NavBharat
Gujarat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વિઝનરી લિડરશીપમાં દેશમાં રેલ સેવાઓ સંસ્કૃતિ, પર્યટન અને તીર્થસ્થાનને જોડવાનું યાતાયાતનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની છે -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ૫૦૮ રેલ્વે સ્ટેશનોના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે નવી દિલ્હી થી વિડિયો કોન્ફરન્સ દ્વારા કરાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના અસારવા રેલ્વે સ્ટેશનથી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રેલ્વે સેવાઓ દેશની સંસ્કૃતિ, પર્યટન અને તીર્થસ્થાનને જોડવાનું મહત્ત્વપૂર્ણ યાતાયાત માધ્યમ બની છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશના ૫૦૮ રેલ્વે સ્ટેશનોનો રૂ. ૨૪ હજાર કરોડના ખર્ચે પુનઃનિર્માણનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાતનાં ૨૧ રેલ્વે સ્ટેશનોનું પણ રૂ.૮૪૫ કરોડના ખર્ચે પુનઃનિર્માણ થવાનું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના ૯ વર્ષના સુશાસનમાં દેશની માળખાકીય સુવિધાઓમાં ખાસ કરીને રેલ્વે, રોડ, હવાઈ સેવાઓના વિસ્તરણ અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ મળતી થઈ છે.

ગુજરાતમાં રેલવે સેવાઓના વિસ્તરણ તથા અન્ય માળખાકીય સુવિધાઓ માટે રૂ. ૩૦,૮૦૦ કરોડનાં કામો ચાલી રહ્યા છે અને ૨૦૨૩-૨૪ ના બજેટ માં વિક્રમ જનક રૂ. ૮૩૩૨ કરોડ આવા કામો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યાં છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, જનસેવા અને ઇઝ ઓફ લિવિંગ વધારવાની પ્રતિબદ્ધતા હોય તો કેવાં ક્રાંતિકારી પરિણામ લાવી શકાય તે વડાપ્રધાનશ્રીએ દેશને બતાવ્યું છે.

તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, ભારતમાં નિર્મિત એવી મેઇક ઇન ઇન્ડિયા ૨૫ વંદે ભારત ટ્રેન દેશને વડાપ્રધાનશ્રીએ આપી છે,તેમાં બે ગુજરાતને મળી છે.
એટલું જ નહિ ,પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરી પણ પ્રગતિમાં છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, પ્રવાસનને પ્રમોટ કરવા વિસ્ટાડોમ કોચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલ કનેક્ટિવિટી, ખેડૂતોની ખેતપેદાશો માર્કેટ સુધી પહોંચાડવા કિસાન રેલ આજે દોડી રહી છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ અમૃત ભારત સ્ટેશન યોજના દ્વારા દેશનાં રેલ્વે સ્ટેશનનોને આઇકોનિક પ્લેસીસ બનાવવાનો સંકલ્પ કર્યો છે.
ગુજરાતના સમગ્રતયા ૮૭ સ્ટેશનોને આનો લાભ મળવાનો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં નિર્માણ થઇ રહેલી ગતિશકિત યુનિવર્સિટી અને દાહોદમાં રેલ્વે એન્જિન ફેક્ટરી પુનઃ કાર્યરત થવામાં વડાપ્રધાનશ્રીના વિઝનની વિશદ છણાવાટકરી હતી.

આ અવસરે રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીને કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નવ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના તમામ ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. આજે સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી આગળ વધી રહ્યું છે, સમગ્ર દેશમાં આજે ૫૦૮ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે જે ભૂમિ પૂજન થયું છે એ સમગ્ર દેશવાસીઓ માટે એક ગર્વની વાત છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશની ધુરા સંભાળી છે ત્યારથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ખૂબ ભાર મૂક્યો છે અને નવ વર્ષમાં દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી આગળ વધી રહ્યું છે.

સાંસદશ્રી કિરીટભાઈ સોલંકીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં ૫૦૮ રેલવે સ્ટેશનનો શિલાન્યાસ થયો છે.
અમદાવાદ ડિવિઝનના ૯ સહિત રાજ્યના ૨૧ રેલવે સ્ટેશનનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઈ- ભૂમિ પૂજન થયું છે. ભારતીય રેલ આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે.
સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રી-ડેવલપ થનાર રેલ્વે સ્ટેશનમાં અસારવા, ભચાઉ, ભક્તિનગર, ભરૂચ, બોટાદ જંકશન, ડભોઇ જંક્શન, ડેરોલ જંકશન, ધાંગધ્રા, હિંમતનગર, કલોલ જંકશન, કેશોદ, મિયાગામ કરજણ જંકશન, ન્યુ ભુજ, પાલનપુર જંકશન, પાટણ, પ્રતાપનગર, સંજાણ, સાવરકુંડલા, સુરેન્દ્રનગર, વિરમગામ, વિશ્વામિત્રી જંકશનનો સમાવેશ થાય છે.

આ રેલ્વે સ્ટેશનમાં ઉપલબ્ધ થનાર સુવિધાની વાત કરીએ તો સ્ટેશનોનું પરિવર્તન રૂફ પ્લાઝા, શોપિંગ ઝોન, ફૂડ કોર્ટ, કિડ્સ પ્લે એરીયા વગેરેની સુવિધાઓ સાથે સિટી સેન્ટર તરીકે કરવામાં આવશે.
આ સાથે યાત્રીઓની સુવિધા માટે અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર, મલ્ટી લેવલ પાર્કિંગ, લિફ્ટ, એક્સેલેટર, એક્ઝિક્યુટિવ લોન્જ, વેટીંગ એરીયા, ટ્રાવેલેટર, દિવ્યાંગજન અનુકૂળ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે.

આમ મલ્ટી મોડલ કનેક્ટિવિટીના સમન્વય સાથે રી- ડેવલોપ થનારા સ્ટેશનનો પ્રદેશની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે.

આ કાર્યક્રમ પ્રસંગે અસારવા રેલ્વે સ્ટેશન ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા,અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટ પરમાર, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણા ડી.કે. સર્વે ધારાસભ્યશ્રીઓ, સર્વે કાઉન્સિલરશ્રીઓ, ડીઆરએમ શ્રી સુધીર કુમાર શર્મા, રેલ્વેના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

૨૪ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: ‘જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’

Navbharat

અરવલ્લી: “સ્વચ્છતા હી સેવા” હેઠળ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ વતન ચારણવાડ ગામે કર્યું સ્વચ્છતા અભિયાન

Navbharat

ગુજરાતમાં વર્ષ-૨૦૨૩-૨૪ની સિઝનમાં અંદાજે રૂ.૨૬૮ કરોડની કેરીનું વેચાણ :૬.૧૩ લાખ મેટ્રિક ટન કેરીનું કરાયું વેચાણ

Navbharat