NavBharat
Business

નેસ્લે ઇન્ડિયાએ ક્વાર્ટરમાં રૂ. 5,000 કરોડના ટર્નઓવરને વટાવવાનું સીમાચિહ્ન હાંસલ કર્યુ

પરિણામો પર ટિપ્પણી કરતા નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સુરેશ નારાયણનએ જણાવ્યું હતુ કે, “મને એ જણાવતા ખુશી થાય છે કે અમે મોટા ભાગની દરેક બ્રાન્ડઝમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન દર્શાવ્યુ છે. ઘરેલુ વેચાણમાં મિક્સ, જથ્થો અને કિંમતની દ્રષ્ટિએ બે આંકની વૃદ્ધિ થઇ છે. મહત્ત્વની બ્રાન્ડઝ, MUNCH અને MILKMAIDના સમર્થન સાથે KITKAT, NESCAFÉ CLASSIC, NESCAFÉ SUNRISEની આગેવાની હેઠળ સારુ પ્રદર્શન કરવાનું સતત રાખ્યુ છે. અમારી બ્રાન્ડ ઇક્વિટીને ઊભી કરવા તરફે રોકાણ કરી રહ્યા છીએ અને દરેક પ્રોડક્ટ્સ જૂથોમાં મજબૂત અને નોંધપાત્ર રોકાણ કર્યુ છે. અમે રૂ. 5,000 કરોડના ટર્નઓવરને વટાવ્યુ છે, જે કંપનીના કોઇ પણ ત્રિમાસિક ગાળા (ક્વાર્ટર)માં સૌપ્રથમ વખત બન્યુ છે અને તે અમારા માટે એક સીમાચિહ્ન સમાન છે.

નાના શહેરો અને મોટા ગામડાઓમાં ઉપભોક્તા પ્રવાહો અને વધી રહેલી ઉત્પાદકતાએ કંપનીની વૃદ્ધિને વેગ આપ્યો છે. અમારી RURBAN વ્યૂહરચના વંચિત નાના શહેરો અને મોટા ગામડાઓમાં પહોંચને વધુ ઊંડી બનાવવા પર કેન્દ્રમાં રહી છે. ટેકનોલોજીની શક્તિ અમારા એનાલિટીક્સ પ્લેટફોર્મ MIDAS મારફતે પગલાં લઇ શકાય લેવી આત્મદ્રષ્ટિમાં મહત્ત્વની સાબિત થઇ છે. તેણે કેનવાસ ઓપરેટિંગમાં ત્વરીત, સૂક્ષ્મ, વિકેન્દ્રિત અને તંદુરસ્ત નિર્ણયો લેવામાં મદદ કરી છે. અમે NESmitraનું નેતૃત્ત્વ કરી રહ્યા છે જે RURBAN માર્કેટ્સમાં ગ્રાહકની ઓર્ડર આપવાની એપ છે જે રિટેઇલર્સ અને વિતરકોને જોડે છે. અમે પ્રોડક્ટની રજૂઆત કરીને RURBAN પોર્ટફોલિયોને વિસ્તૃત અ કસ્ટમાઇઝ કરવાનું સતત રાખ્યુ છે, જે ચોક્કસ સ્થાનિક જરૂરિયાતોને સંતોષે છે. તેનું ઉદાહરણ જોઇએ તો આ દિશામાં એક પગલું તાજેતરમાં ભારતના 15 રાજ્યોમાં RURBAN માર્કેટમાં લોન્ચ કરાયેલ MAGGI નૂડલ્સના વેરિયાંટ્સ MAGGI તીખા મસાલા અને MAGGI ચપટા મસાલા છે. પહોંચ વધારવાની અમારી વ્યૂહરચનાની અસરમાં, બ્રાન્ડ પોર્ટફોલિયો, સ્ત્રોતો લાગુ પાડવા અને નીચલા સ્તરેથી પુનઃ મજબૂત સક્રિયકરણનો પડઘો પાડે છે જે કંપની માટે એક ટકાઉ મોડેલમાં ભાગ ભજવે છે.

