NavBharat
Tech

મોબિક્વિક દ્વારા ઉપભોક્તાઓની નાણાકીય સુખાકારી માટે લેન્સ લોન્ચ કરાયું

અગ્રણી ડિજિટલ બેન્કિંગ મંચ મોબિક્વિક દ્વારા ઉપભોક્તાઓને તેમનાં નાણાં વિશે વિજ્ઞાન અને નાણાકીય સુખાકારીમાં સહાયરૂપ થવા માટે સશક્ત બનાવવા ઉદ્યોગમાં પ્રથમ નાણાકીય પ્રોડક્ટ લેન્સ લોન્ચ કરવામાં આવી છે.

લેન્સ અકાઉન્ટ અગ્રેગેટર ફ્રેમવર્કનો લાભ લે છે, જેઉપભોક્તાઓને નાણાકીય સંસ્થાઓમાં ડેટા સંરક્ષિત અને કાર્યક્ષમ રીતે શેર કરવા માટે મદદ કરે છે. મોબિક્વિક લેન્સ કોમ્પ્લેક્સ ફાઈનાન્શિયલ ડેટાને અનુકૂળ અને કૃતિક્ષમ બનાવવા માટે આધુનિક ટેકનોલોજી અને ડેટા સાયન્સનો ઉપયોગ કરે છે. અગાઉ મેન્યુઅલ પ્રક્રિયા ઝંઝટમય હતી, જેમાં અસંખ્ય સ્પ્રેડશીટ્સ સંકળાયેલી હતી અને હવે તે આંગળીને ટેરવે ઉપલબ્ધ છે.

મોબિક્વિક લેન્સની સંભાવના વિશે રોમાંચિત મોબિક્વિકના સહ- સંસ્થાપક અને સીઈઓ બિપિન પ્રીત સિંહ કહે છે, “લેન્સ નાણાકીય સુખાકારી, એટલે કે, નાણાં વિશે જાગૃતિ અને તેની પર નિયંત્રણનાં સૈદ્ધાંતિક પાસાંઓને પહોંચી વળે છે. અમારું સંશોધન દર્શાવે છે કે નાગરિકો માટે તેમના નાણાકીય ભીતર અને બહારી પ્રવાહો અને લેણદેણ પર ગ્રેન્યુઅલર સ્તરે દેખરેખ રાખવાનું મુશ્કેલ છે. લેન્સ માહિતગાર નિર્ણય લેવામાં સશક્ત બનાવે છે, જેને લઈ ઉપભોક્તાઓ તેમના ફાઈનાન્સ વિશે પૂર્વસક્રિય પસંદગી કરી શકે છે.”

મોબિક્વિક લેન્સ લેણદેણની વિગતો સાથે નેટવર્થનો ઓવરવ્યુ, આવતાં અને જતાં નાણાંનું સ્માર્ટ વર્ગીકરણ, બેન્ક અકાઉન્ટ બેલેન્સના પ્રવાહો, ખર્ચ, રોકાણો અને પુનઃચુકવણીઓને મર્યાદિત નહીં પણ તેના સહિત ઘણી બધી વિશિષ્ટતાઓ ઓફર કરે છે. ઉપભોક્તાઓ આસાનીથી તેમનાં બેન્ક નિવેદનો ડાઉનલોડ કરી શકે છે અને તેમનાં આગામી બિલો અને રિકરિંગ પેમેન્ટ અને ખર્ચને સારી રીતે સમજીને તેમના માસિક ખર્ચનું સારી રીતે બજેટ બનાવી શકે છે.

