NavBharat
Business

બૂટ સ્પેસ પર બાંધછોડ કર્યા વિના ટાટા મોટર્સ દ્વારા તેના નવા iCNG પોર્ટફોલિયો સાથે સીએનજી બજારમાં ક્રાંતિ લાવી દીધી

વોઈસ આસિસ્ટેડ ઈલેક્ટ્રિક સનરૂફ સાથે સંપૂર્ણ નવી પંચ iCNG લોન્ચ કરી.
આધુનિક ટ્વિન- સિલિંડર ટેકનોલોજી સાથે ટિયાગો અને ટિગોર iCNG સુસજ્જ.

ટ્વિન સિલિંડર ટેકનોલોજીની સફળતા પર સવારી કરતાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ
મેન્યુફેક્ચરર ટાટા મોટર્સ દ્વારા આજે તેના સીએનજીના ગ્રાહકો મોટ અપગ્રેડ કરેલી ટિયેગો અને ટિગોર iCNG સાથે તેની મોજૂદ
સીએનજી લાઈન-અપની તાજગી ઉમેરવા સાથે આ ક્રાંતિકારી ટેકનોલોજી સાથે નવીનક્કોર પંચ iCNG પણ રજૂ કરી છે. ટ્વિન-
સિલિંડર ટેકનોલોજીએ આ વર્ષે મેમાં અલ્ટ્રોઝ iCNG સાથે પદાર્પણ કર્યું હતું, જેને સેગમેન્ટમાં અનોખી પહેલ માટે અદભુત
પ્રતિસાદ મળ્યો હતો, જેને લઈ સીએનજીનાં વાહનો તેના ગ્રાહકોને બાંધછોડ વિનાની બૂટ સ્પેસ, કક્ષામાં અવ્વલ વિશિષ્ટતાઓ
અને ઉત્કૃષ્ટ ડ્રાઈવ અનુભવ પ્રદાન કરે છે.

ટિયેગો રૂ.માં કિંમત
XE CNG 6,54,900
XM CNG 6,89,900
XT CNG 7,34,900
XZ+ CNG 8,09,900
XZ+DT CNG 8,19,900
XTNRG CNG 7,64,900
XZ NRG CNG 8,09,900

પંચ રૂ.માં કિંમત
પ્યોર 7,09,900
એડવેન્ચર 7,84,900
એડવેન્ચર રિધમ 8,19,900
એકમ્પ્લિશ્ડ 8,84,900
એકમ્પ્લિશ્ડ ડેઝલ S 9,67,900

ટિગોર રૂ.માં કિંમત
XM CNG 7,79,900
XZ CNG 8,19,900
XZ+ CNG 8,84,900
XZ+ LP CNG 8,94,900

આ લોન્ચ પર બોલતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ.ના માર્કેટિંગના હેડ શ્રી વિનય પંતે જણાવ્યું હતું કે, “અલ્ટ્રોઝ iCNG
સાથે અમારી સફળતાને વધુ આગળ લઈ જતાં અને સીએનજી સેગમેન્ટને વધુ ગરમાગરમ હરીફાઈમાં ઉતારતાં અમે એક નહીં
પણ ત્રણ પ્રોડક્ટ ટિયેગો, ટિગોર અને બહુપ્રતિક્ષિત તથા વહાલી સબ કોમ્પેક્ટ એસયુવી ટાટા પંચમાં ટ્વિન સિલિંડર ટેકનોલોજી
રજૂ કરવા માટે ભારે રોમાંચિત છીએ. ઓટો એક્સપો 2023માં પદાર્પણથી જ પંચ iCNG આ સેગમેન્ટમાં બહુપ્રતિક્ષિત
પ્રોડક્ટમાંથી એક બની હતી. બાંધછોડ વિનાની બૂટ સ્પેસ અને ઉચ્ચ કક્ષાના ફીચર અપગ્રેડ્સ સાથે પંચ iCNG એસયુવીના
ગમે ત્યાં જાઓ વલણને પ્રદર્શિત કરે છે, જે ટેક સાવી હોય અને પર્યાવરણ અનુકૂળ તથા કિફાયતી પ્રોડક્ટ સાથે કક્ષામાં
અવ્વલ વિશિષ્ટતાઓ માગતા ગ્રાહકોની સતત ઉત્ક્રાંતિ પામતી આવશ્યકતાઓ પહોંચી વળવા માટે ઘડવામાં આવી છે. મને
વિશ્વાસ છે કે આ નવી રજૂઆતો સીએનજી લાઈન-અપને વધુ આકર્ષક, પરિપૂર્ણ અને મજબૂત બનાવીને રહેશે.”
પંચ iCNG વિશેઃ
ઘણા બધા માઈલસ્ટોનના શ્રેય સાથે પંચ પોતાની આગવી છાપ ઊભી કરવામાં સફળ રહી છે અને હવે દેશમાં સૌથી ઈનોવેટિવ
સીએનજી ટેકનોલોજી અને ખાસ ફીચર્સ સાથે સુસજ્જ આ પંચ તેની પણ પાર જવા માટેસુસજ્જ છે.
OMG! તે સુરક્ષિત છે!
* પંચ iCNG આધુનિક આલ્ફા આર્કિટેક્ચર મંચ પર નિર્માણ કરાઈ છે, જે લોન્ચના સમયે 5-સ્ટાર ગ્લોબલ એનસીએપી
એડલ્ટ સેફ્ટી રેટિંગ પ્રાપ્ત કરીને સુરક્ષા માટે સિદ્ધ બની છે.
* અત્યંત ઉચ્ચ શક્તિના સ્ટીલના વ્યાપક ઉપયોગ અને મજબૂત બોડી માળખું કારને સ્થિતિસ્થાપકતા આપે છે અને તેને
અત્યંત મજબૂત બનાવે છે.

