19મી ઓગસ્ટના દિવસે વિશ્વ ફોટોગ્રાફી દિનની ઉજવણી કરવામાં આવે છે, જેફોટોગ્રાફીના શોખીનોની
સાથોસાથ જેઓ વિઝુઅલ ઇમેજરીથી મોહિત થાય છે તેમના બંને માટે એક પ્રસંગ છે. આજે ફોટોગ્રાફીને
સૌથી આકર્ષક કળામાંની એક ગણવામાં આવે છે અને આ દિવસ છે, જ્યારે આ ક્ષેત્રના શ્રેષ્ઠ સંશોધકો
કેટલીક સામાન્ય વસ્તુઓને સૌથી અસામાન્ય રીતે કેપ્ચર કરવાનો હેતુ ધરાવે છે. આ ઉજવણીમાં સમગ્ર
વિશ્વના પ્રોફેશનલ્સ જોડાય છે, ત્યારે ઝી ટીવીના કલાકારો જેવા કે, ભાગ્ય લક્ષ્મીનો મોહિત મલ્હોત્રા, કુંડલી
ભાગ્યનો માનિત જૌરા, મીતનો સૈય્યદ રઝા અહમદ અને મૈત્રીની ભાવિકા ચૌધરી તેમના જીવનની ક્ષણોના
કેપ્ચરીંગના મહત્વ વિશે ચર્ચા કરે છે.
મોહિત મલ્હોત્રા, જે ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં વિક્રાંતનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “આજે, વિશ્વ
ફોટોગ્રાફી દિન નિમિતે, હું એટલું જ કહીશ કે, કેટલીક શ્રેષ્ઠ ક્ષણોને એક કેમેરાથી કેપ્ચર કરવીએ જાદુથી કંઈ
ઓછું નથી. ફોટોગ્રાફીએ ફક્ત કળા નથી, પણ તેમાં લાગણી, અનુભવ અને વાર્તા બધું જ એક જ ફ્રેમમાં
જોવા મળે છે. મને લાગે છે કે, ફોટોગ્રાફીએ મને એક અલગ જ દ્રષ્ટિકોણ આપે છે, મારા માટે આ એક શોખ
નથી પણ કંઈક શોધવાનો પ્રવાસ છે. મારા માટે કોઈની સાથે પિક્ચર શેર કરવાનો અર્થ છે, મારા વિશ્વનો
એક ભાગ વહેંચવો. તો, એ બધા જ ફોટોગ્રાફર માટે છે, જેઓ તેમની દરેક ક્લિકની સાથે સુંદરતા, લાગણી
અને વાર્તાને કેપ્ચર કરે છે. ચાલો આપણે પણ એક ફોટોગ્રાફ દ્વારા યાદોંના કેનવાસ પર પેઇન્ટિંગ કરીએ.
વિશ્વ ફોટોગ્રાફી દિનની હાર્દિક શુભકામના!”
માનિત જૌરા, જે ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં રિષભનું પાત્ર કરી રહ્યો છે, તે કહે છે, “મારા કેમેરામાંથી જ્યારે
જોઉં ત્યારે મને કુદરતની સુંદરતા અને પ્રાણીઓના જંગલીપણામાં પણ શાંતિ મળે છે. વિશ્વ ફોટોગ્રાફી દિન
પર, હું મારા પ્રવાસ વિશે વિચારું છું. મારો કેમેરો હંમેશા શાંત અને ખાસ ક્ષણોને કેપ્ચર કરે છે, જે હંમેશા
મારા દિલમાં જ રહે છે. હું અભિનેતા બન્યો હોવા છતા પણ, ક્યારેક ‘ફોટોગ્રાફી’ વિશે વિચારું છું, કેમકે
ક્યારેક આ બાબતને હું પ્રોફેશનલી લઈ શક્યો હોત. મારા માટે આ એક નવા વિચાર જેવું છે, દર સેકન્ડ
જ્યારે તમે ક્લિક કરતા હોય ત્યારે તે સૌથી મહત્વનું છે કે તમે શાંતિથી કોઈ મહત્વનો ફોટો લો. હું જ્યારે
ફોટો લઉં તો, મારા માટે સમય ઉભો રહી જાય છે. ફોટો મારી આત્માને ખુશી આપે છે તેથી મને તેની
ઉજવણી કરવી ગમે છે. આજે, હું એ સમયને ખૂબ જ માણું છું અને જોઉં છું કે, કઈ રીતે કોઈ વ્યક્તિ મારા
ચહેરા પર સ્મિત લાવતું હતું. એ સમગ્ર ક્ષણ મને ફરી જીવંત કરે છે અને મને તે ખૂબ જ ગમે છે.”
