NavBharat
Spiritual

પૂજ્ય મોરારી બાપૂએ સોલર મીશનના સફળ લોંચ ઉપર ઇસરોના વિજ્ઞાનીઓને અભિદનંદન આપ્યાં

પ્રસિદ્ધ આધ્યાત્મિક લીડર અને રામચરિતમાનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને વૈજ્ઞાનિક સમુદાયને આદિત્ય એલ1ના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. સૂર્યનું બીજું નામ આદિત્ય પણ છે.

શ્રીહરિકોટા ખાતેથી સવારે 11.50 કલાકે સફળ પ્રક્ષેપણની થોડી મીનીટોમાં જ પૂજ્ય બાપૂએ નેપાળની રાજધાની કાઠમાંડુમાં તેમની રામકથા દરમિયાન આ મહત્વપૂર્ણ સિદ્ધિ વિશે વાત કરી હતી.

આ પ્રસંગે પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, ચાલો આપણે સૌ ભેગા મળીને ઇસરોના ચેરમેન એસ સોમનાથ. તેમની ટીમ અને સમગ્ર દેશને આદિત્ય એલ1 મીશનના સફળ લોંચ બદલ અભિનંદન પાઠવીએ. આ સિદ્ધિ હનુમાનજીની છલાંગને સમાન છે કારણકે ભગવાન હનુમાનજીએ સૌથી પહેલાં સૂર્ય તરફ છલાંગ લગાવી હતી.આ મીશનની સફળતા માટે આપણે ભગવાન હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.

પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, ભારતના ચંદ્રયાન-2 મીશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સ્પેસક્રાફ્ટનું સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે અને તેના થોડાં જ દિવસોમાં સોલર મીશન પણ લોંચ કરાયું છે.

તેમણે ઉમેર્યું હતું કે, ચંદ્રયાન-3 મીશન ફોટોગ્રાફ મોકલી રહ્યું છે અને બીજા પ્રયોગો પણ કરી રહ્યું છે.

આદિત્ય એલ1 સ્પેસક્રાફ્ટ ચાર મહિનાની સફરમાં આશરે 15 લાખ કિમીનો પ્રવાસ કરશે અને સૂર્યની ફરતે નિયત ભ્રમણકક્ષામાં પ્રવેશશે. એલ1 એટલે જ્યાં ગુરુત્વાકર્ષણના બળને સંતુલિત કરવાને કારણે પદાર્થો સ્થિર રહે. સ્પેસક્રાફ્ટ ભારતનું પ્રથમ સોલર ઓબ્ઝર્વેટરી છે, જે સૌર પ્રવૃત્તિ અને પૃથ્વી,, બીજા ગ્રાહકો તથા અવકાશમાં હવામાનની અસરોનો અભ્યાસ કરશે. આ મીશન સાથે વિજ્ઞાનીઓ ભ્રમણકક્ષામાં રહેલા હજારો ઉપગ્રહો ઉપર સૌર કિરણોત્સર્ગની અસરો વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરશે.

આ મીશનથી પ્રાપ્ત ડેટાથી લાંબાગાળે પૃથ્વીના આબોહવા પેટર્ન ઉપર સૂર્યની અસરો તથા સૌર પવનની ઉત્પત્તિ, સૂર્યમાંથી સૂર્યમંડળમાં વહેતા કણોના પ્રવાહને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. ભારતના વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી જમીન પર ટેલિસ્કોપ દ્વારા સૂર્યનું અવલોકન કર્યું છે અને યુએસ, યુરોપ, યુકે અને જાપાન દ્વારા શરૂ કરાયેલા સૌર મિશનના ડેટા પર આધાર રાખ્યો છે.

