NavBharat
Business

લાઇઝોલના #નોમોરહાફટ્રુથ્સ અભિયાને ફીનાઇલ અંગેની ખોટી માન્યતાઓને તોડી; સોશિયલ મીડિયા પર 800 મિલિયનથી પણ વધારે વ્યૂઝ મેળવીને ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત કર્યો લાઇઝોલે પોતાના ઉત્પાદનો મારફતે શાળાઓ અને રસોડાના ફ્લોરની સફાઈને સુવિધાજનક બનાવવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે સહયોગ સાધ્યો

છેલ્લાં ઘણાં દાયકાથી ભારતીય વપરાશકર્તાઓનું માનવું હતું કે ફીનાઇલ ફ્લોરની સફાઈ ખૂબ જ અસરકારક રીતે કરે છે, જોકે,
વિવિધ અભ્યાસો સૂચવે છે કે, સામાન્ય ફીનાઇલથી પોતું^ કરવાથી ફક્ત 50% જીવાણુ જ નાશ પામે છે. ભારતની અગ્રણી ડિસઇન્ફેક્ટન્ટ બ્રાન્ડ લાઇઝોલ
અને સ્વતંત્ર સંશોધન એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંયુક્ત અભ્યાસમાં ઘરની વિવિધ પ્રકારની સપાટીઓ પર હાનિકારક બેક્ટેરિયા અને
વાઇરસ હોવાનું ઉજાગર થયું છે, જેના કારણે વિવિધ પ્રકારની બીમારીઓ થઈ શકે છે અને ચેપ લાગી શકે છે. તેના કારણે ઝાડા થઈ શકે છે અને ચામડી પર
ચેપ લાગી શકે છે, મૂત્રમાર્ગમાં ચેપ લાગી શકે છે, ખીલ થઈ શકે છે, આંખો અને લોહીમાં પણ ચેપ લાગી શકે છે. આ અંગે જાગૃતિ પેદા કરવા માટે લાઇઝોલે
29 મે, 2023ના રોજ #નોમોરહાફટ્રુથ્સ નામનું એક સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય ફીનાઇલની કાર્યક્ષમતા અંગેની ખોટી
માન્યતાઓને તોડવાનો તથા સફાઈની યોગ્ય પ્રક્રિયા અંગે વપરાશકર્તાઓમાં જાગૃતિ પેદા કરવાનો હતો.
આ અભિયાન શરૂ કરવાનો ઉદ્દેશ્ય જીવાણુઓનો નાશ કરવા માટે ઘરમાં સામાન્ય રીતે વપરાતા ક્લીનર ફીનાઇલની મર્યાદિત અસરકારકતા અંગે જાગૃતિ પેદા
કરવાનો હતો. આ અભ્યાસમાં એ બાબત ઉજાગર થઈ હતી કે જ્યારે પોતું કરવા માટે સામાન્ય ફીનાઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે ફક્ત 50%
જીવાણુ^નો જ નાશ કરી શકે છે. વધુમાં લાઇઝોલને તેના ચઢિયાતા ઉત્પાદન માટે માન્યતા પણ પ્રાપ્ત થઈ હતી, જેના દ્વારા ફક્ત એક જ વખત પોતું
કરવાથી 99.9% જીવાણુનો નાશ^ થાય છે અને તે ત્રણ ઢાંકણાં જેટલા ફીનાઇલની સરખામણીએ 10 ગણી વધારે સારી સફાઈ* પણ કરે છે.
#નોમોરહાફટ્રુથ્સ અભિયાનને સોશિયલ મીડિયા પર ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં તેને વિવિધ પ્લેટફૉર્મ પર 800 મિલિયનથી વધારે વ્યૂઝ અને 50
મિલિયનથી વધારે લાઇક્સ, કૉમેન્ટ્સ અને શૅર્સ પણ પ્રાપ્ત થયાં હતાં.
રેકિટ-સાઉથ એશિયા, હાઇજિનના રીજનલ માર્કેટિંગ ડિરેક્ટર શ્રી સૌરભ જૈને જણાવ્યું હતું કે, ‘‘હાલમાં જ થયેલા અભ્યાસમાં ઉજાગર થયું છે કે
હોસ્પિટલમાં જોવા મળતાં બીમારી ફેલાવનારા જીવાણુઓ ભારતીય ઘરના ફ્લોર પણ પર વ્યાપકપણે ફેલાયેલા હોય છે, જે આ પરિવારો માટે આરોગ્યનું
જોખમ પેદા કરે છે. #નોમોરહાફટ્રુથ્સ અભિયાનનો ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને તેમના ઘરમાં જોવા મળતાં આ જીવાણુઓ અંગે અને તેમનો નાશ કરવામાં