આઉટ-ઓફ-હોમ બિઝનેસે પોર્ટફોલિયો પ્રસ્થાપિતતા, ભૌગોલિક વિસ્તરમ અને આંતરમાળખામાં નોંધપાત્ર રોકાણ પરના ફોકસ સાથે બે આંકની વૃદ્ધિ ડિલીવર કરવાનું સતત રાખ્યુ છે. ઇ-કોમર્સે ત્રિમાસિક વેચાણમાં 6.1%નું યોગદાન આપ્યુ છે જેમાં ક્વિક કોમર્સ દ્વારા તમામ ચેનલ્સમાં સતત વૃદ્ધિ નોંધાઇ છે.

અમે ઇનોવેશન અને રિનોવેશન પર અમારા ધ્યાનને વેગ આપ્યો છે, વર્ષ દરમિયાન ઘણી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. અમે એક અલગ અને વૈવિધ્યસભર ખોરાક બનાવી રહ્યા છીએ જે વધુ ટકાઉ ખોરાક તરીકે બાજરી અથવા ‘શ્રી અન્ના’ને પ્રોત્સાહન આપતી બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો છે. અમારી ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્ષમતાઓ અને ભારતીયની પ્લેટની સમજ અમને સંબંધિત ઉત્પાદન જૂથોમાં બાજરીનો પરિચય કરાવવા માટે કુશળતા સાથે સક્ષમ બનાવે છે. અમે તાજેતરમાં Nestlé A+ મસાલા મિલેટને બાજરા સાથે, ટેન્ગી ટામેટા અને વેગી મસાલા એમ બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે. અમારા પોર્ટફોલિયોમાં રાગી સાથે Nestlé CEREGROW, Nestlé MILO Cocoa Malt બાજરી જેવા ઉત્પાદનો, જુવારના નાસ્તા અનાજ જેમાં બાજરી સમાવિષ્ટ હોય છે. બાજરી સાથેના ઘણા વધુ ઉત્પાદનો આવવામાં છે.

2050 સુધીમાં નેટ ઝીરો કંપની બનવાની મજબૂત પ્રતિબદ્ધતા સાથે જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે, અમે અમારી સ્થિરતાની યાત્રાને વેગ આપી રહ્યા છીએ. ડેરી, પ્લાસ્ટિક અને ટકાઉ સોર્સિંગ જેવા ક્ષેત્રોમાં ટકાઉપણા પરના અમારા રોકાણો બમણા કર્યા છે. ઉદાહરણ તરીકે, NESCAFÉ યોજનામાં કરવામાં આવેલ અમારા હસ્તક્ષેપોએ સારી કોફી માટે ઉચ્ચ ઉપજમાં, કોફીના ખેડૂતો અને તેમના પરિવારોની આજીવિકામાં સુધારો કરવા, લેન્ડસ્કેપ્સના ટકાઉ સંચાલનને પ્રોત્સાહિત કરવા અને આંતરખેડ દ્વારા કોફી ફાર્મમાં જૈવ વિવિધતામાં સુધારો કરવા પર ઉન્નત પરિણામોમાં મદદ કરી છે. અમે મિથેન ઉત્સર્જન ઘટાડવા અને ખેતી કરતા પરિવારોને નવેસરની ઉર્જા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ડેરી ફાર્મમાં એનારોબિક બાયોડાઇજેસ્ટર્સ સ્થાપિત કરવાની ગતિને પણ ઝડપી બનાવી છે.

પ્રતિબદ્ધતા, સુસંગતતા અને સહયોગ એ અમારા વ્યવસાય માટે મુખ્ય આધારસ્તંભ છે. અમારા ઉદ્દેશ્યમાં સમાવિષ્ટ અમારા ઊંડા મૂલ્યો સતત વિસ્તરી રહ્યા છે. સંસ્થા છેલ્લા 111 વર્ષોમાં અમે મજબૂત ભાગીદારી બનાવી છે, અને હું અમારા ભાગીદારો, સપ્લાયર્સ, રિટેલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ અને કર્મચારીઓની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમણે જે અમારા વિશ્વાસ, પ્રેમ અને ભરોસો મુક્યો છે તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છું.

