નસીરુદ્દીન શાહ ૨૦ જુલાઈએ તેમનો ૭૦ મો જન્મદિવસ ઉજવે છે. પોતાની સમાંતર ફિલ્મો માટે પંકાયેલા બોલીવૂડના લોકપ્રિય અભિનેતા અને દિગ્દર્શક પણ નોંધપાત્ર સ્ટેજ એક્ટર છે. ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મ ભૂષણ નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. અભિનેતાએ ૧૯૭૫ માં નિશાંત સાથે ડેબ્યૂ કર્યું હતું. તે હવે 45 વર્ષથી અભિનય કરી રહ્યો છે