NavBharat
Education

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઇડીએમ) એ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા અને આપત્તિ જોખમ ઘટાડા અને રાષ્ટ્રીય સુરક્ષા પર ત્રણ મહિનાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કર્યો

આપત્તિ જોખમ ઘટાડવાના આંતરરાષ્ટ્રીય દિવસના પ્રસંગે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)-ગૃહ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, ભારત સરકારે 13 ઓક્ટોબર 2023ના રોજ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઇડીએમ) ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આરઆરયુ ના રજિસ્ટ્રાર ડૉ. શિશિર કુમાર ગુપ્તા અને શ્રી રિતેશ ચૌધરીએ જીઆઇડીએમના ડાયરેકટર (નાણા અને વહીવટ) ના દ્વારા મેજર જનરલ (નિવૃત્ત) દીપક મહેરા કીર્તિ ચક્ર, એવીએસએમ, વીએસએમ, ડિરેક્ટર, સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ પોલીસ એડમિનિસ્ટ્રેશન (SISPA) ઉપરાંત શ્રી નિસર્ગ દવે, ડિરેક્ટર (ડીએમ) જીઆઇડીએમ ની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત આપત્તિ સજ્જતા, પ્રતિક્રિયા અને પુનઃપ્રાપ્તિમાં અમારી સામૂહિક ક્ષમતાઓને મજબૂત કરવા માટે સહયોગી પ્રતિબદ્ધતાનું જેવી સમજૂતીઓ આવરી લેવામાં આવીછે.

આ સહયોગનો પ્રાથમિક ધ્યેય આપત્તિ વ્યવસ્થાપન, સંશોધન, તાલીમ અને સામુદાયિક જોડાણ માટે એક મજબૂત માળખું બનાવવા માટે બંને સંસ્થાઓની શક્તિનો લાભ લેવાનો છે. આ એમઓયુ જોખમો અને આપત્તિઓ દ્વારા ઊભા થયેલા બહુપક્ષીય પડકારોનો સામનો કરવા માટે સંશોધન અને વિકાસ, તાલીમ કાર્યક્રમો, માહિતીના આદાન-પ્રદાન અને સામુદાયિક પહોંચમાં સંયુક્ત પ્રયાસો પર ભાર મૂકવાનો છે. આપત્તિ વ્યવસ્થાપનમાં અદ્યતન કુશળતા અને જ્ઞાન ધરાવતા વ્યાવસાયિકો અને સ્વયંસેવકોને સશક્ત બનાવવા માટે સંયુક્ત તાલીમ કાર્યક્રમો અને કાર્યશાળાઓ શરૂ કરવામાં આવશે.

આ સહયોગ એવા ભવિષ્યને આકાર આપવાની સામૂહિક પ્રતિબદ્ધતાને દર્શાવે છે જ્યાં, આપણા સમુદાયો પ્રતિકારક હોય અને આપત્તિઓના પડકારોને ઘટાડવા માટે સારી રીતે તૈયાર હોય. બંને સંસ્થાઓ આપત્તિ જોખમ ઘટાડવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાનો માર્ગ મોકળો કરવા માટે પ્રતિબદ્ધ છે.

ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન માટે SISPAની પ્રતિબદ્ધતાને અનુસરીને, RRUએ GIDMના સહયોગથી “ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ નેશનલ સિક્યુરિટી પર ત્રણ (03) મહિનાનો હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ” શરૂ કર્યો છે. આ અભ્યાસક્રમ માત્ર આપત્તિ જોખમ ઘટાડા અને રાષ્ટ્રીય સુરક્ષામાં પડકારો અને વ્યૂહરચનાઓની સર્વગ્રાહી સમજણ પ્રદાન કરે છે એટલું જ નહીં, પરંતુ આ નિર્ણાયક ક્ષેત્રોમાં શિક્ષણને આગળ વધારવા અને આબોહવાના વિકસતા પડકારોને પહોંચી વળવા વ્યાવસાયિકોને તૈયાર કરવા માટે આરઆરયુ અને જીઆઇડીએમની કુશળતા અને શાશ્ક્ત્તાનો પુરાવો છે. રસ ધરાવતા લોકો પાત્રતા, ફી અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી માટે આરઆરયુ અને જીઆઇડીએમની સત્તાવાર વેબસાઇટ્સની મુલાકાત લઈ શકે છે.

આરઆરયુ અને જીઆઇડીએમ વચ્ચે થયેલા એમઓયુ સુરક્ષિત, સ્થિતિસ્થાપક અને સુરક્ષિત રાષ્ટ્ર તરફની યાત્રાની શરૂઆત દર્શાવે છે. ત્રણ મહિનાના હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ અમારા સહયોગી પ્રયાસો માટે નોંધપાત્ર શૈક્ષણિક પરિમાણ છે.

Related posts

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીમાં અનુસ્નાતક ડિપ્લોમા ઇન એજ્યુકેશન – શૈક્ષણિક મૂલ્યાંકન કોર્સમાં વર્ષ 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ.

Navbharat

ઉમેદવારો માટે સારા સમાચાર – એએમસીમાં આ સ્થાનો પર કરાશે ભરતી

Navbharat

ભારતીય વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં સફળ થવા માટે આજે નવી કુશળતા વિકસાવવાની જરૂર છે.

Navbharat