સૈય્યદ રઝા અહમેદ, જે ઝી ટીવીના મીતમાં શ્લોકનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “હું માનું છું કે, ફોટોગ્રાફી
દિનએ એક અદ્દભુત કળાની ઉજવણી છે, જે શબ્દો વગર વાર્તા કહે એ રીતની ક્ષણોની ઉજવણી છે.
ફોટોગ્રાફમાં એ શક્તિ છે, જે આપણને વિવિધ સ્થળે લઈ જાય, આપણી અંદરની ભાવનાને જાગૃત કરે અને
યાદોંને સંઘરેલી રાખે. કુદરતની નયનરમ્ય સુંદરતા હોય કે, શહેરી જીવનની ધમાલ અને ખળભળાટ કે કોઈ
અંગત પળ જે લોકો એકબીજાની સાથે માણતા હોય, ફોટોગ્રાફી આ બધી જ બાબત આપણને ફોટોગ્રાફરના
દ્રષ્ટિકોણથી વિશ્વ સમક્ષ રજૂ કરે છે. એક કલાકાર તરીકે, હું વિઝ્યુઅલ વાર્તા કહેવાનું મહત્વ સમજું છું,
ફોટોગ્રાફ પણ એક સારી રીતે કરાયેલા સીનની જેમ લાગણી, મૂડ અને સંદેશને પ્રેક્ષકોની સાથે જોડે છે. તો
આજે, ચાલો આપણે ફોટોગ્રાફરના કામને વખાણીએ જે, થોડી જ ક્ષણોમાં થાક્યા વગર ક્ષણોને ફ્રીઝ કરે છે.
વિશ્વ ફોટોગ્રાફી દિનની હાર્દિક શુભકામના!”
ભાવીકા ચૌધરી, જે ઝી ટીવીના મૈત્રીમાં નંદિનીનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મને ફોટો ક્લિક કરવા ખૂબ
જ ગમે છે, કેમકે મારી દ્રષ્ટીએ આ એક એવી કળા છે, જેમાં સમયને કેદ કરવાની, લાગણીઓને સમાવિષ્ટ
કરવાની તથા વાર્તાઓને આવરી લેવાની શક્તિ છે. વિશ્વ ફોટોગ્રાફી દિનએ એક એવો જાદુ ઉભો કરે છે,
જેમાં આપણે દરેક ક્ષણને ફ્રેમ કરી શકીએ છીએ, જે સમય અને જગ્યાની મર્યાદાથી પાર કરવાની મંજૂરી
આપે છે. ફોટોગ્રાફીનો જાદુએ આપણે જે કેપ્ચર કરીએ તેમાં જ સમાયેલું છે એવું નથી, પણ આપણે તેની
સાથે જોડાઈ પણ શકીએ છીએ. હું ખુશ છું કે, આજનું વિશ્વ દરેક નાની-નાની ક્ષણોને કેપ્ચર કરી શકે છે અને
તેને જીવનભર સંભાળી શકે છે. આ ખાસ દિવસે હું દરેક ફોટોગ્રાફરનો આભાર માનું છું, જેઓ આપણા
જીવનની શ્રેષ્ઠ ક્ષણોને કેપ્ચર કરે છે.”