સામાન્ય ફીનાઇલની અયોગ્યતા અંગે શિક્ષિત કરવાનો છે. આ અભિયાનની સફળતા ડિજિટલ ભારતીય પ્રેક્ષકોની સંભવિત શક્તિને અને તેમને સંલગ્ન કરીને
આ ચળવળ શરૂ કરવાની અમારી ક્ષમતાને દર્શાવે છે. અમે એ વાતની પણ ખાતરી કરવા માંગીએ છીએ કે અસ્વચ્છ સપાટીઓને કારણે શાળએ જતાં બાળકો
બીમાર પડવાના જોખમથી સુરક્ષિત રહે, આથી અમે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે સહભાગીદારી કરી છે, જે લાઇઝોલ વડે સપાટીને એકંદર સુરક્ષિત કરવાની
ખાતરી કરવા માટેની કટિબદ્ધતાનો આરંભ છે.’’
આ અભિયાનના ભાગરૂપે લાઇઝોલે સમીરા રેડ્ડી, નેહા ધુપિયા અને ગુરમીત ચૌધરી જેવી અગ્રણી હસ્તિઓ સાથે સહયોગ સાધ્યો છે, જેથી કરીને
સપાટીઓને ચોખ્ખી કરવામાં ફીનાઇલની મર્યાદિત અસરકારકતા અંગે વપરાશકર્તાઓને જાણ કરવા તેમને સક્રિય રીતે સંલગ્ન કરી શકાય. આ અભિયાનનો
ઉદ્દેશ્ય આ ચળવળમાં લોકોને જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો તથા જીવાણુઓનો નાશ કરવામાં ફીનાઇલ ખૂબ જ અસરકારક હોય છે એવી ખોટી ધારણાને
તોડવાનો છે, વાસ્તવમાં ફીનાઇલથી ફક્ત 50% જીવાણુઓ^નો જ નાશ થઈ શકે છે. ભારતીય પરિવારોને સુરક્ષિત રાખવાની અને જીવાણુઓથી મુક્ત
વાતાવરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાની સાથે સુસંગત રહીને લાઇઝોલે રસોડાઓ અને સ્કુલના ફ્લોર માટે સ્વચ્છતા ઉત્પાદનો પૂરાં પાડવા
અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે પણ સહયોગ સાધ્યો છે.
અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ચીફ કમ્યૂનિકેશન અને સસ્ટેનેબિલિટી ઑફિસર શ્રી અનંત અરોરાએ જણાવ્યું હતું કે, ‘‘અક્ષયપાત્ર ફાઉન્ડેશન પોષણ અને શિક્ષણના
વધુ સારા અનુભવની ખાતરી કરવા બાળકોને તંદુરસ્તી અને પૌષ્ટિક ભોજન પૂરું પાડીને તેમનું સશક્તિકરણ માટે હંમેશા પ્રયત્નશીલ છે. બાળકોના આરોગ્ય
અને સુરક્ષાની ખાતરી કરવી એ સર્વોપરી છે અને અમે સ્વચ્છતા અને ચોખ્ખાઈના વૈશ્વિક ધોરણો જાળવવામાં નિષ્ણાત લાઇઝોલ સાથે સહભાગીદારી કરીને
ગર્વ અનુભવી રહ્યાં છીએ. અમે ભેગા મળીને બાળકો માટે એક ઉજ્જવળ અને આરોગ્યપ્રદ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યાં છીએ.’’
સમીરા રેડ્ડીની પોસ્ટઃ


નેહા ધૂપિયાની પોસ્ટઃ


ગુરમીત ચૌધરીની પોસ્ટઃ


*લેબોરેટરીમાં કરવામાં આવેલા પરીક્ષણ વિરુદ્ધ સામાન્ય સફેદ ફીનાઇલ મુજબ

^સામાન્ય સફેદ ફીનાઇલ અને લાઇઝોલ માટે ભલામણ કરવામાં આવેલા મંદન પર નમૂનાના બેક્ટેરિયા પર લેબોરેટરીમાં કરવામાં આવેલા પરીક્ષણ મુજબ

Related posts

આગામી છ મહિનામાં 30 નવા વિમાન સામેલ કરશે એરઇન્ડિયા? મુસાફરોની સુવિધા માટે કંપની ઘડી રહી છે આ પ્લાન!

Navbharat

મોદી સરકારનો મહત્ત્વનો નિર્ણય, PMGKAY યોજના હેઠળ હવે વધુ 5 વર્ષ સુધી મળશે મફત રાશન, કેબિનેટે આપી મંજૂરી

Navbharat

નવેમ્બર ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓને ખૂબ ફળ્યો, જાણો કેટલું થયું વેચાણ 

Navbharat