NavBharat
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત યુ.એ.ઇના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઈનાંશિયલ અફેર્સ શ્રીયુત મહોમ્મદ અલ હુસેની એ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે લીધી હતી.

જી ૨૦ અંતર્ગત ગિફ્ટ સિટીમાં યોજાઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગમાં અને ફાઇનાન્સ સેક્ટરની મીટમાં સહભાગી થવા યુ.એ.ઇના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઈનાંશિયલ અફેર્સ ગુજરાત આવેલા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાત દરમિયાન શ્રીયુત મહોમ્મદ અલ હુસેનીને ગુજરાતમાં ગિફ્ટ સિટી ઉપરાંત ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી (DSIR)માં જે બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો અને રોકાણકારો માટે ઉપલબ્ધ છે તેની વિગતો આપી હતી.
ગુજરાત રીન્યુએબલ એનર્જી સેકટર અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્ર માં અગ્રણી રાજ્ય બનવાની સજ્જતા સાથે ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે તે અંગેની વિગતો પણ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌજન્ય મુલાકાત દરમ્યાન આપી હતી.

યુ.એ.ઈ અને ગુજરાત વિવિધ ક્ષેત્રે પરસ્પર રોકાણ કરી શકે તેમ છે તેની સંભાવનાઓ અંગે પણ આ બેઠકમાં ફળદાયી પરામર્શ થયો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આગામી જાન્યુઆરી ૨૦૨૪ માં યોજાઈ રહેલી વાયબ્રન્ટ સમિટમાં આવવા માટેનું આમંત્રણ પણ યુ .એ.ઇ.ના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઈનાંશિયલ અફેર્સને પાઠવ્યું હતું.

આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે.હૈદર અને જી-૨૦ કો-ઓર્ડીનેટર અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર પણ જોડાયા હતા.

Related posts

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનની લોકભાગીદારીથી નિર્મિત ‘ યુએન વૉટર કોન્ફરન્સ તળાવ’નું લોકાર્પણ કર્યું

Navbharat

“ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન”

Navbharat

રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ-વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે ૨૦૮૪ કરોડ રૂપિયાના ચેક

Navbharat