NavBharat
Gujarat

પર્યુષણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા

પર્યુષણ નિમિતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદનાં નવરંગપુરા વિસ્તારના દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે ભગવાનના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ દેરાસરમાં કરાયેલા ભગવાનના આંગી શણગારને નિહાળી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ તેઓએ ઉપસ્થિત સૌને પર્યુષણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભગવાનના સુંદર આંગી શણગારને બિરદાવ્યો હતો.

આ પ્રસંગે નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, જૈન શ્રેષ્ઠીઓ, સ્થાનિક નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ ૪ MoU થયાં

Navbharat

અમદાવાદમાં જૉય રાઇડનો પુનઃ પ્રારંભ

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત નાઓર ગિલોન

Navbharat