NavBharat
Gujarat

પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાની તૈયારીઓની સમીક્ષા કરી

જિલ્લા પ્રભારી સચિવ શ્રી મુકેશકુમાર, જિલ્લા પોલીસ વડા સહિત સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિ

અનેકવિધ કાર્યક્રમોમાં મહત્તમ જનભાગીદારી થકી વીર શહીદોનું સન્માન, પ્રકૃતિનું જતન અને દેશદાઝની ભાવના જાગૃત થાય તે માટેના પ્રયાસો અંગે આયોજનની સમીક્ષા કરવામાં આવી

રાજ્યભરમાં આગામી તારીખ 9 ઓગસ્ટથી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત જનભાગીદારીના અનેક કાર્યક્રમો થકી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેએ ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં જિલ્લા કક્ષાએ યોજાનારા શીલાફલકમ, પંચ-પ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફી, વસુધા વંદન, વીરો કો વંદન, ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો અંગે જિલ્લાની તૈયારીઓ અંગે વિગતે માહિતી પૂરી પાડી હતી.
જિલ્લામાં મહત્તમ લોકભાગીદારી થકી આ કાર્યક્રમોની ઉજવણી થાય અને વધુને વધુ લોકો આઝાદી પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં જોડાય તે માટે ગ્રામ્ય કક્ષાએ તથા તાલુકા કક્ષાએ કરવામાં આવેલા વિવિધ આયોજનો અંગે પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ માહિતી પૂરી પાડી હતી.
અમદાવાદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી મુકેશકુમાર પણ બેઠકમાં સામેલ થયા હતા.
જિલ્લામાં થનારા આયોજનો અને કાર્યક્રમો અંગે સમીક્ષા બાદ પ્રભારી મંત્રીશ્રી અને પ્રભારી સચિવશ્રી દ્વારા હકારાત્મક સલાહ-સૂચનો કરવામાં આવ્યાં હતાં તથા અગત્યના મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે આ પાંચ કાર્યક્રમ સિવાય પણ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા, શ્રમદાન, કુપોષણ, મિલેટ્સ, ક્ષય નાબૂદી જેવા વિષયો સંદર્ભે લોક જાગૃતિ અંગેના કાર્યક્રમો આવરી લેવામાં આવે તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

આ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ વડા,જિલ્લાના સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો સહિત વિવિધ વિભાગોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વર્ષ ૨૦૧૦ની સરખામણીમાં એઇડ્સ સંબંધિત મૃત્યુમાં વર્ષ ૨૦૨૧માં રાજયમાં ૬૦%નો ઘટાડો જોવા મળ્યો છે: મંત્રી બચુભાઈ ખાબડ

Navbharat

મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં રૂપિયા ૬૭.૬૯ કરોડની નર્મદા મુખ્ય નહેર આધારિત માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ

Navbharat

લાલ કિલ્લા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાતના 6 માછીમાર દંપતી અને 2 કારીગરો ભાગ લેશે

Navbharat