નાણાંકીય અંશો – Q3 2023:

· કુલ વેચાણ રૂ. 5,009 કરોડ

· કુલ વેચાણ વૃદ્ધિ 9.4%. ઘરેલુ વેચાણ વૃદ્ધિ 10.3%.

· ઓપરેશન્સમાં વેચાણમાંથી 22.6%નો નફો

· ચોખ્ખો નફો રૂ. 908.1 કરોડ

· શેરદીઠ કમાણી રૂ. 94.18

બિઝનેસ ટિપ્પણીઓ – Q3 2023:

· ઈ-કોમર્સ: ક્વિક કોમર્સ દ્વારા સંચાલિત ઉત્પાદન જૂથોમાં સતત વૃદ્ધિ સાથે ચેનલે ત્રિમાસિક વેચાણમાં 6.1% ફાળો આપ્યો છે.

· સંગઠિત વેપાર: રિટેઇલ ચેનલે મજબૂત બે-આંકની વૃદ્ધિ કરવાનું ચાલુ રાખ્યું છે.

· આઉટ ઓફ હોમ (OOH): નોંધાયેલ મજબૂત ડબલ-અંકના વોલ્યુમની આગેવાનીવાળી વૃદ્ધિ. ઉત્પાદન પરિવર્તન સતત પ્રદર્શન તરફ દોરી ગયું.

· નિકાસ: ભારતીયોને આનંદ આપવા માટે મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તૃત પ્રોડક્ટ ઓફરિંગ, જેના કારણે વૃદ્ધિ થઈ હતી. MAGGI અને NESCAFÉ SUNRISE રેન્જ એથનિક અને મુખ્ય પ્રવાહ બંને ચેનલોમાં મજબૂત માંગ સાથે પૂરી થઈ હતી.

પ્રોડક્ટસ જૂથોનું પ્રદર્શન – Q3 2023 (ઘરેલું):

· તૈયાર કરેલી વાનગીઓ અને રસોઈ સહાય: સમગ્ર પોર્ટફોલિયોમાં વૃદ્ધિની ગતિ ચાલુ રહી, બજારની દૃશ્યતા, પ્રભાવશાળી મીડિયા ઝુંબેશ અને ખાસ કરીને RURBAN બજારો માટે નવીનતા દ્વારા સહાયિત લક્ષિત ગ્રાહક જોડાણ પહેલના સંયોજન દ્વારા સંચાલિત.

· દૂધ ઉત્પાદનો અને પોષણ: બે આંકની વૃદ્ધિ હાંસલ કરી. Nestlé a+ મસાલા મિલેટ લોન્ચ કર્યું. MILKMAID અને PEPTAMEN ને સકારાત્મક ઉપભોક્તા પ્રતિસાદ મળવાનું ચાલુ રહ્યું.

· કન્ફેક્શનરી: તમામ મુખ્ય ઉત્પાદનોએ KITKATની આગેવાની હેઠળ મજબૂત વૃદ્ધિ નોંધાવી છે અને MUNCH દ્વારા સમર્થિત છે. પ્રદર્શનને સતત મીડિયા સપોર્ટ, ડિજિટલ ફર્સ્ટ ઝુંબેશો અને KITKATના પ્રીમિયમ પોર્ટફોલિયો પર મેગા લોન્ચના આયોજન દ્વારા સહાય કરવામાં આવી હતી.

