NavBharat
Politics/National

ભારત બંદરોની સલામતી માટે નજીકના ભવિષ્યમાં બ્યુરોની સ્થાપના કરશે: શ્રી સર્વાનંદ સોનોવાલ

ભારત સમૂદ્રી ક્ષેત્રના ક્ષમતામાં વધારો કરશેઃ કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે વર્ષ 2047 સુધીમાં બંદરોની ક્ષમતા
10,000 એમટીપીએને પાર કરવાની વિસ્તૃત યોજનાની જાહેરાત કરી

10 લાખ કરોડથી વધારે રોકાણની તકો ઓળખવામાં આવી; વર્ષ 2047 સુધીમાં 500 એમટીપીએ હાંસલ કરવા માટે
રાષ્ટ્રીય જળમાર્ગો પર કાર્ગોની અવરજવર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં તમામ બંદરો હાઇડ્રોજન કેન્દ્રો સ્થાપિત કરવા માટે સંશોધન કરશે

કેવડિયા ખાતે યોજાયેલી 19મી મેરિટાઇમ સ્ટેટ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલની
બેઠકમાં કેન્દ્ર સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ (એમઓપીએસડબલ્યુ) અને આયુષના મંત્રી શ્રી સર્વાનંદ
સોનોવાલે ભારતના દરિયાઇ ક્ષેત્ર માટેના વિઝનનું અનાવરણ કર્યું હતું, જેમાં પરિવર્તનકારી પ્રભાવ માટે કટીબદ્ધ
પ્રમુખ પહેલોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

શ્રી સોનોવાલે એ જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં જ દેશનાં તમામ બંદરો પર સુરક્ષા વધારવા બંદર સુરક્ષા બ્યુરોને
એકમંચ પર લાવશે. તેમણે સાતત્યપૂર્ણ વિકાસ પર સરકારે કેન્દ્રિત કરેલા ધ્યાન પર પણ પ્રકાશ પાડ્યો હતો તથા કેન્દ્ર
સરકાર અને રાજ્ય સરકારનાં બંદરો પર હાઇડ્રોજન કેન્દ્રો વિકસાવવા મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી યોજના વિશે પણ વાત
કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં તમામ બંદરો હાઇડ્રોજન કેન્દ્રો ઊભા કરવાની
સંભવિતતા ચકાસશે. તેમણે ઉમેર્યું હતું કે દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ આ સાહસ માટે રૂ।. 1.68 લાખ કરોડના
એમઓયુને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

આ ઉપરાંત શ્રી સોનોવાલે બંદરો માટે અમૃત કાલ વિઝન હેઠળ બંદરોની ક્ષમતાને ચાર ગણી કરવાની દેશની
કટિબદ્ધતા અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમામ મુખ્ય બંદરોએ વર્ષ 2047 માટે તેમના પોર્ટ
માસ્ટર પ્લાન્સ તૈયાર કર્યા છે અને રાજ્યો પણ 2047 માટે તેમના પોર્ટ માસ્ટર પ્લાન્સ તૈયાર કરી રહ્યાં છે. તેમણે
જણાવ્યું હતું કે,દેશની કુલ બંદર ક્ષમતા હાલની આશરે 2,600 એમટીપીએ છે જે વધીને વર્ષ 2047માં 10,000
એમટીપીએથી વધારે થઈ જશે.’
મુખ્ય અને સૂચિત બંદરો, સ્ટેટ મેરીટાઇમ બોર્ડ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો (યુટી) વચ્ચે યોગ્ય સંકલનને
સુધારવા માટે પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય દ્વારા આયોજિત ગુજરાતના કેવડિયા ખાતે આયોજિત બે
દિવસીય 19મી મેરિટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક આજે સંપન્ન થઈ હતી. એમએસડીસી એ એક
સર્વોચ્ચ સલાહકાર સંસ્થા છે જેની રચના મે ૧૯૯૭ માં દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ
મુખ્ય અને અન્ય સૂચિત બંદરોના સંકલિત વિકાસને સુનિશ્ચિત કરવાનો છે.
શ્રી સોનોવાલે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય નવી
સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. તેઓ હંમેશા વધુ સારા સહકારમાં માને છે અને મેરિટાઇમ સ્ટેટ્સ ડેવલપમેન્ટ
કાઉન્સિલ સહકારની મહત્ત્વપૂર્ણ વ્યવસ્થા તરીકે ઉભરી આવી છે અને આપણા દેશના દરિયાઇ ક્ષેત્રના માર્ગને આકાર
આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.’

