NavBharat
Entertainment

નાગાલેન્ડના મંત્રી સા રે ગા મા પાના સ્પર્ધક કાર્તિક ક્રિષ્નામૂર્તિથી પ્રભાવિત થયા!

તેમજેન ઇમ્ના એલોંગ, નાગાલેન્ડના ટુરિઝમ અને હાયર એજ્યુકેશન
મિનિસ્ટરએ કાર્તિક માટે ટ્વિટ કરી છે, જે એક ઓટિસ્ટિક વ્યક્તિ છે અને તેને શો

માટે ઓડિશન આપ્યું છે ~

 

સા રે ગા મા પાની નવી સિઝન દેશના ખૂણે-ખૂણેથી કેટલીક અદ્દભુત પ્રતિભા સાથે પાછી આવી
છે. આવો જ એક સ્પર્ધક છે, જેનો ઓડિશનનો વીડિયો વોટ્સઅપના ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ જેવા
સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, જે છે, ચેન્નઇનો કાર્તિક ક્રિષ્નામૂર્તિ, ‘ઓ રે પિયા’ ગીત
પરના અદ્દભુત પફોર્મન્સએ દરેકને પ્રભાવિત કરી દીધા! એક ઓટિસ્ટિક વ્યક્તિ હોવાને લીધે
કાર્તિકને વાત કરવામાં તથા લોકો શું કહે છે, તે સમજવામાં પણ મુશ્કેલી થાય છે. જો કે, આ
પડકારો છતા પણ, કાર્તિકએ એટલું અદ્દભુત પફોર્મન્સ આપ્યું હતું કે, તેનું સિલેક્શન મેગા
ઓડિશન રાઉન્ડ માટે થઈ ગયું. એટલું જ નહીં! તેના પફોર્મન્સથી ફક્ત જજ અને સાથી સ્પર્ધકો
જ નહીં પણ નાગાલેન્ડના ટુરિઝમ અને હાયર એજ્યુકેશન મંત્રી તેમજેન ઇમ્ના એલોંગ પણ
પ્રભાવિત થયા છે. શ્રી તેમજેનએ તો કાર્તિકના પફોર્મન્સનો વીડિયો તેમના સોશિયલ મીડિયા
હેન્ડલ પર પોસ્ટ કરીને નીચે એવું લખ્યું કે, ‘મારા રૂંવાડા ઉભા થઈ ગયા.”
તેની ગાયકીથી પ્રભાવિત જજ અનુ મલિકે કહ્યું કે, “મારી દ્રષ્ટિએ, કાર્તિકએ એક માસ્ટરપીસ છે,
તેની આવી સ્થિતિ છતા પણ અદ્દભુત પફોર્મન્સ આપ્યું છે. હું એટલું જ કહીશ કે, જો ઇશ્વરે
કાર્તિકને કેટલાક આશિર્વાદ નથી આપ્યા તો, તેને કેટલીક ગિફ્ટ જરૂરથી આપી છે. મને લાગે
છેક , હું ખરેખર નસીબદાર છું કે, મને તેનું પફોર્મન્સ લાઈવ જોવાનો મોકો મળ્યો છે. તે એક
પ્રેરણા છે અને આપણને બધાને સકારાત્મક્તાથી આગળ વધવાનો જુસ્સો આપે છે. હું તેના
માતા-પિતાને પણ વખાણું છું કેમકે અહીં સુધી પહોંચવા માટે તેમને ઘણો ત્યાગ કરવો પડ્યો
હશે. કાર્તિકએ ખરેખર શુદ્ધ છે અને જો આપણે એમ કહીએ કે, આપણે ઇશ્વરને નથી જોયા પણ
તેને મળ્યા બાદ એવું લાગે છે કે, જેટલી વખત હું તારી નજીક આવીશ તો મને ઇશ્વરને મળ્યા
જેવું લાગશે.”

હિમેશ રેશમિયા કહે છે, “કાર્તિક તું અને તારું સંગીત જોરદાર છે. તારી ગીતની પસંદગી પણ
બહું મુશ્કેલ ગીતની હતી, પણ તે યોગ્ય ‘સૂર અને તાલ’ની સાથે ગાયું અને તેનાથી ખૂબ જ
સરળ લાગ્યું. તું ઇશ્વરનો એક ચમત્કાર છે અને મારા મતે તો તને પણ નથી ખબર કે, તું શું
કરી શકવા સમર્થ છો. હું અહીં તારા માતા-પિતાના પણ વખાણ કરીશ કેમકે તેમને પણ તને
અહીં પહોંચાડવા માટે ખૂબ જ ત્યાગ કર્યો છે. સા રે ગા મા પા ખૂબ જ નસીબદાર છે કે, તું અહીં
આવ્યો છે.”
નીતિ મોહન કહે છે, “કાર્તિક તારું પફોર્મન્સ જાદુઈ હતું. હું માનું છું કે, આપણે સંગીતને પસંદ
નથી કરતા, સંગીત આપણી પસંદગી કરે છે અને આજે હું એટલું જ કહીશ કે, સંગીત એ જે રીતે
તને પસંદ કર્યો છે એ કંઈ ચમત્કારથી ઓછું નથી. સાચું કહું તો મારી પાસે કોઈ શબ્દ જ નથી,
પણ હું એટલું જ કહીશ કે, સા રે ગા મા પા માટે તારુ સિલેક્શન થઈ ગયું છે.”
રાષ્ટ્રિય સ્તરના ગાયકીના પ્લેટફોર્મ પર કાર્તિકની જે નોંધ લેવામાં આવી અને તેને વખાણવામાં
આવે તે જોતા તો, ઓટિસ્ટિક સ્પેક્ટ્રમના દરેક વ્યક્તિ માટે એક આશાનું કિરણ ઉગ્યું છે, જે
સાબિત કરે છે કે, જો તમે કંઈ કરવા પ્રતિબદ્ધ હોય તો, તમારા સપનાને તમે વાસ્તવિક્તામાં
બદલી શકો છો.
 
સ્પર્ધકોના જાદુઈ પફોર્મન્સના સાક્ષી બનો દર શનિવાર અને રવિવાર રાત્રે 9 વાગે ફક્ત ઝી

ટીવી પર!

Related posts

રિલીઝ થયું ‘ધ માર્વેલ્સ’નું અમેઝિંગ અને વધુ એક નવું ટ્રેલર, ફિલ્મ વધારી શકે છે ‘ટાઈગર 3’ની મુશ્કેલીઓ!

Navbharat

બાદશાહે ‘સ્વ-કેન્દ્રિત’ હની સિંહ સાથેના તેના સંઘર્ષ પર મૌન તોડ્યું, દાવો કર્યો કે બાદમાં તેને ‘કોરા કાગળો’ પર સહી કરવા માટે બનાવવામાં આવ્યો

Navbharat

IMDb એ 2023 ના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર્સની ઘોષણા કરી

Navbharat