NavBharat
Spiritual

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

અમદાવાદમા ઇસ્કોન મંદિર દ્વારા પ્રતિ વર્ષ કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવના લોકોત્સવમાં જનઉમંગ માં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સૌના કલ્યાણ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પ્રભુ કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના શ્રી રાધાકૃષ્ણ ભગવાનના શ્રી ચરણોમાં કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિત ઠાકર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ સહિતના પદાધિકારીઓ અને વિશાળ સંખ્યા માં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કબીર સાહેબે જગતને પ્રભાવિત નહિ પ્રકાશિત કર્યું છે.

Navbharat

પૂજ્ય મોરારી બાપૂએ સોલર મીશનના સફળ લોંચ ઉપર ઇસરોના વિજ્ઞાનીઓને અભિદનંદન આપ્યાં

Navbharat

બહુ ઉડાન સારી નથી,બહુ સાંભળવું પણ સારું નથી વધારે શ્રવણ ભ્રમિત કરી દે છે.

Navbharat