NavBharat
Gujarat

મહી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સિંધરોટના ૨૦૦ વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા

કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદીમાં વધેલા પાણીના પ્રવાહને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. રવિવારે ડબકા ગામના ભાઠા વિસ્તારની ૩૦ વ્યક્તિને સલામત સ્થળે ખસેડાયા બાદ રાત્રે સિંધરોટની ૨૦૦ વ્યક્તિને પણ ઉંચાણવાળા વિસ્તારમાં લઇ જવામાં આવી છે.

વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી મયંક પટેલે જણાવ્યું કે, સિંધરોટ ખાતે નિચાણ વાળા વિસ્તારોમાંથી ૨૦૦ નાગરિકોને ગઈ કાલ રવિવારે જ ઊંચાણ વાળા વિસ્તારોમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે.

હાલ પાણીના પ્રવાહ મા ઘટાડો થઇ રહ્યો છે. કડાણામાંથી ગઈ કાલે નવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે ઘટીને હાલ એક લાખ ક્યુસેક થયું છે. વણાકબોરીમાંથી વહેલી સવારે જે નવ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ હવે તે ઘટી ને છ લાખ ક્યુસેક થયું છે. હાલ કોઈ પણ વિસ્તારમાં પાણીની અંદર માણસો ફસાયા નથી.

સર્વે નાગરિકોને ઉંચાણ વાળા વિસ્તારોમાં રહેવા અને નીચાં વાળા વિસ્તારોમાં ના જવા તેમણે અપીલ કરી છે.

Related posts

ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે જનતાની સલામતી, કાયદો-વ્યવસ્થાની જાળવણી હેતુસર અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

Navbharat

બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસ

Navbharat

રખડતા કૂતરાના હુમલાના અઠવાડિયા પછી વાઘ બકરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું અવસાન થયું

Navbharat