NavBharat
Tech

ભારતમાં લોન્ચ થશે Realme Pad 2, C53 સ્માર્ટફોન

ચીની ટેક્નોલોજી બ્રાન્ડ રિયલમી આજે ભારતમાં પોતાની બે નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની બજેટ સી 53 સ્માર્ટફોન અને એક ટેબલેટ – રિયલમી પેડ 2 રજૂ કરશે. લોન્ચિંગ ઇવેન્ટ બપોરે 12:00 વાગ્યે યોજાશે અને કંપનીના યુટ્યુબ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ સ્માર્ટફોન 108MP ના મુખ્ય કેમેરા સાથે આવવાની પુષ્ટિ થઈ છે અને બીજી તરફ રિયલમી પેડ 120Hz ડિસ્પ્લે સાથે આવી રહ્યું છે.

રિયલમીએ રિયલમી સી53 અર્લી બર્ડ સેલની સત્તાવાર જાહેરાત કરી છે, જે આવતીકાલે 19 જુલાઇએ ફ્લિપકાર્ટ પર સાંજે 6 થી 8 વાગ્યા સુધી એક્સક્લુઝિવ રીતે યોજાશે. આ મર્યાદિત સમય દરમિયાન, જે ગ્રાહકો આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અથવા એસબીઆઈ બેંકના કાર્ડનો ઉપયોગ કરીને 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ મોડેલ ખરીદે છે, તેમને ₹1,000 નું ડિસ્કાઉન્ટ મળશે. આ ડિસ્કાઉન્ટમાં ₹500ની બેન્ક ઓફર અને ₹500 કૂપન બંનેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, સેલમાં ખુલાસો થયો છે કે રિયલમી સી 53 6 જીબી રેમ વેરિઅન્ટમાં 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ થશે. તો જો તમને આ સ્માર્ટફોનને ઓછી કિંમતમાં મેળવવામાં રસ હોય તો અર્લી બર્ડ સેલનો ફાયદો જરૂરથી ઉઠાવો.

Related posts

અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Navbharat

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ એથર-વિકસિત કનેક્ટરને ભારતમાં લાઇટ ઇવી માટે નવા ચાર્જિંગ સ્ટાન્ડર્ડ તરીકે મંજૂરી આપી

Navbharat

Jio True 5G હવે બેંગલુરુ, હૈદરાબાદમાં; સ્વાગત ઓફર હેઠળ અમર્યાદિત ડેટા

Navbharat