે એવા સમયમાં સ્કિલ ઇન્ડિયા ડિજિટલ એન્ટરપ્રેન્યોરશિપ અને ફ્યુચર-રેડી વર્કફોર્સ એટલે કે ભવિષ્ય માટે તૈયાર કાર્યબળને સક્ષમ બનાવશે.

નીચેના ઘટકો SID પ્લેટફોર્મને વિસ્તૃત કરશે અને અસંખ્ય લાભો પ્રદાન કરશે:

1. આધાર/AI આધારિત ફેશિયલ ઓથેન્ટિકેશન

2. ડિજિટલ વેરિફાયેબલ ક્રેડેન્શિયલ્સ (DVC)

3. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) સૂચનો

4. આધાર બેઝ્ડEkyc

5. ડિજિટલ લર્નિંગ

6. સિટિઝન-સેન્ટ્રિક એપ્રોચ (નાગરિકલક્ષી અભિગમ)

7. મોબાઈલ-ફર્સ્ટ એપ્રોચ

8. સ્કેલ અને સ્પીડ

9. સુરક્ષાના માપદંડો

10. ઇન્ટરઓપરેબિલિટી(આંતર કાર્યક્ષમતા)

11. વોટ્સએપ ચેટબોટ

12. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ

રાજ્યકક્ષાના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે દેશમાં પરિવર્તન અને સશક્તિકરણને વેગ આપવા માટે બનાવવામાં આવેલ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મના નિર્માણમાં સક્રિયપણે સામેલ ટેક્નોલોજી ટીમ સાથે વાતચીત કરી. પ્લેટફોર્મનો દરેક વિભાગ નાગરિકોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

સ્કિલ ઈન્ડિયા ડિજિટલ યુઝર-ફ્રેન્ડલી છે અને તેનું ઇઝી ટુ યુઝ ઇન્ટરફેસ વિવિધ પ્રકારના ઉપકરણો માટે અનુકૂળ છે. ભારત એ વિવિધ ભાષાઓનો દેશ છે, અને સ્કિલ ઈન્ડિયા ડિજિટલ વિવિધ ભારતીય ભાષાઓને સપોર્ટ કરતું હોવાથી, સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. આધાર દ્વારા eKYC થતું હોવાથી, સુરક્ષાની દૃષ્ટિએ તે મહત્વપૂર્ણ બની રહેશે. તે સુનિશ્વિત કરશે કે માત્ર સત્તાવાર યુઝર્સ જ આ પ્લેટફોર્મ સુધી પહોંચી શકે. મોબાઇલ ફર્સ્ટ અપ્રોચના લીધે તે યુઝર્સને મોબાઇલ પર ઉપલબ્ધ બનશે, જેના લીધે તેનો લાભ કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થાનેથી તેમને મળી રહેશે.

સ્કિલ ઇન્ડિયાએ એક વિશેષ ફીચર તરીકે ક્યૂઆર કોડની મદદથી ડિજિટલ સીવી મેળવી શકાય તેવી વ્યવસ્થા કરી છે. તેના દ્વારા માત્ર એક સ્કેન કરીને, નોકરીપ્રદાતા અથવા કોઈ પાર્ટનર કોઈનો ડિજિટલ પોર્ટફોલીયો મેળવીને તે વ્યક્તિની લાયકાત, અનુભવ અને ઉપલબ્ધિ વિશે જાણી શકે છે. સ્કિલ ઇન્ડિયા તાલીમ અને કૌશલ્ય વિકાસ પર ખાસ ભાર મુકે છે, તેથી આ પ્લેટફોર્મની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ વિવિધ વિભાગો દ્વારા શરૂ કરવામાં આવેલા દરેક તાલીમ કાર્યક્રમો તેમાં સામેલ થઇ શકે. સરકારી તાલીમ કાર્યક્રમોને સ્કિલ ઈન્ડિયા ડિજિટલમાં એકીકૃત કરીને, આ પ્લેટફોર્મ કૌશલ્ય વિકાસ પહેલ માટે એકીકૃત અને કેન્દ્રિય હબ બનશે.

સ્કિલ ઇન્ડિયા ડિજિટલ કૌશલ્ય પ્લેટફોર્મ પર આ સુવિધાઓના લીધે, ભારતમાં કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં ક્રાંતિની શરૂઆત થશે. યુઝર્સને તે જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે, તેમજ તેઓ ઉદ્યોગોને લગતા ટ્રેન્ડ્સથી પણ માહિતગાર થઇ શકશે. આ રીતે તેઓ ભારતમાં કુશળ માનવબળ વિકાસમાં સક્રિયપણે યોગદાન આપશે.

ડિજિટલ કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સહભાગિતા અને યુઝર્સને બહોળો સ્કોપ આપવા માટે, આ ઈવેન્ટ દરમિયાન AICTE, CBSE, NIELIT, ઇન્ફોસીસ, માઇક્રોસોફ્ટ, AWS (Amazon), RedHat, વાધવાની ફાઉન્ડેશન, UNICEF, ફ્યુચર સ્કિલ્સઅને ટેક મહિન્દ્રા ફાઉન્ડેશન સહિતની અગ્રણી સંસ્થાઓ સાથે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા.

Related posts

Byjus બેંગલુરુમાં તેની સૌથી મોટી ઓફિસ જગ્યા ખાલી કરવાનું શરૂ કરે છે

Navbharat

ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ડેકિન યુનિવર્સિટી કેમ્પસ

Navbharat

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન 2022 ના વિજેતાઓનું સન્માન કર્યું, ઇન્ડિયાસ્કિલ્સ 2023-24 લોન્ચ કરી

Navbharat