NavBharat
Spiritual

મોરારી બાપુએ મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિત માનસ ના પ્રચારક મોરારી બાપુ એ રવિવારે મોરબીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લઈને ભારત સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. મોરારીબાપુની રામકથા મોરબીમાં આવેલ કબીરધામ પાસે ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે ગઈકાલથી શરૂ થઈ હતી.

રવિવારે સવારે 10:00 કલાકે મોરબીમાં ચાલી રહેલી રામકથાના સ્થળે મોરારી બાપુ, કબીરધામના મહંત શિવરામદાસ બાપુ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિત અન્ય મહાનુભાવોએ ઉત્સાહભેર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય ઝુંબેશમાં મોરારી બાપુની સહભાગિતાએ અસંખ્ય લોકોને સાવરણી ઉપાડવા અને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે ચોક્કસપણે પ્રેરણા આપી. મોરારીબાપુના શ્રમદાનને કારણે આજે કથા સવારે 10:00 વાગ્યાને બદલે 11:00 વાગ્યે શરૂ થઈ હતી.

સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાની તેમની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં, મોરારી બાપુએ એક દિવસ અગાઉ જાહેરાત કરી હતી કે આ રવિવારની રામકથા એક કલાક મોડી શરૂ થશે.

મોરારી બાપુએ કહ્યું કે, “ભારત સરકારે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની જાહેરાત કરી છે. આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે અને આપણે બધાએ તેમાં પૂરા દિલથી યોગદાન આપવું જોઈએ. વ્યાસપીઠ પણ પૂરા ઉત્સાહ સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે. હું પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવાનો છું અને સ્વચ્છ ભારત બનાવવામાં યોગદાન આપવાનો છું. હું દરેકને આ પ્રયાસમાં જોડાવા અપીલ કરું છું.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતાના આહ્વાનના પરિણામ સ્વરૂપ ‘કચરા મુક્ત ભારત’ થીમ પર પખવાડિયા લાંબી સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ રવિવારે સરકારના મંત્રીઓ, અધિકારીઓ અને નાગરિકો દ્વારા વિવિધ સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશમાં નાગરિકોની આગેવાની હેઠળ એક કલાક સુધી ચાલતા “સ્વચ્છતા માટે શ્રમદાન” માં ભાગ લેતા સાથે પૂર્ણ થયું હતું. એકતા અને મક્કમતાનું પ્રદર્શન કરીને અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલથી પ્રેરણા લઈને 14 દિવસમાં 32 કરોડથી વધુ દેશવાસીઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.

Related posts

ડીસેમ્બર મહિનાનો પ્રથમ દિવસ આ રાશિના લોકો માટે રહેશે ખાસ, જાણો રાશિ ભવિષ્ય

Navbharat

કૃષ્ણપ્રિયા રાધાજીની પ્રાકટ્યભૂમિ બરસાનાથી ૯૨૫મી રામકથાનો શુભારંભ

Navbharat

આજે બની રહ્યો છે વિશેષ ઇન્દ્ર યોગ, જાણો તેનું મહત્ત્વ! આ દિવસે કરવામાં આવશે એકાદશીનું વ્રત

Navbharat