NavBharat
Spiritual

મહાદેવને પ્રિય શ્રાવણ મહિનો – શ્રાવણ મહિનો એટલે શિવજીને પ્રસન્ન કરવાનો મહિનો ***** આ વર્ષે શ્રાવણ માસ ૨ મહિનાનો રહેશે, આવો યોગ 19 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે – ઇન્ડિયાના જાણિતા ન્યુમેરોલોજિસ્ટ ઇશા ઠક્કર ***** આ વર્ષે શ્રાવણમાં કુલ ૮ સોમવાર આવશે

શિવ ભક્તો માટે શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર મહિનો છે. શ્રાવણ મહિનો એટલે શિવજીની પૂજા અર્ચના
કરવાનો પવિત્ર મહિનો પણ ગણવામાં આવે છે ત્યારે ઇન્ડિયાના જાણિતા ન્યુમેરોલોજિસ્ટ ઇશા ઠક્કર શિવભકતોમાં
શ્રાવણ માસનું મહત્વ સૌથી વધારે કેમ છે, શ્રાવણ મહિનો શિવને કેમ પ્રિય છે ? આ શ્રાવણમાં કેટલા સોમવાર
આવશે અને શ્રાવણ સોમવારમાં પૂજા વિધિ કેવી રીતે કરી શકાય અને આ વર્ષે શા માટે બની રહ્યો છે અદભુત સંયોગ
તેના પર વાત પર કેટલીક રોચક અને જાણવા જેવી વાતો લઇને આવ્યા છે.
ઇન્ડિયાના જાણિતા ન્યુમેરોલોજિસ્ટ ઇશા ઠક્કરે કહ્યું કે, આ વર્ષે શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે. શ્રાવણ
મહિનો 4 જુલાઈ 2023 થી શરૂ થશે અને 31 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. કારણ કે આ વખતે હિંદુ કેલેન્ડરનો
13મો મહિનો આવશે, જેમાં અધિક માસનો સમાવેશ થશે. વિક્રમ સંવત 2080માં આવતા અધિક માસના કારણે
શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે, જે 59 દિવસ સુધી ચાલશે. અધિક માસના કારણે શ્રાવણ મહિનો 2 મહિનાનો
રહેશે આવો યોગ 19 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ અદભુત સંયોગ શા માટે બની રહ્યો છે તેના પર વાત કરતા ન્યુમેરોલોજિસ્ટ ઇશા ઠક્કરે કહે છે કે, સૂર્ય
વર્ષમાં 365 દિવસ અને ચંદ્ર વર્ષમાં 354 દિવસ હોય છે. આ રીતે એક વર્ષમાં ચંદ્ર અને સૂર્ય વર્ષ વચ્ચે 11
દિવસનો તફાવત હોય છે અને ત્રણ વર્ષમાં આ તફાવત 33 દિવસનો થઈ જાય છે. આ 33 દિવસ ત્રણ વર્ષ પછી
વધારાનો મહિનો બની જાય છે. આ વધારાના 33 દિવસો એક મહિનામાં ઉમેરવામાં આવે છે જેને અધિકામાસ નામ
આપવામાં આવ્યું છે.
શ્રાવણ મહિનો શિવને કેમ પ્રિય છે એ અંગે ઇશા ઠક્કરે કહ્યું કે, શ્રાવણ મહિનામાં માતા પાર્વતીએ
તપસ્યા કરીને ભોલેનાથને પ્રસન્ન કર્યા અને તેમને પતિ તરીકે પ્રાપ્ત કર્યા. એટલા માટે આ મહિનો
ભગવાન ભોલેનાથને ખૂબ જ પ્રિય છે. બીજી માન્યતા અનુસાર, સમુદ્ર મંથન સમયે ભગવાન ભોલેનાથે
હળાહળ ઝેર તેમના ગળામાં માં અટકાવ્યુ હતું, જેના કારણે તેમના ગળામાં થતી બળતરાને શાંત કરવા માટે તમામ
દેવતાઓએ મળીને ભગવાન શિવનો જલાભિષેક કર્યો હતો. આ કારણે તેમને તે હળાહળ ઝેરની અસરથી શાંતિ મળી
અને તે ખુશ થઈ ગયા ત્યારથી ભગવાન શિવને જલાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. એવું પણ કહેવાય છે કે
ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર અવતર્યા હતા અને તેમના સાસરે ગયા હતા અને ત્યાં અર્ધ અર્પણ કરીને
અને જલાભિષેક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેથી, એવી માન્યતા છે કે ભગવાન શિવ દર વર્ષે શ્રાવણ
મહિનામાં તેમના સાસરે આવે છે, તેથી જ આ મહિનો તેમને પ્રિય છે.
આ શ્રાવણમાં કેટલા સોમવાર આવશે તેના પર વાત કરતા ન્યુમેરોલોજિસ્ટ ઇશા ઠક્કરે કહે છે કે, શ્રાવણ
માસ અને તેમાં પણ ખાસ કરીને સોમવારે શિવાજીની પૂજાનું ખાસ મહત્વ રહેલું છે. શિવજીના દરેક મંદિરોમાં હર હર
મહાદેવના નાદ ગુંજી ઉઠે છે. મહાદેવજીને સોમવાર ખૂબ જ પ્રિય છે એવું શાસ્ત્રોમાં પણ કહેવાયું છે જેથી તે દિવસે
લોકો વ્રત, પૂજા, અર્ચના કરે છે અને મહાદેવ પાસે પોતાની ઇચ્છાઓ વ્યક્ત કરે છે. આ વર્ષે શ્રાવણમાં કુલ ૮ સોમવાર
આવશે, જેમાં પહેલો સોમવાર 10 જુલાઈએ આવશે. ત્યારબાદ શ્રાવણનો બીજો સોમવાર 17 જુલાઈ, શ્રાવણનો
ત્રીજો સોમવાર 24 જુલાઈ, શ્રાવણનો ચોથો સોમવાર 31 જુલાઈ, શ્રાવણનો પંચમો સોમવાર 7 ઓગસ્ટ,

