NavBharat
Education

મેટા દ્વારા શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ભવિષ્ય માટે કૌશલ્ય વિકાસ અને વેપાર સાહસિકતા મંત્રાલય, શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી

મેટા દ્વારા આજે ભારતભરમાં વિદ્યાર્થીઓ, શિક્ષણકર્તાઓ અને વેપાર
સાહસિકોને સશક્ત બનાવવા માટે શિક્ષણ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ તથા વેપાર સાહસિકતા મંત્રાલય
સાથે ત્રણ વર્ષની ભાગીદારીની ઘોષણા કરવામાં આવી હતી. આ ભાગીદારી ભારતના વિદ્યાર્થીઓના
ક્લાસરૂમથી કાર્યબળ સુધી જોડવાના પ્રવાસમાં શિક્ષણ અને કૌશલ્યમાં કાર્યોને એકત્ર લાવે છે.
ભાગીદારી હેઠળ મેટાએ ત્રણ લેટર ઓફ ઈન્ટેન્ટ (એલઓઆઈ) પર સહીસિક્કા કર્યા છે. તેમાં ભારતમાં
વેપાર સાહસિકતા અને કુશળતા વિકાસને પ્રમોટ કરવા તાલીમ, કન્સલ્ટન્સી અને સંશોધનમાં સંકળાયેલી
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ (એનઆઈઈએસબીયુડી) તથા
ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કાનૂની સંસ્થા અને રાષ્ટ્રીય સ્તરની ટેક્નિકલ શિક્ષણ માટેના કાઉન્સિલ ઓલ
ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) અને જાહેર અને ખાનગી શાળાઓ માટે
ભારતમાં શિક્ષણનું રાષ્ટ્રીય સ્તરનું મંડળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન (સીબીએસઈ) સાથે કરારનો
સમાવેશ થાય છે.
આ અવસરે બોલતાં શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ અને વેપાર સાહસિકતા માટેના કેન્દ્રીય મંત્રી શ્રી
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આજે રજૂ કરાયેલી આ પહેલ ભારતને દુનિયાની કૌશલ્ય મૂડી
બનાવવાના અને આપણી અમૃત પેઢીને સશક્ત બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયના
ભાગરૂપ છે. "એજ્યુકેશન ટુ એન્ટરપ્રેન્યોરશિપ ભાગીદારી પરિવર્તનકારી છે, જે તળિયાના સ્તરથી
ડિજિટલ કૌશલ્યને ગતિ આપશે. આનાથી આપણી પ્રતિભાઓની ક્ષમતા નિર્માણ થશે, વિદ્યાર્થીઓ,
યુવાનો, કાર્યબળ અને માઈક્રો- એન્ટરપ્રેન્યોર્સ ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓ સાથે આસાનીથી જોડાશે
અને આપણી અમૃત પીઢી નવી યુગની સમસ્યાની ઉકેલકર્તા અને એન્ટરપ્રેન્યોર્સમાં ફેરવાઈ જશે.
ભારતની લોકશાહી, જનસંખ્યા અને વૈવિધ્યતા ટેકનોલોજી પરિવર્તન સાથે જોડાશે, જેથી
ટેકનોલોજી સંપૂર્ણ સમાજ માટે સમાન બની રહેશે. એનઈપી, મેટાના એનઆઈઈએસબીયુડી,
સીબીએસઈ અને એઆઈસીટીઈ સાથે ભાગીદારીઓની ખૂબીઓના માર્ગદર્શનથી મહત્ત્વપૂર્ણ
ડિજિટલ કૌશલ્ય સાથે આપણી વસતિને સુસજ્જ બનાવવા માટે અનેક શક્યતાઓનાં દ્વાર ખૂલી જશે
અને માઈક્રો એન્ટરપ્રેન્યોર્સ અને નાના વેપારો સશક્ત બનશે,'' એમ તેમણે જણાવ્યું હતું.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસ અને વેપાર સાહસિકતા માટેના
રાજ્ય મંત્રી શ્રી રાજીલ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, "સરકાર આ ઝડપથી બદલાતા સમયમાં યુવાનો

અને કાર્યબળને તૈયાર કરવા માટે કેન્દ્રિત હોઈ ટેકનોલોજી અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની ઉત્ક્રાંતિ
પામતી ક્ષિતિજમાં સફળ થવા અને મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવવા માટે તેમને કૌશલ્યથી સમૃદ્ધ
કરશે. ડિજિટલ સ્કિલ્સ ઈનોવેશન ઈકોસિસ્ટમમાં સ્કિલિંગ અને એન્ટરપ્રેન્યોરશિપનું પ્રતિનિધિત્વ
કરીને લાખ્ખો નાના ગ્રામીણ, માઈક્રો અને સ્વરોજગારી વેપાર સાહસિકો વચ્ચેનું અંતર દૂર કરવા
માટે પ્રતિનિધિત્વ કરીને તેમને વિસ્તરવા, વૃદ્ધિ કરવા અને સફળ થવા માટે અભિમુખ બનાવશે.''
ભારતમાં મેટાના વાઈસ પ્રેસિડેન્ટ સંધ્યા દેવનાથને જણાવ્યું હતું કે, “ભારતની જી20 પ્રેસિડેન્સીએ તેની
ડિજિટલ પરિવર્તનકારી પહેલોમાં તેની સફળતા દર્શાવી છે. મેટાએ નોકરી નિર્મિતીથી લઈને ક્રિયેટર
ઈકોનોમીના પ્રમોટ કરવી અને યુઝર સેફ્ટી અને એજ્યુકેશન માટે કૌશલ્સ વિકાસ સુધી આધુનિક ભારતની
જી20 પહેલો માટે અનેક કાર્યશીલ સમૂહો અને સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે. જી20ની ભારતની
પ્રેસિડેન્સીના વર્ષમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવતાં શિક્ષણ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ તથા વેપાર
સાહસિકતા મંત્રાલય સાથે સહયોગમાં ડિજિટલ સમાવેશકતા, કુશળતા અને વૃદ્ધિના આધુનિક ભારતના
એજન્ડા માટે સરકાર સાથે ભાગીદારી કરવાની અમારી લાંબા ગાળાની કટિબદ્ધતાનો વધુ એક દાખલો છે
અને સમુદાયો નિર્માણ કરવાના અને દુનિયાને એકત્ર લાવવાનાં અમારાં મૂલ્યો સાથે સુમેળ સાધે છે.”
એનઆઈઈએસબીયુડી સાથે ભાગીદારીમાં દસ લાખ વેપાર સાહસિકોને આગામી 3 વર્ષમાં મેટા દ્વારા
ડિજિટલ માર્કેટિંગ કૌશલ્યને પહોંચ મળશે. ઉપરાંત ઊભરતા અને મોજૂદ વેપાર સાહસિકોને મેટા મંચો-
ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામનો 7 પ્રાદેશિક ભાષાં ઉપયોગ કરવા તાલીમબદ્ધ કરાશે. પ્રાદેશિક
ભાષામાં 50 પ્રભાવશાળી વાર્તાઓ ઓળખવામાં આવશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ
ઈન્ડસ્ટ્રી (ફિક્કી) અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ) પહેલ માટે અમલબજાવણી ભાગીદાર
રહેશે.
મેટા દ્વારા આ વર્ષે જુલાઈમાં એઆઈસીટીઈ સાથે ક્રિયેટર્સ ઓફ મેટાવર્સ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, જેમાં
100,000 વિદ્યાર્થીઓ અને 20,000 શિક્ષણકર્તાઓ એઆર, વીઆર, એઆઈ અને એક્સઆર
ટેકનોલોજીઓમાં અભિમુખ બની શકશે. ઉપાંત એઆઈસીટીઈ સંલગ્નિત કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે 2 વર્ષનો
એવીજીસી- એક્સઆર- એઆઈ ડિપ્લોમા કોર્સ રજૂ કરાશે. મેટા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પરિપૂર્ણ
તાલીમ અને અપસ્કિલિંગ સપોર્ટ પૂરો પોડવાનું ચાલુ રાખશે અને એઆઈ, એઆર અને એક્સઆર
ટેકનોલોજીઝ પર અભ્યાસક્રમો નિર્માણ કરવામાં મદદ કરશે. કોર્સ એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ
અને કોમિક્સ (એવીજીસી) ક્ષેત્રને વિદ્યાર્થીઓને નોકરી માટે તૈયાર કરવા કૌશલ્ય વધારવામાં મદદરૂપ થશે.
મેટા દ્વારા ડિસેમ્બર 2021માં સીબીએસઈ સાથે પણ ભાગીદારી શરૂ કરી છે, જેમાં 10 મિલિયન વિદ્યાર્થીઓ
અને 1 મિલિયન શિક્ષણકર્તાઓને એઆર, વીઆર, એઆઈ અને ડિજિટલ સિટીઝનશિપમાં તાલીમબદ્ધ કરાશે.
મેટા 2026 સુધી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પરિપૂર્ણ તાલીમ અને સ્કિલિંગ પૂરી પાડવાનુ ચાલુ રાખશે.

