કાશ્મીરમાં બાળકોની સુરક્ષા માટે વધુ સારી કામગીરી કરવાને કારણે ભારત અપમાનજક (દાગી) દેશોની યાદીમાંથી થયું બહાર
છેલ્લા 9 વર્ષથી મોદી-શાહની જોડી ભારતને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ આપવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સફળ વ્યૂહરચનાનું પરિણામ છે કે, 12 વર્ષના લાંબા અંતરાલ પછી પહેલીવાર ભારતનું નામ સંયુક્ત રાષ્ટ્રના ‘ચિલ્ડ્રન એન્ડ આર્મ્ડ કોન્ફ્લિક્ટ રિપોર્ટ’માંથી હટાવવામાં આવ્યું છે. યુનાઈટેડ નેશન્સે (સંયુક્ય રાષ્ટ્રે) સ્વીકાર્યું છે કે, ભારત સરકારે ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં “બાળકોને વધુ સારી રીતે સુરક્ષિત કરવા” માટે યોગ્ય પગલાં લીધાં છે.
એક સમય હતો જ્યારે ભારતનું નામ બુર્કિના ફાસો, કેમરૂન, લેક ચાડ બેસિન, નાઈજીરિયા, પાકિસ્તાન અને ફિલિપાઈન્સ જેવા દેશોની સાથે ‘બદનામ યાદી’માં રાખવામાં આવતું હતું. પરંતુ મોદી-શાહની જોડીએ આ અશક્યને પણ શક્ય કરીને બતાવ્યું છે. યુએનના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ‘ચિલ્ડ્રન એન્ડ આર્મ્ડ કોન્ફ્લિક્ટ રિપોર્ટ’ની નવી યાદીમાંથી ભારતનું નામ હટાવી દીધું છે. બાળ અધિકારોના ઉલ્લંઘન અંગેના બનવાવાળા અહેવાલમાં જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ ‘સંઘર્ષના ક્ષેત્ર’ તરીકે કરવામાં આવતો હતો. આ વાર્ષિક અહેવાલ મંગળવારે જારી કરવામાં આવ્યો હતો. તેમાં બાળકો પર સશસ્ત્ર સંઘર્ષની અસર અને વિવિધ દેશોમાં તેમના અધિકારોના ઉલ્લંઘન અંગે અહેવાલ આપવામાં આવે છે. અગાઉ, બાળકોની સુરક્ષા અને જમ્મુ અને કાશ્મીરમાં સશસ્ત્ર સંઘર્ષને કારણે, સંયુક્ત રાષ્ટ્રએ ભારતને ‘દાગી અને અપમાનિત દેશો’ની યાદીમાં મૂક્યું હતું. અનુચ્છેદ 370 અને 35A નાબૂદ થવાનું પરિણામ છે કે, 2010 પછી પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીર, કે જે યુએનની કલંકિત સૂચિમાંથી બહાર થયું છે, આજે જમ્મુ અને કશ્મીર સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે.
છેલ્લા 9 વર્ષોમાં મોદી-શાહની જોડીએ એક પછી એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યા છે, જેના પરિણામે જમ્મુ-કાશ્મીરને મુખ્ય પ્રવાહમાં લાવવાનો તેમનો આ પ્રયાસો સફળ થતો જોવા મળી રહ્યો છે. કલમ 370 હટાવીને જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવનાર મહેનતું નેતા અમિત શાહે જ્યારે સંસદમાં તેનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તમામ વિરોધ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધીઓ કહેતા હતા કે ‘કલમ 370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે.’ પરંતુ ભારતીય રાજકારણના ચાણક્ય શાહની નીતિઓની આ અસર એવી થઈ કે કોઈએ એક કાંકરી પણ ઉપાડવાની હિંમત ન કરી.
અનુચ્છેદ 370 નાબૂદ કર્યા પછી જ જમ્મુ-કાશ્મીમાં કિશોર ન્યાય (બાળકોની દેખભાળ અને સંભાળ) અધિનિયમ 2015 મુજબ બાળ કલ્યાણ સમિતિ અને કિશોર ન્યાય બોર્ડ જેવી ન્યાયિક સેવા આપવાવાળા માળખાની સ્થાપના થઈ. યુનાઈટેડ નેશન્સ દ્વારા સૂચવવામાં આવેલા ઘણા પગલા પહેલાથી જ અમલમાં મૂકવામાં આવ્યા છે. બાળ સુરક્ષા અંગે સશસ્ત્ર અને સુરક્ષા દળોને તાલીમ આપવામાં આવી રહી છે. બાળકો પર જીવલેણ અને અન્ય બળપ્રયોગ પ્રતિબંધિત છે. ‘પેલેટ ગન’નો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે અને એ પણ નક્કી કરવામાં આવ્યું છે. સંજોગોવસાત જ્યારે અન્ય કોઈ બીજો રસ્તો ન હોય ત્યારે જ શક્ય તેટલા ઓછા સમયગાળા માટે બાળકોની અટકાયતમાં કરવામાં આવે.
અમિત શાહની ચાણક્ય નીતિઓનું જ પરિણામ છે કે, કલમ 370 અને 35A હટ્યા બાદ હવે ભારતની દુનિયામાં એક અલગ ઓળખ બની છે. યુએનના ‘ચિલ્ડ્રન એન્ડ આર્મ્ડ કોન્ફ્લિક્ટ રિપોર્ટ’ની કલંકિત યાદીમાંથી બહાર આવવું એ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે. ભારતે હવે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે.