NavBharat
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને કરી હતી.

જૂનાગઢ માં ભારે વરસાદ થી સર્જાયેલી સ્થિતિ ને પગલે મુખ્ય મંત્રી શ્રી રાજકોટ નો તેમનો પ્રવાસ ટુંકાવી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી વરસતા વરસાદમાં સીધા જ ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ રૂમ આવ્યા હતા
મુખ્યંત્રીશ્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિ નો તાગ મેળવ્યો હતો.
જૂનાગઢ શહેર માં જ્યાં વધુ પાણી ભરાયાં છે ત્યાંના લોકો ને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે તેમજ પાણી ગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વગેરે પહોચાડવા ની વ્યવસ્થા અંગે તેમણે જાણકારી મુખ્યમંત્રીશ્રી એ મેળવી હતી.
આ સમીક્ષા બેઠક માં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મહેસૂલ વિભાગ ના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ તેમજ રાહત કમિશનર આલોક પાંડે જોડાયા હતા,
જૂનાગઢ કલેકટર અનિલ રાણા વસિયા તેમજ કમિશનર રાજેશ તન્ના પોલીસ અધિક્ષક તેજા એ સ્થાનિક તંત્ર એ કરેલી તત્કાલ અને સમયસરની કામગીરી ની માહિતી આપી હતી.

Related posts

ગ્રામ્ય વિસ્તારમાં દુધ સંગ્રહ અને જાળવણી માટે ગુજરાતનાં ગામડાઓમાં છેલ્લા 5 વર્ષમાં 500 દૂધઘર બન્યાં

Navbharat

દેશને વિશ્વની પાંચ ટ્રીલીયન ઇકોનોમી સુધી પહોચાડવાનો PMના લક્ષ્યાંકમાં આપણે ભાગ લઈ ફાળો આપવો જોઈએ : અલ્પેશ ઠાકોર

Navbharat

વિશ્વ સંસ્કૃત દિવસ વિશેષ ‘અષ્ટાધ્યાયી’થી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફ…

Navbharat