NavBharat
Entertainment

મોહિત ડાગા પાસે છે 100+ અત્તરોનો સંગ્રહ!

અત્તર સંદેશ આપી શકે છે, આદર્શ વાતાવરણ નિર્માણ કરી શકે, આપણી ઓળખનો આંતરિક
હિસ્સો બની શકે, મનને પ્રફુલ્લિત કરવાનું કામ કરે છે અને ભૂલી નહીં શકાય તેવી કાયમી
છાપ છોડે છે. લક્ઝરીનો સ્પર્શ હોય, તાજગીપૂર્ણ અહેસાસની ઈચ્છા હોય કે ઉત્કૃષ્ટ અત્તર
માટે શોખ હોય, લોકો અત્તરના પરિવર્તનકારી અને ખુશનુમા પ્રકારથી મોહિત છે. આ વિશે
વાત કરીએ તો ટેલિવિઝન અભિનેતા મોહિત ડાગા, જે હાલમાં એન્ડટીવી પર ફેમિલી ડ્રામા
દૂસરી મામાં અશોક તરીકે જોવા મળી રહ્યો છે તે અત્તરો પ્રત્યે મજબૂત લગાવ ધરાવે છે
અને તે તેને મંત્રમુગ્ધ કરનાર લાગે છે. તે ભારપૂર્વક માને છે કે અત્તર સુખદ સુગંધ
આપવાથી પણ પાર જાય છે. તેને માટે અત્તર જૂની યાદો અને વિશેષ અવસરો તાજા
કરવાની, ખુશી અને રોમાંચની લાગણીઓ જગાડવાની ચાવી છે.
મોહિત અત્તર પ્રત્યે પોતાના લગાવ વિશે કહે છે, “પરફ્યુમે હંમેશાં મારા મનમાં વિશેષ
સ્થાન ધરાવ્યું છે. બાળપણથી જ હું ખુશ્બૂદાર અત્તરોથી મોહિત થતો અને મોટો થયો તેમ
અત્તરોનો ઉપયોગ અને સંગ્રહ કરવાની ઈચ્છા વધુ તીવ્ર બની. મારા શરીર પર આ
ચમત્કારી સુગંધની છાંટો નાખ્યા વિના મને અધૂરું અધૂરું લાગે છે. અત્તરોની બોટલો સંગ્રહ
કરવાની મારી આદત હવે પરિપૂર્ણ શોખમાં પરિવર્તિત થઈ છે. મારી પાસે રોટેશનમાં
40થી વધુ બોટલો છે અને દુનિયાભરની 100 બોટલો ભેગી કરી રાખી છે. દરેક પરફ્યુમની
બોટલ તેની સાથે અજોડ યાદ ધરાવે છે. આ બોટલોમાં મઢાયેલા દરેક અત્તર ભૂતકાળમાંથી
અંગત અવસરોને તાજા કરે છે. હું અત્તર છાંટું ત્યારે તે વિશેષ અવસરો જીવંત થાય છે,
જાણે કે પહેલી વાર અત્તર જીવન રહ્યો છે, તે ધારણ કરી રહ્યો છું. આ સમયના યંત્રમાં
પ્રવેશવા જેવું છે, જ્યાં અત્તરની શક્તિ મારી જૂની યાદોને તાજી કરાવે છે. આટલું જ નહીં,
મારી પાસે વિશેષ વોર્ડરોબ છે, જે મારા અત્તરોના કલેકશનનો સંગ્રહ કરવા માટે જ
સમર્પિત છે. અત્તરોના આ ખજાનામાં વોર્મ અને વૂડીથી ઓરિયેન્ટલ અને ફ્રેશનો સમાવેશ
થાય છે. મારા કલેકશનમાં બધું જ છે. આથી તમે જોઈ શકો છો કે અત્તર પ્રત્યે મારો પ્રેમ
સુખદ સુગંધ માણવાથી પણ વિશેષ છે. આ પ્રવાસ અંગત યાદો અને વિવિધ મંત્રમુગ્ધ
કરનારા અત્તરોની ખોજ કરવાની ખુશીથી ભરચક છે. આ મજેદાર સાહસ મને હંમેશાં સ્મિત
કરાવે છે.”
મોહિક ઉમેરે છે, “મારી તાજેતરની દુબઈની ટ્રિપ દરમિયાન હું દેશનાં પ્રચલિત અત્તરોમાં
પોતાને પલાળું છું. હું સંગ્રહ જોઉં ત્યારે મોહિત થઈ જાઉં છું, જેને લઈ અધધધ 16 અજોડ
બોટલો ખરીદી રાખી છે. દરેક અત્તર પોતાની અનોખી સુગંધ ધરાવે છે, જે મારાં ઈન્દ્રિયોને
સુખદ આંચકો આપે છે. અમુક અત્તરો મૂડ બહેતર બનાવવાના ગુણ ધરાવે છે, જેમ કે,
લવેન્ડરની સૂધિંગ અને રિલેક્સ કરાવતી સુગંધ. મારા ખજાનાના સંગ્રહમાં મારા પાવન

ગુરુજી દ્વારા અપાયેલું અત્તર પણ છે, જે મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. મારા
અત્તરોની આ હાઈલાઈટ છે. સંગ્રહ કરવાનો શોખીન તરીકે હું હંમેશાં મઘમઘતા સુગંધની
શક્તિમાં વિશ્વાસ રાખું છું. તે મારા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેની સાથે હું ક્યારેય
બાંધછોડ કરતો નથી. દિવસ હોય કે રાત, દીર્ઘ ટકાઉ અને સુખદ અત્તર હું જે પણ છું તેમાં
હકારાત્મક છાપ છોડે છે અને મારો જોશ બુલંદ બનાવે છે. ઉત્તમ અત્તર મારા દેખાવને
પૂરક બને છે અને મારા એકંદર સૌંદર્યને બહેતર બનાવે છે. મેં સંગ્રહ કરેલા અત્તરો
મજેદાર વાતાવરણ નિર્માણ કરવાની અને મારે માટે તથા આસપાસના લોકો માટે
હકારાત્મક વાતાવરણ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. નિયમિત રીતે આ અત્તરોનો
ઉપયોગ મારું સ્વમાન વધારે છે અને જીવન માટે મારા જોશને ઈંધણ પૂરું પાડે છે.
અગણિત વધુ અસલ અત્તરો મારી ખોજની વાટ જોઈ રહ્યા છે, જે મારા સુગંધિત પ્રવાસમાં
રોમાંચ ઉમેરે છે.”
જોતા રહો મોહિત ડાગાને દૂસરી મામાં અશોક તરીકે, દરેક સોમવારથી શુક્રવાર, રાત્રે 8.00

વાગ્યાથી, ફક્ત એન્ડટીવી પર!

Related posts

બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ ફરી વિવાદમાં! ગંભીર આરોપો સાથે નોંધાઈ FIR

Navbharat

આદિપુરુષે વિશ્વવ્યાપી બંધ બોક્સ ઓફિસ કલેક્શન

Navbharat

વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમની હારથી દુ:ખી અથિયા શેટ્ટીએ શેર કર્યો ટીમ ઇન્ડિયાનો ખાસ ફોટો, કહી આ વાત

Navbharat