* રિફ્યુઅલિંગ સમયે કારને સ્વિચ્ડ ઓફફ રાખવલા માટે માઈક્રો- સ્વિચ જેવા બહેતર સુરક્ષાના ફીચર્સ પણ છે.
* થર્મલ ઘટનાનું રક્ષણ સુરક્ષાના ભાગરૂપે એન્જિનને સીએનજી પુરવઠો બંધ કરે છે અને હવામાં વાયુ છોડે છે.
* લગેજની જગ્યાની નીચે ટ્વિન સિલિંડર સૌથી સુરક્ષિત સમાધાન પ્રદાન કરે છે, કારણ કે વાલ્વ અને પાઈપો લોડ ફ્લોર
હેઠળ સુરક્ષિત રહે છે, જે સંભવિત હાનિનું જોખમ ઓછું કરે છે. ઉપરાંત સીએનજી ટેન્કો માટે બહેતર રિયર બોડી સ્ટ્રક્ચર
અને 6 પોઈન્ટ માઉન્ટિંગ સિસ્ટમ પંચ iCNG માટે વધારાની રિયર ક્રેશ સુરક્ષા પૂરી પાડે છે.
OMG! તે આકર્ષક છે!
* પંચ iCNG આધુનિક ફીચર્સ સાથે આવે છે, જેમ કે, વોઈસ આસિસ્ટેડ ઈલેક્ટ્રિક સનરૂફ, ફ્રન્ટ સીટ આર્મરેસ્ટ, યુએસબી સી
ટાઈપ ચાર્જર અને શાર્ક ફિન એન્ટીના.
* નવી પંચ iCNGમાં ઓટોમેટિક પ્રોડેક્ટ હેડલેમ્પ્સ, LED DRLs, 16” ડાયમંડ કટ એલોય વ્હીલ્સ, હર્મન™ દ્વારા 7"
ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઈડ ઓટો™ અને એપ્પલ કારપ્લે™ કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. ઉપરાંત તેમાં રેઈન સેન્સિંગ
વાઈપર્સ, હાઈ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ અને ઘણું બધું છે.
OMG! તે ઈન્ટેલિજન્ટ પણ છે!
* લગેજની જગ્યામાં પંચ iCNGમાં ટ્વિન સિલિંડરોના સ્માર્ટ પ્લેસમેન્ટને લીધે આઈસ એસયુવી જેવી જ બૂટ સ્પેસ મળે
તેની ખાતરી રહે છે.
* પંચ iCNG આધુનિક સિંગલ ઈસીયુ સાથે આવે છે અને સીએનજી મોડમાં ડાયરેક્ટ સ્ટાર્ટની વિશિષ્ટતા છે.
* સિંગલ ઈસીયુ પેટ્રોલ અને સીએનજી મોડ્સ વચ્ચે આસાનીથી અને આંચકારહિત રીતે ફેરવવાની ખાતરી રાખે છે.
* સીએનજી મોડમાં ડાયરેક્ટ સ્ટાર્ટ સ્વિચિંગ મોડ્સની ઝંઝટ ટાળે છે. આ ફીચર સાથે ગ્રાહકો કાર સ્ટાર્ટ કરે તે દરેક વખતે
ઈંધણની બચત કરી શકશે.
OMG! તે શક્તિશાળી છે!
* પંચ iCNGમાં શક્તિશાળી 1.2 લિ રિવોટ્રોન એન્જિન સાથે અતુલની પરફોર્મન્સ ઓફર કરે છે.
* આધુનિક iCNG ટેકનોલોજી પાવર અને પિક-અપનું ઉત્તમ સંયોજન સાથે બેજોડ પરફોર્મન્સ આપે છે, જેમાં 73.4 PS
@6000 rpmની પાવર અને 103 Nm @ 3230 rpmની ટોર્ક આપે છે.
કારમાં અમુક વધુ ‘પંચ’નો ઉમેરો કરતાં કંપની હવે કારના પેટ્રોલ પ્રકારમાં પણ નવી વિશિષ્ટતાઓ ઓફર કરે છે, જેમ કે,
વોઈસ આસિસ્ટેડ સનરૂફ, એક્સપ્રેસ કૂલ, iTPMS, USB C ટાઈપ ચાર્જર, ફ્રન્ટ આર્મરેસ્ટ, વન ટચ અપ ડ્રાઈવર વિંડે, શાર્ક ફિન
એન્ટીના અને ઘણું બધું આપે છે.

Related posts

ઇન્ડસઇન્ડ બેંકના Q3 પરિણામો

Navbharat

દિવાળી પહેલા EPFOના 24 કરોડ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, વ્યાજ થયું જમા, સરકારે આપી આ માહિતી!

Navbharat

નવી દિલ્હી ખાતે તા.૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનાર જી-૨૦ સમિટને ધ્યાને રાખી દિલ્હી પોલીસ દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે ટ્રાફિક વર્ચ્યુઅલ

Navbharat