પ્રોડક્ટ હાઈલાઈટ્સ નામે રસપ્રદ વિશિષ્ટતા સાથે આવે છે, જે ઉપભોક્તાઓનું યોગ્ય સમયે ધ્યાન ખેંચે છે. દા.ત. ઉપભોક્તા એપરલ રિટેઈલર પાસેથી રિફંડની અપેક્ષા રાખતો હોય તો મોબિક્વિક લેન્સ અકાઉન્ટમાં રિફંડ જમા થયું છે તે આલેખિત કરે છે. આ જ રીતે ઓવરડ્રાફ્ટ ફી જેવી કોઈ પણ અસામાન્ય કપાતો તુરંત આલેખિત થાય છે. તે ખર્ચ સપ્તાહ, મહિને અને વર્ષના સમયગાળામાં કઈ રીતે વધ્યો કે ઘટ્યો તે પણ કહે છે.

“નાવીન્યતા પ્રત્યે કટિબદ્ધતા સાથે અમે ઘણા બધા બેન્ક અકાઉન્ટ્સમાં ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ મેળવવા સાથે રોકાણો, વીમો અને પેન્શન ફંડોમાં તેમનાં નાણાંનો 360 ડિગ્રી નજરિયો મેળવવા માટે પણ નવી વિશિષ્ચતાઓ સાથે લેન્સને વધુ બહેતર બનાવીશું,” એમ બિપિને ઉમેર્યું હતું.

મોબિક્વિક નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિકમાં વર્ષ દર વર્ષ 181 ટકાની વૃદ્ધિ નોંધાવીને હકારાત્મક વેરા પછીનો નફો નોંધાવનાર દેશમાં પ્રથમ ફિનટેક બની છે.

મોબિક્વિક વિશે

મોબિક્વિક ડિજિટલ બેન્કિંગ મંચ ગ્રાહકો અને વેપારીઓ માટે પણ વ્યાપક નાણાકીય યોજનાઓની શ્રેણી ઓફર કરે છે. અમારી પ્રોડક્ટ રેન્જ પેમેન્ટ્સથી ડિજિટલ ક્રેડિટ અને રોકાણો સુધી અમારા ઉપભોક્તાઓને તેમની નાણાકીય જરૂરતોને આસાનીથી પહોંચી વળવામાં મદદ કરે છે. અમારો ધ્યેય લાખ્ખો લોકોને સ્થળ કે આવકને સ્તર ગમે તે હોય તો પણ કિફાયતી અને સુવિધાજનક નાણાકીય સેવાઓને પહોંચ આફવા માટે સશક્ત બનાવે છે.

2009માં બિપિન પ્રીત સિંહ અને ઉપાસના ટાકુ દ્વારા સ્થાપિક મોબિક્વિક ભારતભરમાં આજે 140 મિલિયન નોંધણીકૃત ઉપભોક્તાઓને સેવા આપે છે. લગભગ 4 મિલિયનના મર્ચન્ટ નેટવર્ક સાથે મોબિક્વિક ભારતમાં સૌથી ભરોસાપાત્ર અને વ્યાપક ઉપયોગ કરાતા ડિજિટલ બેન્કિંગ મંચમાંથી એક છે.

અમે ભારત માટે વિશ્વ કક્ષાનૂં ડિજિટલ બેન્કિંગ મંચ નિર્માણ કરવાના અમારા લક્ષ્ય પ્રત્યે કામ કરવા સાથે મોબિક્વિક ખાતે નાવીન્યતાના નવા તબક્કામાં છીએ.

Related posts

વોટ્સએપ ટૂંક સમયમાં સ્ટેટસ નોટિફિકેશન ફીચર રજૂ કરશે

Navbharat

Truke ભારતની પ્રથમ કૉલિંગ સેન્ટ્રિક TWS, ક્લેરિટી ફાઇવનું અનાવરણ કરે છે, જેમાં 6 માઇક્સ અને ડ્યુઅલ કનેક્ટિવિટી ફીચર INR 1499 ની લિમિટેડ ઑફર પ્રાઈઝ પર છે.

Navbharat

અવકાશ ક્ષેત્રના અનશેક્લિંગને લીધે સ્ટાર્ટઅપ બૂમ થઈ છે, એમ ડ G જીતેન્દ્રસિંહ કહે છે

Navbharat