NavBharat
Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષ રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૨ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.

Related posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ

Navbharat

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની જલજીવન મિશન સેમિનારમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ

Navbharat

આગામી તા. ૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ યોજાનાર રાજ્યની મહાનગરપાલિકાઓ – નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવાની રહેશે

Navbharat