NavBharat
Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે સ્લોવાકિયા ગણરાજ્યના પદનામિત ભારતીય રાજદૂત શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની સૌજન્ય મુલાકાત શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવે ગાંધીનગરમાં લીધી હતી.

શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવ યુરોપીય મહાદ્વિપના રાષ્ટ્ર સ્લોવાકિયા રિપબ્લીક ખાતે ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત થયેલા છે. તેમણે આ પદભાર સંભાળતા પૂર્વે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈના નેતૃત્વમાં ભારત અને સ્લોવાકિયાના દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક સમૃદ્ધિ વધે તેવા પ્રયાસો માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવને શુભેચ્છાઓ પાઠવતાં અનુરોધ કર્યો હતો.

આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાઈ રહેલી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સ્લોવાકિયાનું હાઈલેવલ બિઝનેસ ડેલીગેશન પણ જોડાય તે માટે તેમના સહયોગની અપેક્ષા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે વ્યક્ત કરી હતી.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ૨૦૧૯ના વર્ષથી શ્રીમતી અપૂર્વા શ્રીવાસ્તવ ટોરેન્‍ટોમાં ભારતના કોન્‍સ્યુલ જનરલના પદ પર સેવાઓ આપતા રહ્યા છે. હવે તેમની નિયુક્તિ સ્લોવાકિયામાં ભારતીય રાજદુત તરીકે થઈ છે.

એટલું જ નહીં, તેમની બે દાયકાની રાજદ્વારી કારકિર્દીમાં તેમણે પેરિસ અને કાઠમંડુમાં પણ ભારતીય દુતાવાસમાં સેવાઓ આપેલી છે.

આ સૌજન્ય મુલાકાતમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદર પણ જોડાયા હતા.

Related posts

Paytm Insiderએ અમદાવાદમાં સૌથી મોટા નવરાત્રિ તહેવારની ઉજવણી માટે "Join The Jalsa" લોન્ચ કર્યુ

Navbharat

એઝેડએ ફેશન્સે અમદાવાદમાં પોતાની ભવ્યતાનું અનાવરણ કર્યું 10,000 ચોરસ ફૂટનું ફેશન હેવન તૈયાર!

Navbharat

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુરુષાર્થના ફળસ્વરૂપે વિશ્વસ્તરની ઇકોસિસ્ટમ સાથે મોટાપાયે સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Navbharat