· પીણાં: તમામ મુખ્ય બ્રાન્ડ્સ – NESCAFÉ CLASSIC, NESCAFÉ Sunrise અને NESCAFÉ GOLD સાથે સમગ્ર NESCAFÉ પોર્ટફોલિયોમાં મજબૂત વૃદ્ધિ નોંધવામાં આવી છે જેમાં બે આંકની વૃદ્ધિ નોંધાઈ છે. NESCAFÉએ અત્યાર સુધીના સૌથી વધુ બજાર હિસ્સા અને મજબૂત ઘરગથ્થુ સુલભ લાભો સાથે કેટેગરીમાં તેનું આગેવાની સ્થિતિને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું.

· પેટકેર બિઝનેસ: ફેલિક્સ વેટ કેટ ફૂડને વેપાર અને બિલાડીના પેરંટ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળવાનું ચાલુ રહ્યું હતુ.

કોમોડિટીઓનો દેખાવ:

અસમાન વરસાદ અને વરસાદની ખાધ મકાઈ, ખાંડ, તેલીબિયાં અને મસાલાના ઉત્પાદનને અસર કરે તેવી ધારણા છે જે કિંમતો પર પ્રતિકૂળ અસર કરી શકે છે. વૈશ્વિક પુરવઠાની ખાધને કારણે કોફી સતત અસ્થિર બની રહી છે. ભારતીય રોબસ્ટા પાકની લણણી દરમિયાન હવામાન ઉત્પાદનને અસર કરી શકે છે. આગામી શિયાળુ હવામાન ઘઉંના ઉત્પાદનને અસર કરી શકે છે. શિયાળામાં હેલ્ધી મિલ્ક ફ્લશ અપેક્ષિત છે જેનાથી ભાવ સ્થિર રહેવાની અપેક્ષા છે.

ડિવિડન્ડ:

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2023 માટે ઇક્વિટી શેરદીઠ (ફેસ વેલ્યુ રૂ. 10/- પ્રતિ ઇક્વિટી શેર) રૂ. 140/-નું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે, જે કુલ થઇને રૂ. 1,349.82 કરોડ થવા જાય છે જે 16મી નવેમ્બર 2023ના રોજ અને ત્યારથી ચૂકવવામાં આવશે. આ 8મી મે 2023ના રોજ ચૂકવેલ ઇક્વિટી શેર દીઠ રૂ. 27/-ના પ્રથમ વચગાળાના ડિવિડન્ડ ઉપરાંત છે.

શેરના ફેસ વેલ્યુનો પેટા-વિભાગ/ વિભાજન:
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના સભ્યોની મંજૂરીની શરતે પ્રત્યેક રૂ. 10/ની ફેસ વેલ્યુ ધરાવતા, સંપૂર્ણ ભરપાઇ થયેલા હાલના ઇક્વિટી શેર્સના પેટા-વિભાગ/વિભાજન દ્વારા કંપનીની શેરમૂડીને રૂ. 1/ (ફક્ત રૂપિયા એક)ની ફેસ વેલ્યુ ધરાવતા, સંપૂર્ણ ભરપાઇ થયેલા 10 (દસ) ઇક્વિટી શેર્સમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે.

સાવચેતીભર્યું નિવેદન:
આ અખબારી યાદીમાંના નિવેદનો, ખાસ કરીને જે દૃષ્ટિકોણથી સંબંધિત છે, કંપનીના અનુમાનો, અંદાજો અને અપેક્ષાઓનું વર્ણન કરે છે, તે લાગુ કાયદા અને નિયમોના અર્થમાં ‘ફોરવર્ડ લૂકીંગ નિવેદનો’ની રચના કરી શકે છે. વાસ્તવિક પરિણામો સંજોગોના આધારે નિવેદનમાં વ્યક્ત અથવા સૂચિત કરતા ભૌતિક રીતે અલગ હોઈ શકે છે.

Related posts

સોવરિન ગોલ્ડ બોન્ડ 2023-24 સિરીઝ III નો આજે અંતિમ દિવસ

Navbharat

વેદાંત છ કંપનીઓમાં વિભાજિત થાય છે

Navbharat

કલ્ચર કોરિડોર – જી20 ડિજિટલ મ્યુઝિયમ

Navbharat