લેટર ઓફ ઈન્ટેન્ટ પર આ અવસરે હાજર વિવિધ મહેમાનોની હાજરીમાં સહીસિક્કા કરાયા હતા, જેમાં
ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસ તથા વેપાર સાહસિકતા માટે રાજ્ય મંત્રી શ્રી
રાજીવ ચંદ્રશેખર, શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રીઓ અન્નપૂર્ણા દેવી, શિક્ષણ મંત્રાલયમાં રાજ્યમંત્રીઓ ડો.
સુભાષ સરકાર, ડો. રાજકુમાર રંજન સિંહનો સમાવેશ થતો હતો. ઉપરાંત મેટા ઈન્ડિયાનાં વીપી સંધ્યા
દેવનાથન, મેટા ઈન્ડિયાની પબ્લિક પોલિસીના ડાયરેક્ટર શિવનાથ ઠુકરાલ અને મેટાના અન્ય આગેવાનો
પણ હાજર હતા.
અગાઉ આ વર્ષે મેટા દ્વારા જી20 ઈવેન્ટ માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી) અને
કૌશલ્ય વિકાસ તથા વેપાર સાહસિકતા મંત્રાલય સાથે પણ ભાગીદારી કરાઈ હતી, જે કૌશલ્યતામાં
નવીનતા અને કૌશલ્ય વૃદ્ધિ માટે આધુનિક ટેકનોલોજીઓ (વીઆર અને એઆર)માં ભૂમિકા દર્શાવે છે.
મેટા વિશે
મેટા દ્વારા લોકોને જોડવા, સમુદાયોને શોધવા અને વેપારો વધારવા માટે મદદરૂપ થવા ટેકનોલોજીઓ
નિર્માણ કરાઈ હતી. 2004માં ફેસબુક લોન્ચ કરાયું ત્યારે તેણે લોકો જે રીતે કનેક્ટ થાય છે તેમાં બદલાવ
લાવી દીધો હતો. મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવા એપ્સ દુનિયાભરમાં અબજોને વધુ સશક્ત
બનાવે છે. હવે મેટા સોશિયલ ટેકનોલોજીમાં આગામી ક્રાંતિ નિર્માણ કરવા મદદરૂપ થવા માટે ઓગ્મેન્ટેડ
અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવા રોમાંચક અનુભવો માટે 2ડી સ્ક્રીન્સની પાર જઈ રહી છે.

Related posts

શિક્ષણ મંત્રી પ્રધાન જામિયા મિલિયા ઈસ્લામિયાના ‘શતાબ્દી વર્ષના પદવીદાન સમારંભ’ની અધ્યક્ષતા કરશે

Navbharat

પદવીદાન સમારોહમાં ૪૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,૧,૧૭૮ને ડિગ્રી જ્યારે ૨૩ વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી એનાયત કરાઈ

Navbharat

ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) દ્વારા પીડબ્લ્યુ આઈઓઆઈ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ લોન્ચ કરાયો, જે એન્ટરપ્રેન્યોરશિપ અને ટેક મેનેજમેન્ટમાં ત્રણ વર્ષનો યુજી રેસિડેન્શિયલ પ્રોગ્રામ છે

Navbharat