NavBharat
Politics/National

મહારાષ્ટ્ર ચોમાસુ સત્રઃ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્ય સરકાર વિરુદ્ધ કર્યા નારા

મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુસત્ર પહેલા સોમવારે વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવતા રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

પૂર્વ મંત્રી યશોમતી ઠાકુર અને મુંબઈ કોંગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડની આગેવાનીમાં ધારાસભ્યો વિધાનભવનના પગથિયાં પર એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન શિવસેના (યુબીટી) તરફથી આદિત્ય ઠાકરે અને રાજ્ય વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા એવા અંબાદાસ દાનવે હાજર રહ્યા હતા.

આપણે મહારાષ્ટ્રમાં લોકશાહીનું એક લોહિયાળ ચિત્ર જોઈ રહ્યા છીએ કારણ કે અનેક બંધારણીય ધોરણોની અવગણના કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પોતે ગેરલાયકાતનો સામનો કરી રહ્યા છે, એમ દાનવેએ જણાવ્યું હતું.

શિવસેના (યુબીટી), કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર જૂથ) સહિત વિપક્ષી છાવણીએ સોમવારે શરૂ થઈ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ મહારાષ્ટ્ર સરકાર દ્વારા આયોજિત પરંપરાગત ચા પાર્ટીનો રવિવારે બહિષ્કાર કર્યો હતો.

Related posts

બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં પ્રધાનમંત્રી શ્રીનું નિવેદન

Navbharat

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા ૧૦૮ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

Navbharat

રાહુલ ગાંધીએ વર્લ્ડ કપની હાર માટે કોને ગણાવ્યા જવાબદાર? પનોતી શબ્દ કહીને કોને માર્યો ટોણો?

Navbharat