NavBharat
Education

ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) દ્વારા પીડબ્લ્યુ આઈઓઆઈ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ લોન્ચ કરાયો, જે એન્ટરપ્રેન્યોરશિપ અને ટેક મેનેજમેન્ટમાં ત્રણ વર્ષનો યુજી રેસિડેન્શિયલ પ્રોગ્રામ છે

ભારતનું અવ્વલ એડ-ટેક મંચ ફિઝિક્સવાલા (પીડબ્લ્યુ) દ્વારા પીડબ્લ્યુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈનોવેશન (પીડબ્લ્યુ-
આઈઓઆઈ) થકી તેના શૈક્ષણિક પોર્ટફોલિયોનું વિસ્તરણ સાથે શિક્ષણમાં નવો દાખલો બેસાડવાની પોતાની કટિબદ્ધતા
પર ફરી એક વાર ભાર અપાયો છે. સ્કૂલ ઓફ ટેકનોલોજી (એસઓટી)ની મજબૂત સફળતા પર નિર્મિત પીડબ્લ્યુ-
આઈઓઆઈ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (એસઓએમ) રજૂ કરવા માટે ભારે રોમાંચિત છે, જે નાવીન્યપૂર્ણ ત્રણ વર્ષના યુજી
રેસિડેન્શિયલ પ્રોગ્રામનું લક્ષ્ય મેનેજમેન્ટ અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં વેપાર અને વેપાર સાહસિકતામાં ભાવિ
આગેવાનોને પોષવાનું ચે.
પીડબ્લ્યુ ખાતે ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) આદિત્ય અગ્રવાલે જણાવ્યું હતું કે "આ ત્રણ વર્ષના પ્રોગ્રામ માટે
અમારો ધ્યેય એકદમ સાફ છે. બિઝનેસ ડોમેન્સની ઊંડી સમજ ધરાવતા અને આધુનિક વ્યાવસાયિક પડકારોમાંથી
આસાનીથી પસાર થતા દીર્ઘદ્રષ્ટા આગેવાનોની કેળવણી કરે છે. અમારો ધ્યેય સરળ છતાં મજબૂત છે- વિદ્યાર્થીઓને
વેપાર અને ટેકનોલોજીની ગતિશીલ ક્ષિતિજોમાં અસમાંતર સફળતા માટે તૈયાર કરવા. "
પીડબ્લ્યુ ખાતે ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર (સીઆઈઓ) અને પીડબ્લ્યુ- આઈઓઆઈના પ્રેસિડેન્ટ વિશ્વ મોહને આ
લોન્ચના મહત્ત્વ પર ભાર આપતાં જણાવ્યું હતું કે, "અમારો ધ્યેય શિક્ષણ અને રોજગારક્ષમતા વચ્ચેનું અંતર દૂર
કરવાનો છે. એન્ટરપ્રેન્યોરશિપ અને ટેક મેનેજમેન્ટમાં કુશળ વ્યાવસાયિકોની સતત વધતી માગણી ધ્યાનમાં લેતાં
પીડબ્લ્યુ આઈઓઆઈ આજની નોકરીની બજારમાં ભાર આપવા માટે આવશ્યક પ્રેક્ટિકલ કુશળતા સાથે નાગરિકોને
સશક્ત બનાવવા માટે સમર્પિત છે. "
એસઓએમ વેપાર, વેપાર સાહસિકતા અને ટેકનોલોજી મેનેજમેન્ટનાં ગતિશીલ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માગતા
દીર્ઘદ્રષ્ટા નાગરિકો માટે તૈયાર કરાયેલો વ્યાપક પ્રોગ્રામ છે. ટોચની કંપનીઓના ઉદ્યોગ આગેવાનો અનુભવી
શિક્ષણકર્તાઓ અને મેન્ટરોની ફેકલ્ટી, ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમ, 100 ટકા સુધી સ્કોલરશિપ માટે તક અને રિયલ વરલ્ડ
પ્રોજેક્ટ્સ સાથે હાથોહાથનો સહભાગ સાથે વિદ્યાર્થીઓને સફળ વ્યાવસાયિક પ્રવાસ પર નીકળવા માટે સંપૂર્ણ સુસજ્જ
બનાવવામાં આવે છે. આ પ્રોગ્રામ અસલ જીવનના પડકારો સાથે નાવીન્યતા લાવે તે રીતે તૈયાર કરાયો છે, જેથી
વિદ્યાર્થીઓ અસલ સમયમાં સ્ટાર્ટ-અપ અને ઉદ્યોગના પડડકારોને ઝીલી શકે છે અને વિચારોને કૃતિમાં ફેરવવા તેમનું
જ્ઞાન કામે લગાવી શકે છે.
એસઓએમ અભ્યાસક્રમ ઉત્ક્રાંતિ પામતી બજારને આકાર આપતા નવા વેપાર અને ટેકનોલોજી પ્રવાહો સાથે સુમેળ
સાધીને સૂઝબૂઝપૂર્વક તૈયાર કરાયો છે. તે સ્કૂલ ઓફ ટેકનોલોજી (એસઓટી) સાથે સહયોગ વધારીને ટેકનોલોજીને
આસાનીથી જોડે છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે પ્રતિષ્ઠિત સંસ્થામાંથી બેચલર્સ ડિગ્રી કરવાનો પણ વિકલ્પ છે, જેથી
ભારત અને વિદેશમાં વધુ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાત્રતાનો માર્ગ આપે છે.

Related posts

બંગાળની નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને ધોરણ 5-8માં 3 ભાષાઓ શીખવાનું ફરજિયાત છે

Navbharat

સીએસઆઈઆર યુજીસી નેટ માટે આજે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકે છે ફેરફાર, આજનો દિવસ છે અંતિમ 

Navbharat

NTA DU, BHU, JNU અને અન્ય યુનિવર્સિટીઓ માટે સામાન્ય પીએચડી પ્રવેશ પરીક્ષાનું આયોજન કરશે

Navbharat