દેશમાં પ્રથમવાર આયોજિત થઈ રહેલી મોટોજીપી ભારત રેસના આયોજક ફેયરસ્ટ્રીટ સ્પોર્ટ્સએ કહ્યું કે, આ બહુપ્રતિક્ષિત રેસના ઉદઘાટન સમારોહમાં પ્રસિદ્ધ ભારતીય યોગી અને સ્વપ્નદ્રષ્ટા સદગુરુ ઉપસ્થિત રહેશે. સગદુરુનું આ કાર્યક્ર્મમાં ભાગ લેવું ફેયરસ્ટ્રીટ માટે એક ગર્વની પળ છે અને એમને સન્માનિત મહેસૂસ થઈ રહ્યું છે.
ખાસ વાત એ છે કે શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023ના રોજ સદગુરુ બાઇક પર બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ (BIC)ના થોડા રાઉન્ડ લઈને ઇવેન્ટનું ઉદ્ઘાટન કરશે. આ રેસ 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
મોટરસાયકલ પ્રત્યે સદગુરુનો જુસ્સો આજે પણ એટલો જ છે, જેટલો તેમના કોલેજકાળ દરમિયાન હતો. અહીં તેઓ આ યાદ કરે છે કે કેવી રીતે તેમની મોટરબાઈક ઘણીવાર માત્ર એક વાહન કરતાં પણ વધુ કામ કરતી હતી.
મોટરસાયકલોની સાથે તેમનો લગાવ ત્યારે એક મોટાં ઉદ્દેશ પર પહોંચી જ્યારે ગયા વર્ષે સદગુરુએ સેવ સોઇલ- માટી બચાવો અભિયાનનું નેતૃત્વ કરીને લોકોમાં જનજાગૃતિ લાવવા માટે લંડનથી દક્ષિણ ભારત સુધી યુરોપ, મધ્ય એશિયા, મધ્ય પૂર્વ અને ભારતના ૨૭ દેશોને કવર કરતા ૧૦૦ દિવસની ૩૦,૦૦૦ કિમીની એક કઠીન મોટરસાયકલ યાત્રા હાથ કરી હતી. એટલું જ નહિ આ અભિયાન થકી જમીનને અનુકૂળ નીતિઓ લાગુ કરવા માટે રાષ્ટ્રો માટે સમર્થન મેળવવું હતું.
સદગુરુએ મોટો જીપી ભારત ઇવેન્ટ આયોજક ટીમને સંબોધિત એક હેલ્મેટ પર ઓટોગ્રાફ પણ આપ્યો, જેમાં એક સુંદર સંદેશ લખ્યો “આરામ માટે ચાર પૈડાં, જીવનના પ્રેમ માટે બે પૈડાં ! સલામત સવારી – સદગુરુ”.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેમ-જેમ આ ઉદ્ઘાટન સમારોહની તારીખ નજીક આવતી જઈ રહી તેમ બાઇકિંગના શોખીનો અને રમતગમતના ચાહકોમાં અપેક્ષાઓ વધતી જાય છે. સદગુરુની ઉપસ્થિતિ આ અયોજનમાં એક નવો આયામ જોડવાનું વચન આપે છે જે વિવિધ જુસ્સોની એકતા અને વૈશ્વિક સુખાકારી માટે પ્રતિબદ્ધતાને દર્શાવે છે.