NavBharat
Entertainment

સા રે ગા મા પાના સેટ પર જાવેદ જાફરીનો દિકરા મીઝાન એ તેના પિતાના પ્રસિદ્ધ ગીત ‘બોલ બેબી બોલ રોક-એન-રોલ’ પર ડાન્સ કર્યો

ઝી ટીવીનો પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પાએ જોરશોરથી પાછો આવ્યો છે, તેમા હિમેશ
રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિકને જજ તરીકે તથા આદિત્ય નારાયણને હોસ્ટ તરીકે જોવા મળશે. હવે, દર
સપ્તાહે ટોચના 11 સ્પર્ધકો જજ અને દર્શકોને પ્રભાવિત કરી સિંગર ઓફ ધ વીકનું ટાઈટલ જીતવા માટે તેમનો શ્રેષ્ઠ
પ્રયત્ન કરી રહ્યા છે. આ દરમિયાન જ શોના નવા ફોર્મેટની સાથે કંઈક નવી પ્રતિભા રજૂ કરવાની બાબતે દર્શકોમાં એક
અલગ જ આકર્ષણ ઉભું કર્યું છે, સપ્તાહ દર સપ્તાહ કેટલાક સુંદર પફોર્મન્સ સાથે દર્શકો પણ આ સિંગિંગ
સેન્સેશન્સને જોઈને સારો એવો સમય વિતાવી રહ્યા છે.
માધુરી દિક્ષિત, ઉદિત નારાયણ, સન્ની લિઓન બાદ આ સપ્તાહને અંતે, દર્શકો યારિયાઁ ટુના કાસ્ટ – દિવ્યા ખોસલા
કુમાર, મીઝાન જાફરી અને પર્લ વી પુરીને જોશે, તેમની સાથોસાથ મ્યુઝીક ડિરેક્ટર અને કમ્પોઝર જીત ગાંગુલી પણ
‘દોસ્તી સ્પેશિયલ’ એપિસોડની શોભા વધારતા જોવા મળશે. મીઝાનને મળ્યા બાદ જજ હિમેશ રેશમિયાને તેના
પિતા જાવેદ જાફરી યાદ આવ્યા અને ‘મેરી જંગ’ મૂવીના ગીત ‘બોલ બેબી બોલ રોક-એન-રોલ’ ગીત પરના તેમના
પફોર્મન્સ વિશે ચર્ચા કરી અને તેમને મીઝાનને વિનંતી કરી કે આ સ્ટેપ તે સ્ટેજ પર કરીને બતાવે.
હિમેશ રેશમિયા કહે છે, “તારા પિતા ખૂબ જ મહાન કલાકાર અને ડાન્સ છે, મીઝાન, જ્યારે જાવેદ જાફરીએ મેરી
જંગમાં ગીત ‘બોલ બેબી બોલ રોક-એન-રોલ’ ગીત પર પફોર્મ કર્યું તો, તેમને હંગામા મચાવી દીધો હતો. મને લાગે છે
કે, તમારામાં પણ આંતરિક ડાન્સની આવડત છે, પણ હું તને પૂછવા માંગું છું કે, શું તારામાં ખરેખર ડાન્સનું કૌશલ્ય
છે.”
તેના જવામાં મીઝાને કહ્યું કે, “મને લાગે છે કે, આના વિશે તો લોકો જ વધુ સારું કહી શકશે.” (તે હસે છે)
મીઝાનનો ડાન્સ જોયા બાદ આપણે એટલું જ કહ્યું કે, તેને તેના પિતાની શૈલી પર ડાન્સ કરવાનું અચાનક જ મળી
ગયું. પણ મીઝાનના પફોર્મન્સએ બધાને પ્રભાવિત કરી દીધા, ત્યારે તમે પણ સ્પર્ધકોના અન્ય પફોર્ન્મન્સને જોવા સુધી
રાહ જૂઓ.

Related posts

રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર તમારા રૂંવાટા ઊભા કરી દેશે! પિતા-પુત્રના પ્રેમની અનોખી વાર્તા

Navbharat

રૂવાંટા ઊભા કરે એવી ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત સીરીઝ ‘ધ રેલવે મેન’નું ટ્રેલર થયું રિલીઝ

Navbharat

પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા આખર ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરાશે

Navbharat