NavBharat
Spiritual

મોરક્કો ખાતે ભૂકંપગ્રસ્તો માટે દસ લાખની સહાય અર્પણ કરતા મોરારિબાપુ

ગઈકાલે ઉત્તર આફ્રિકાના મોરક્કો ખાતે એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. મધ્ય મોરક્કો ના મારકાશ વિસ્તારમાં આવેલા ભૂકંપ બાદ પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ૮૦૦ થી વધુ લોકો ના અવસાન થયા છે અને ૬૭૨ લોકો ને નાની મોટી ઇજાઓ પહોંચી છે.
પૂજ્ય મોરારીબાપુએ ભૂકંપને કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે તેમ જ મોરક્કોની સ્થાનિક સેવાભાવી સંસ્થાને પુનઃવસનના કાર્ય માટે ભારતીય ચલણના રૂપિયા દસ લાખની સહાયતા રાશિ અર્પણ કરેલ છે. આ સહાયતા રાશિ દ્વારા સ્થાનિક જરુરીયાત મુજબ રેશન તેમજ પ્રાથમિક જરુરીયાતોની કીટનું વિતરણ કરવામાં આવશે. કેન્યા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોચતી કરવામાં આવી છે.

Related posts

અયોધ્યા રામ મંદિર સમારોહ: પ્રવેશ માટે સામાન્ય લોકો સાથે થઈ રહ્યા છે કૌભાંડ

Navbharat

પૂજ્ય મોરારી બાપૂએ સોલર મીશનના સફળ લોંચ ઉપર ઇસરોના વિજ્ઞાનીઓને અભિદનંદન આપ્યાં

Navbharat

આ થયું,આ બાકી છે-બધું છોડો,પળમાં જીવો!

Navbharat