શ્રાવણનો છઠ્ઠો સોમવાર 14 ઓગસ્ટ, શ્રાવણનો સાતમો સોમવાર 21 ઓગસ્ટ, શ્રાવણનો આઠમ સોમવાર 28
ઓગસ્ટ આવશે.
શ્રાવણ સોમવાર પૂજા વિધિ વિશે વાત કરતા ઇશા ઠક્કરે કહ્યું કે, સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને અને શુદ્ધ
મનથી હાથમાં જળ લઈને સંકલ્પ લેવો. જલાભિષેક દૂધ અને ગંગાજળમાં મિશ્રિત જળથી કરો. અભિષેકમાં મહાદેવને
પંચામૃત (દૂધ, દહીં, ઘી, ખાંડ, મધ) ગંગાજળ, શેરડીના રસ વગેરેથી સ્નાન કરાવવામાં આવે છે. પૂજામાં જનોઇ,
વસ્ત્ર, ચંદન,, અક્ષત, બીલીપત્ર, ફળ, વિજયા, આકડો, ધતૂરો, કમળની પાંદડીઓ, પાન, સોપારી, લવિંગ, ઇલાયચી,
પંચ મેવા, ધૂપ, દીપ, કપૂર, વગેરેને પ્રયોગ કરવો જોઇએ. એટલું જ નહીં, શિવ ચાલીસા અને શિવ પુરાણનો પાઠ પણ
શુભફળદાયી માનવામાં આવે છે.

Related posts

આજે કાર્તિક પૂર્ણિમા પર દેવ દિવાળી અને ગુરુનાનક જયંતી, જાણો મહત્ત્વ અને કાર્તિક નક્ષત્રનો સંયોગ

Navbharat

ડીસેમ્બર મહિનાનો પ્રથમ દિવસ આ રાશિના લોકો માટે રહેશે ખાસ, જાણો રાશિ ભવિષ્ય

Navbharat

મોરારી બાપુએ ઋષિકેશથી શરૂ કરી બાર જ્યોતિર્લિંગની રામ કથા ટ્રેન યાત્રા

Navbharat