NavBharat
Entertainment

રિયા ચક્રવર્તીની ગેન્ગના વાશુ જૈને MTV રોડીઝ- કર્મ યા કાંડ સ્પર્ધા જીતી!!

બેસુમાર હિંમત, લગની અને કટિબદ્ધતા જોયા પછી ભારતનો દાખલારૂપ સાહસ રિયાલિટી શો MTV રોડીઝ- કર્મ યા
કાંડની 19મી સીઝનને વિજેતાના રૂપમાં વાશુ જૈન મળ્યો છે. તેના ઓડિશન દરમિયાન છત્તીસગઢના આ ચેમ્પિયને
અપવાદાત્મક શારીરિક શક્તિ અને સ્થિતિસ્થાપકતા સાથે ગેન્ગ લીડર્સને સ્તબ્ધ કર્યા હતા, જેને લઈને જંગ સઘન
બન્યો હતો. ગેન્ગ લીડર રિયા ચક્રવર્તીની ગેન્ગના વાશુએ ફાઈનિસ્ટો પ્રક્રમ દંડોના અને સિવેત તોમરને શિસ્ત આપીને
ટાઈટલ જીત્યું હતું. રોમાંચક ગ્રાન્ડ ફિનાલેએ દર્શકોને તેમની બેઠક સાથે જકડી રાખ્યા હતા. કાઝાના નયનરમ્ય
શહેરની પાર્શ્વભૂમાં આ દિલધડક ખેલ જોવા મળ્યો હતો.
પ્રિન્સ સાથે પ્રવાસ શરૂ કરતાં વાશુએ શોમાં ભારે જહેમત લીધી હતી અને ગેન્ગ બદલી કર્યા પછી જ તેણે પોતાની
અસલી સંભાવના બતાવી હતી. ચાહકોના શ્વાસ અધ્ધર કરતા દિલધડક પ્રદર્શનમાં વાશુ બેજોડ એકાત્રતા સાથે વિજયી
તરીકે ઊભરી આવીને રિયાની ગેન્ગને વિજેતા ટીમ બનાવી હતી. કાઝામાં ગ્રાન્ડ ફિનાલેના ટાસ્કે સ્પર્ધાને તેમની
મર્યાદા પાર કરવા પ્રેરિત કર્યા હતા અને વાસુએ કર્મ યા કાંડની આખરી પરીક્ષામાં પોતાને કાબેલિયત સાબિત કરી
હતી.
આ શો જીતવા વિશે વાશુ કહે છે, “MTV રોડીઝ- કર્મ યા કાંડ જીત્યો તે મારે માટે પરસેવો, અશ્રૂઓ અને અતૂટ
બંધનનો પ્રવાસ રહ્યો છે. આ સૌથી ઉત્તમ લાગણીમાંથી એક છે. MTV રોડીઝ- કર્મ યા કાંડ જીવન પ્રત્યે મારા
દ્રષ્ટિબિંદુને બદલવા માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યો. મારી ગેન્ગ લીડર રિયા મામ અને સોનુ સરે મને ટેકો આપ્યો તેનાથી
આ શક્ય બન્યું છે. આરંભથી જ મારી પર વિશ્વાસ રાખનારા પ્રિન્સ સરનો પણ ખૂબ ખૂબ આભારી છું. કર્મ અને કાંડ,
અમે બધું અંગીકાર કર્યું અને ચેમ્પિયન તરીકે ઊભરી આવ્યા!”
આ જીત ગેન્ગ લીડર રિયા ચક્રવર્તીની અપવાદાત્મક લીડરશિપનો દાખલો છે. વાશુની જીત પર રિયા કહે છે, “MTV
રોડીઝ- કર્મ યા કાંડ શોથી પણ વિશેષ હતો. તે સ્થિતિસ્થાપકતા, વૃદ્ધિ અને અથાક વિશ્વાસનો માર્ગ હતો. વાશુ
સીઝનની વચ્ચે જ મારી ગેન્ગમાં આવ્યો હોવા છતાં તે ગમે તે ટાસ્ક અપાય તો પણ ઉત્તમ દેખાવ કરતો હતો. મારી
ગેન્ગ અને હું ગળાકાપ હરીફાઈનો સામનો કરતો હતો અને અમે એકત્ર મળીને દરેક અવરોધોને પાર કર્યા. મને વાશુ
અને મારી ગેન્ગની બેસુમાર જોશ બદલે ગૌરવ છે!”
શોની ફિનાલે વિશે હોસ્ટ સોનુ સૂદ કહે છે, “MTV રોડીઝ- કર્મ યા કાંડ ફરી એક વાર હોસ્ટ કરવા મળ્યું તે અતુલનીય
અનુભવ હતો. સ્પર્ધકોને ઉત્ક્રાંતિ પામતા જોવા તે ખરેખર પ્રેરણાદાયી હતું. આ રોડીઝનો પ્રવાસ જીવનમાં દરેક પડકાર
આપણી કાબેલિયત સિદ્ધ કરવાની તક હોય છે તે દર્શાવે છે. વિજેતા તરીકે ઊભી આવવા માટે વાશુને અભિનંદન. રિયા
અને તેની આખી ગેન્ગને આ જીત માટે મારી મનઃપૂર્વકની શુભેચ્છા.”
કાંડી ગેન્ગ લીડર્સ પ્રિન્સ નરુલા, ગૌતમ ગુલાટી, રિયા ચક્રવર્તી અને કર્મદાર હોસ્ટ સોનુ સૂદની આગેવાનીમાં MTV
રોડીઝ- કર્મ યા કાંડ અનેક વળાંકોથી ભરચક અપવાદાત્મક પ્રવાસ હતો, જેણે દર્શકોને સીઝનભરમાં જકડી રાખ્યા
હતા. કુરુક્ષેત્રની મંત્રમુગ્ધ કરનારી ક્ષિતિજોથી લઈને કાઝામાં રોમાંચક પડકારો સુધી દરેક પળ રોલરકોસ્ટર સવારી રહી
છે!

Related posts

સિટાડેલ નિશાન બનાવવામાં નિષ્ફળ, એમેઝોનના સીઇઓએ બજેટ વિશ્લેષણ માટે પૂછ્યું

Navbharat

પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા આખર ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરાશે

Navbharat

અક્ષય કુમાર અને ટાઈગરની ફિલ્મનું ટીઝર થશે રીલીઝ, બડે મિયાં અને છોટે મિયાં અદભૂત એક્શનમાં આવશે નજર 

Navbharat