તેમણે કહ્યું: અહીં બધું જ બ્રહ્મ છે,આશ્રિત પણ બ્રહ્મ છે અને આશ્રયદાતા પણ બ્રહ્મ છે.
દ્વૈતને કારણે અહંકારથી સાવધાન રહી શકાય છે.
સતત ગુરુની ઉપસ્થિતિ અહંકારમાં સાવધાની રખાવે છે.
ઓશો તપોવનથી પ્રવાહીત રામકથાના સાતમા દિવસે કથા પ્રારંભે હમણાં જ પૂરી થયેલી માનસ-૯૦૦ દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથાનું પુસ્તક સંકલન જે નિયમિત રીતે નીતિન વડગામા અને એની ટીમ દ્વારા થઈ રહ્યું છે તે કથાપુસ્તક વ્યાસપીઠને અર્પણ થયું અને નીતિનભાઈએ પોતાનો ભાવ એમાં વ્યક્ત કર્યો.
ઓશોના સંન્યાસીએ બાપુને કહ્યું કે આપ પણ ઓશો જેટલા જ રોમેન્ટિક લાગો છો! છતાં પણ તમારા બંને વચ્ચે શું ફરક છે?બાપુએ કહ્યું કે એ ગુરુ છે,હું કોઈનો ગુરુ નથી.એ દીક્ષા આપતા હતા.જો કે ઓશોએ સ્પષ્ટ કહેલું કે ગુરુજ ઈશ્વર છે.બે જીગરી મિત્રનું ઉદાહરણ આપીને બાપુએ કહ્યું કે ઓશો કહે છે કે હું ગુરુ નહીં પણ ગવાહ-સાક્ષી છું.સર્વખલુ ઇદં બ્રહ્મ: વેદનું આ સૂત્ર કહે છે કે અહીં બધું જ બ્રહ્મ છે આશ્રિત પણ બ્રહ્મ છે અને આશ્રયદાતા પણ બ્રહ્મ છે છતાં પણ દ્વૈતભાવ જરૂરી છે. કારણ કે દ્વૈતને કારણે અહંકારથી સાવધાન રહી શકાય છે.સતત ગુરુની ઉપસ્થિતિ અહંકારમાં સાવધાની રખાવે છે. સેવકપણાનો પણ અહંકાર હોય છે.આથી હનુમાનજી કહે છે કે હું સેવક નહીં સૂત બનવા માગું છું.સાધક જ્યારે પુત્ર બની જાય છે ત્યારે ગુરુ રૂપી મા સતત સાવધાની રાખે છે.
રામચરિત માનસમાં હનુમાનજી પહેલી વખત રામને મળે છે ત્યારે પોતાને સેવક બતાવે છે પણ એને થાય છે કે રામ મને ભેટે છે છતાં પણ કંઈક અધૂરપ છે. સેવકને બદલે સૂત એટલે કે પુત્ર બનવાતો માટે ખૂબ જ લાંબી યાત્રા કરે છે, લંકાકાંડ સુધીની યાત્રા પછી હનુમાનજી સેવકમાંથી માં સીતાના પુત્ર બને છે. જગતગુરુ શંકરાચાર્યજીએ દશનામી સંન્યાસ પરંપરાની વાત કરી:ગિરિ,ભારતી,વન,આનંદ,સાગર પર્વત,અરણ્ય જેવા શબ્દો આપ્યા. બાપુએ કહ્યું કે આ સંજ્ઞા નહીં સ્વભાવ બનવો જોઈએ.ગિરિ શબ્દ જોડાય તો અચળતાનો સ્વભાવ આવે અને ગેરુઆ રંગના કપડાં પહેરવાથી અચળતા ન રહે તો સમજવું કે કપડાં જ બદલ્યા છે અંદરથી બદલાયું નથી. ભારતી પણ એક પ્રકાર છે,સંન્યાસીની જીભ ઉપર સરસ્વતી રમતી હોય છે, સરસ્વતી નૃત્ય કરતી હોય છે. એક ગાર્ગી-ઉપનિષદીયધારા અને એક માર્ગી પરંપરા જે મારી સંન્યાસ પરંપરામાં આવે છે. પર્વતનો મતલબ છે જેનામાં પૌરાણિક વૈદિક ઉપનિષદની ઊંચાઈ છે. સંન્યાસી આનંદ સાથે રહેવો જોઈએ જે સંન્યાસી આનંદમાં ન રહી શકે એણે વિચારવું. સરસ્વતી,અરણ્ય આવા અલગ-અલગ દશનામી સંન્યાસ પરંપરા છે.
બાપુએ કહ્યું કે વ્યાસપીઠ ચારેય યુગ સાથે જોડાયેલી છે.જ્યારે જ્ઞાન યોગની વાત આવે છે તે ત્રેતાયુગી વ્યાસપીઠ છે. જે વ્યાસપીઠમાં ધ્યાનની વાત આવે છે વક્તા અને શ્રોતા ધ્યાનમગ્ન હોય છે એ સતયુગી વ્યાસપીઠ છે અને વાણીથી પૂજા થાય છે તે દ્વાપરની વ્યાસપીઠ હોય તો ક્યારેક-ક્યારેક કળિયુગમાં પણ સતયુગમાં લઈ જાય એ કળિયુગની વ્યાસપીઠ છે.અમુક વ્યાસપીઠ ચારેય યુગથી પર પણ હોય છે. એ જ રીતે વાનપ્રસ્થીની વ્યાસપીઠ પણ હોય છે. બ્રહ્મચારી શુકદેવજીની પણ વ્યાસપીઠ હોય છે. ગૃહસ્થની વ્યાસપીઠ પણ હોય છે.
કથા પ્રવાહમાં શિવજીનું ચરિત્ર, ઉમાચરિત્ર અને ઉમા શિવજીને રામ અવતાર,રામ પ્રાગટ્યના કારણો પૂછે છે એ કારણોનું સંવાદી ગાન કરી અને રામજન્મનાં હેતુઓની સંવાદી સંક્ષિપ્ત કથા દ્વારા રામજન્મની કથામંડપ,તપોવન અને સમગ્ર અસ્તિત્વને વધાઇ અપાઇ.

Related posts

આગામી શરદપૂર્ણિમાએ ચાર ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

Navbharat

અમદાવાદમાં 9માં "દિવ્યાંગ પતંગ મહોત્સવ"નું આયોજન કરાયું

Navbharat

ગુરુ ગ્રહને ભાગ્ય સાથે જોડવામાં આવે છે, જીવનમાં કેટલીક સમસ્યાઓનું આવશે નિરાકરણ

Navbharat