NavBharat
Business

નવી દિલ્હી ખાતે તા.૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનાર જી-૨૦ સમિટને ધ્યાને રાખી દિલ્હી પોલીસ દ્વારા પ્રવાસીઓની સગવડતા માટે ટ્રાફિક વર્ચ્યુઅલ

હેલ્પ ડેસ્ક તેમજ હેલ્પલાઇન નં. ૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરાયો
…………………
ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે આગામી તા.૯ અને ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકના સુચારૂ આયોજન માટે ટ્રાફિકને લગતા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. આ દરમિયાન નવી દિલ્હીના પ્રવાસે જનાર નાગરિકોને ટ્રાફિકના કારણે અગવડ ન પડે અને ટ્રાફિકની પરિસ્થિતિ અંગે મદદરૂપ થઇ શકાય તે હેતુથી દિલ્હી પોલીસ દ્વારા ટ્રાફિક વર્ચ્યુઅલ હેલ્પ ડેસ્ક શરૂ કર્યુ છે જે https://traffic.delhipolice.gov.in/dtpg20info લિંક પરથી એક્સેસ કરી શકાય છે. આ હેલ્પડેસ્ક ટ્રાફિક સંબંધી તમામ માહિતી પુરી પાડશે.
આ ઉપરાંત દિલ્હી પોલીસ દ્વારા વોટ્સઅપ નંબર ૮૭૫૦૮૭૧૪૯૩ તેમજ ટ્રાફિક હેલ્પલાઇન નં. ૧૦૯૫/૦૧૧-૨૫૮૪૪૪૪૪ જાહેર કરવામાં આવ્યો છે જે ૨૪ X ૭ કાર્યરત રહેશે. આ સિવાય દિલ્હીમાં ટ્રાફિકની સ્થિતિ જાણવા મોબાઇલ ફોનમાં વિવિધ નેવીગેશન એપ જેવી કે Mappls Map, MapmyIndia વગેરેનો પણ ઉપયોગ કરી શકાશે.
સોશિયલ મીડિયાના હેન્ડલ https://twitter.com/dtptraffic, પરથી જરૂરી માહિતી મેળવી શકાશે. આ સુવિધાનો દિલ્હીના પ્રવાસે આવનાર મુલાકાતીઓએ ટ્રાફિકમાં અગવડ ન પડે તે માટે મહત્તમ લાભ લેવા દિલ્હી પોલીસ કમિશનરશ્રીની યાદીમાં અનુરોધ કરાયો છે.

Related posts

લાઇઝોલના #નોમોરહાફટ્રુથ્સ અભિયાને ફીનાઇલ અંગેની ખોટી માન્યતાