NavBharat
Entertainment

શું એક સાસુ તેની ભવિષ્યની વહુને ઉછેરી શકશે…?

ઝી ટીવીનો નવા કાલ્પનિક શોની શરૂઆત એક ગુજરાતી પરિવારની સર્વેસર્વાના સિમાચિન્હરૂપ
નિર્ણયની સાથે શરૂ થાય છે, જે ભવિષ્યમાં પરિવારને એક સાથે રાખવા માટે એક છોકરીને દત્તક લઇને

તેને આદર્શ વહુ તરીકે ઉછેરશે ~

છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય દર્શકોની સાથે જોડાયેલી હોય તેવી આકર્ષક વાર્તા રજૂ કરી
છે, ઝી ટીવીએ દર્શકોની સામે વધુ એક વિચાર ઉત્પ્રેરક કાલ્પનિક વાર્તા- ક્યુંકી… સાસ મા, બહુ બેટી હોતી હૈં પ્રેક્ષકોની
સામે રજૂ કરવા તૈયાર છે. આ વાર્તા દર્શકોને ગુજરાતમાં લઈ જાય છે, જ્યા એક વાઇબ્રન્ટ નવરાત્રીની ઉજવણી થઈ રહી
છે, પણ સુરતના રાજગૌર પરિવારમાં તોફાન મચી ગયું છે, જ્યાં સૌથી નાની વહુ હેતલ એક વહુના પરંપરાગત વર્તનથી
વિરુદ્ધ અલગ થવા માંગે છે. આ અનઅપેક્ષિત ઘટનાથી પરિવારની સૌથી મોટી વહુ અને પરિવારની સર્વેસર્વા અંબિકા
તૂટી જાય છે, કેમકે તેની સૌથી પહેલી પ્રાથમિક્તા પરિવારને જોડીને રાખવાની છે. ‘સાસુ ક્યારેય મા કે વહુ ક્યારે દિકરી
નથી બની શકતી’ પુત્રવધુની આ માન્યતાને ખોટી સાબિત કરવા માટે, અંબિકા એક અલજ પ્રકારનો નિર્ણય લે છે, જેમાં
તેના ઘરના દરવાજે એક અનાથ બાળકી કેસરને કોઈ મૂકીને ગયું હોય તેને એક દિકરી તરીકે નહીં પણ વહુ તરીકે ઉછેરે છે.
ગુરૌવદેવ ભલ્લા સ્ક્રીન્સ એલએલપી દ્વારા પ્રોડ્યુસ આ રસપ્રદ વાર્તા પ્રેક્ષકોને આકર્ષિત કરવા તૈયાર છે, જેનું પ્રિમિયર
18મી સપ્ટેબરના રોજ જોવા મળશે અને દરરોજ સાંજે 6.30 વાગ્યાથી પ્રસારિત થશે ફક્ત ઝી ટીવી પર!
માનસી જોશી રોય અને નવિકા કોટિયા જેવા કલાકારો આકર્ષક કલાકારોની સાથે વાર્તામાં સુંદર શહેર સુરતની પાશ્ચાદભૂ
પર આધારીત છે. માનસી જોશી રોયએ એક સશક્ત અંબિકાનું પાત્ર કરી રહી છે, જે એવા સિદ્ધાંતોની સાથે જીવે છે કે,
નવા વિચારો સાથે આગળ વધવું સારું છે, પણ આપણે આપણા વર્ષોથી ચાલી આવતા સંસ્કારોને પણ ક્યારેય ભૂલવા
જોઈએ નહીં. તે નાનપણમાં જ કેસરને દત્તક લે છે અને જ્યારે તે બંને નિર્ણય લેવા માટે પરિપક્વ થાય ત્યારે તેની
સંમતિથી તેના દિકરાની સાથે લગ્ન કરાવશે. નવિકા કોટિયા જેને ઇંગ્લિશ વિંગ્લિશમાં તેના પાત્રથી દર્શકો પર એક છાપ
છોડી હતી તે અહીં કેસરની ભૂમિકા કરતી જોવા મળશે જે મોટી થઇને એક મિલનસાર છોકરી બને છે. તે મહત્વકાંક્ષી છે,
સાથોસાથ પરિવારના સપનાની સાથે તેના પોતાના સપનાની વચ્ચે સમતુલા કઈ રીતે રાખવી તે પણ સમજે છે. તે ક્યારેય
હાર નથી માનતી, તે હંમેશા મને છે કે, ‘કાં તો જીતી લઇશું કે પછી શિખી લઇશું”.
શોએ તેના પહેલા પ્રોમોનું પ્રસારણ થતા જ સોશિયલ મીડિયા પર ધ્યાન આકર્ષિત કર્યું છે, ક્યુંકી.. સાસ મા, બહુ બેટી
હોતી હૈંએ તાજેતરમાં જ મુંબઈમાં શોના સેટ પર એક આકર્ષક મીડિયા અનુભવની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યાં
સમગ્ર કલાકારોએ એક અંબે મા કી મહા આરતીની સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્ય કલાકારો મીડિયાને સેટની
મુલાકાતે લઈ ગયા હતા. ત્યારબાદ મિજબાનીની તૈયારી હતી, જ્યાં હાજર રહેલા લોકોએ સુરતની સ્થાનિક વાનગીઓ
સાથેની પરંપરાગત ગુજરાતી થાળીને માણી હતી.
અપર્ણા ભોસલે, ઝી ટીવીની બિઝનેસ હેડ કહે છે, “અમારા આગામી કાલ્પનિક શોની વાર્તા એક સશક્ત મહિલા દ્વારા
લેવામાં આવેલા સિમાચિન્હરૂપ પગલાની આસપાસ ફરે છે, જેમાં તે બાળકે દત્તક લઈને તેનો ઉછેર દિકરી તરીકે નહીં પણ
એવી આશા સાથે કરે છે કે, તે ભવિષ્યમાં તેની પુત્રવધુ બનશે. આવું કરવા પાછળનો તેનો હેતુ એવો છે કે, એ છોકરીને

એવી કેળવણી આપે જે ભવિષ્યમાં એક વહુ તરીકે પરિવારને સંગઠિત રાખે. આશા રાખીએ છીએ કે, પારિવારિક મૂલ્યો
અને ભારતીય સંસ્કૃતિના મૂળિયા દર્શાવતી આ વાર્તાની સાથે દર્શકો પણ જોડાશે.”
પ્રોડ્યુસર ગુરૌદેવ ઓફ ગુરૌદેવ ભલ્લા સ્ક્રીન્સ એલએલપી કહે છે, “ઝી ટીવીની સાથે આ અમારું પ્રથમ એસોશિયેશન છે
અને અમે એક નવો કોન્સેપ્ટ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. ક્યુંકી… સાસ મા, બહુ બેટી હોતી હૈંમાં એક એવું
પારિવારિક નાટક છે, જ્યાં એક માતા એક છોકરીને તેની દિકરી તરીકે નહીં, પણ મોટી થઈને તેની ‘વહુ’ બનશે એવું
વિચારીને દત્તક લઇને તેનો ઉછેર કરશે. વાર્તા જ એવી છે, તે તેને કંઈક નવું કરવા પ્રેરે છે અને આ જ વિચાર કંઈક અલગ
છે. આપણી પાસે આકર્ષક પફોર્મન્સ ઓનબોર્ડ છે, જેમાં અનુભવી કલાકાર માનસી જોશી રોય, ગોપી દેસાઈ અને ડોલ્ફીન
દુબે મુખ્ય ભૂમિકામાં છે અને નવોદિત નવિકા કોટિયા પણ અમારા શોમાં મુખ્ય પાત્ર તરીકે જોડાશે. આ નવી વાર્તા દ્વારા
આશા રાખીએ છીએ કે, અમે દર્શકોના દિલને સ્પર્શીને મનોરંજન કરી શકીશું.”
માનસી જોશી રોય કહે છે, “ક્યુંકી સાસ મા, બહુ બેટી હોતી હૈં જેવા એક અલગ શોનું મધ્યવર્તિ પાત્ર ભજવતા હું ખૂબ
જ ખુશ છું. અંબિકાના પાત્રમાં ઘણું છે, લેખકએ એટલો સામર્થ્યથી ભરપૂર પાત્ર લખ્યું છે કે, એક પફોર્મર તરીકે તમને
ઘણું શિખવા મળે. અંબિકા જે લાગણીઓમાંથી પસાર થઈ રહી છે, તેની સાથે દર્શકો ખરેખર જોડાશે. એક કલાકાર તરીકે
પણ હું આ પાત્રને આત્મસાત કરવા અને અંબિકા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”
નવિકા કોટિયા કહે છે, “આ શોમાં હું મારું સર્વપ્રથમ અગ્રણી પાત્ર મેળવીને ખૂબ જ ઉત્સાહિત છું અને આના માટે હું ઝી
ટીવી તથા મારી પ્રોડક્શન ટીમની પણ આભારી છું કે, તેમને મને આ તક આપી. કેસરનું પાત્રએ ખરેખર મજાનું છે, કેમકે
વાસ્તવિક જીવનમાં જ્યારે અંગત જીવન અને કામની વચ્ચે સમતોલન જાળવવાનું આવે ત્યારે હું પણ તેના જેવી જ છું.
આ કોન્સેપ્ટ ટેલિવિઝન પર ક્યારેય એક્સપ્લોર નથી થયો અને મને ખાતરી છે કે, દર્શકો મારા પાત્રની સાથે સાથોસાથ
શોના સંદેશ પણ જોડાશે કે, દરેક માતા અને પુત્રવધુએ છેવટે તો મા-દિકરી જેવી જ હોય છે.”
અત્યંત લાગણી તથા માનવિય સંબંધની નજાકતતાને રજૂ કરે છે, ક્યુંકી… સાસ મા, બહુ બેટી હોતી હૈં જે દર્શકોને તેમની
ટીવી સ્ક્રીન સામે જકડી રાખશે… શો જૂઓ દરરોજ સાંજે 6.30 વાગે શરૂ થઈ રહ્યો છે, 18મી સપ્ટેમ્બરથી ફક્ત ઝી
ટીવી પર..!

Related posts

MTV રોડીઝનું ગ્રાન્ડ ફિનાલે – કર્મ યા કાંડ ; શું પ્રિન્સ ગેંગ ફાઇનલમાં પ્રવેશ કરી શકશે?

Navbharat

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટને લગ્ન પહેલાનું આમંત્રણ

Navbharat

તમન્ના ભાટિયાના ચાહકે સુરક્ષાનો ભંગ કર્યો અને ઈવેન્ટમાં સેલ્ફી લેવા માટે તેના પર ધક્કો માર્યો

Navbharat