મંત્રીશ્રીએ ભારતના સમૂદ્રી ક્ષેત્રમાં વધતા કદ અને આગામી ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ ૨૦૨૩ નો પણ
ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી હતી કે તમામ સમૂદ્ર તટ ધરાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
જીએમઆઇએસ 2023 માં ભાગ લેશે, જે તેને દેશની સૌથી મોટી સમિટમાંની એક બનાવશે. ગ્લોબલ મેરિટાઇમ
ઇન્ડિયા સમિટ 2023 નું આયોજન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે 17 થી 19 ઓક્ટોબર 2023 દરમિયાન
કરવામાં આવશે. જીએમઆઇએસ 2023 એ એક અગ્રણી સમૂદ્રી ક્ષેત્ર-કેન્દ્રિત ઇવેન્ટ છે, જે તકો શોધવા, પડકારોને
સમજવા અને ભારતના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગના પ્રમુખ વ્યક્તિઓને એકસાથે
લાવવા માટે મંચ પ્રદાન કરે છે.

આ પ્રસંગે પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી શ્રીપદ નાઈકે ઉપસ્થિત જનમેદનીને
સંબોધન કરતાં કહ્યું હતું કે, નવા યુગની ટેકનોલોજીને અપનાવવા, સ્થાયી જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને
પર્યાવરણીય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર સતત ભાર મૂકવો જોઈએ. આ મુખ્ય પાસાંઓને ખંતપૂર્વક હાથ ધરીને
આપણે આપણા દરિયાકિનારાની વસતિના સંપૂર્ણ કલ્યાણમાં સામૂહિક રીતે યોગદાન આપી શકીએ તેમ છીએ.
પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી શાંતનુ ઠાકુરે જણાવ્યું હતું કે, ભારતીય દરિયાઈ ક્ષેત્ર
આપણા દેશના અર્થતંત્ર, સુરક્ષા અને વ્યૂહાત્મક પ્રગતિના પાયાના પથ્થર તરીકે અપ્રતિમ મહત્વ ધરાવે છે. તદુપરાંત,
આપણા વિશાળ દરિયાકિનારાને કારણે, આ ક્ષેત્ર દરિયાકાંઠાના લોકોની આજીવિકાને સહાયરૂપ થાય છે અને
સાતત્યપૂર્ણ વિકાસને પોષે છે. તેનું સ્થિતિસ્થાપક માળખું ભારતની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટતા તરફની
સફરને આગળ વધારવામાં બહુમુખી મહત્વ ધરાવે છે.
ગુજરાત સરકારના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે,ગુજરાતમાં, દરિયાઇ ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ વિકાસ
માટે અમારી પ્રતિબદ્ધતા નવીનતા અને સમૃદ્ધિને વેગ આપે છે, જે ભારતમાં દરિયાઈ ક્ષેત્ર માટે ગતિશીલ ભવિષ્ય
તરફ દોરી જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચાલો, સાતત્યપૂર્ણ અને સમૃદ્ધ સમૂદ્રી ક્ષેત્ર તરફ આગેકૂચ કરીએ,
આપણે ભારતના સમૂદ્રી ક્ષેત્રની ક્ષમતાને નવી ક્ષિતિજો સુધી લઈ જઈએ.’

Related posts

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

Navbharat

ભારતીય ટપાલ સેવા (2021 અને 2022 બેચ)ના પ્રોબેશનરોએ આજે (11 ઓગસ્ટ, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

Navbharat

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહિલા અનામત બિલ પર પીએમ મોદીના દિલથી કર્યાં વખાણ, વિપક્ષને આડે હાથ લીધો

Navbharat