NavBharat
Gujarat

નાના વ્યવસાયકારોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવતી માનવ ગરીમા યોજના માનવ ગરીમા યોજનાના લાભાર્થીઓની પસંદગી માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયા તથા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમારના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો

રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના નાગરિકો પોતાનું જીવન ગરિમા પુર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ વિનામુલ્યે વિવિધ ટુલ કિટ્સ આપવામાં આવે છે. ગાંધીનગર ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા તથા રાજ્યમંત્રીશ્રી ભિખુસિંહજી પરમારના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ યોજના અંતર્ગત દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી, પંચર કીટ, બ્યુટી પાર્લર, મોબાઇલ રીપેરીંગ જેવા કુલ-૨૫ ટ્રેડના સાધનો (ટુલ કિટ્સ) વિના મુલ્યે આપવામાં આવે છે. ચાલુ વર્ષ 2023-24માં કુલ ૧૮,૦૦૦ લાભાર્થીઓના લક્ષ્યાંક સામે કુલ ૭૨,૦૫૩ અરજીઓ મંજુર કરવામાં આવી હતી. આ મંજુર થયેલી અરજીઓમાંથી આજે કુલ ૧૮,૦૦૦ લાભાર્થીઓને ઓનલાઇન ડ્રો દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી પસંદ કરવામાં આવ્યા છે. જેમને વિવિધ ટુલ કિટ્સ માટે રૂ.૩૦.૭૦ કરોડના લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયાનું યુ-ટ્યુબમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું છે. કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદગી પામેલા લાભાર્થીઓને આગામી સમયમાં માનવ ગરીમા યોજના હેઠળ નક્કી થયેલા ટ્રેડના સાધનો (ટુલ કીટ્સ) રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
મંત્રીશ્રી ભાનુબહેને આ અંગે વિગતો આપતા જણાવ્યુ હતુ કે, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમાજના તમામ વર્ગોની અને તેમાં ખાસ કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિના નાગરીકોના સશક્તિકરણ અને સમાન તક મળે તે માટે માનવ ગરીમા યોજનાના માધ્યમથી વિનામુલ્યે વિવિધ ટુલ કિટ્સ આપવાની યોજના અમલમાં મૂકી હતી. જેનો લાભ મેળવી લાભાર્થીઓ સ્વયં નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બની શકશે.
આ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવશ્રી આર.જે.ખરાડી, તેમજ વિકસતી જાતિ કલ્યાણ ખાતાના નિયામકશ્રી વિક્રમસિંહ જાદવ સહિત વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રખડતા કૂતરાના હુમલાના અઠવાડિયા પછી વાઘ બકરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું અવસાન થયું

Navbharat

ગ્રામ્ય વિસ્તારમાં દુધ સંગ્રહ અને જાળવણી માટે ગુજરાતનાં ગામડાઓમાં છેલ્લા 5 વર્ષમાં 500 દૂધઘર બન્યાં

Navbharat

સેમિકન્ટકટર- ચિપ્સ ઉત્પાદન સાથે સંકળાયેલા દેશ- વિદેશના વિવિધ ઉદ્યોગપતિઓના સંબોધનના મહત્વના અંશો

Navbharat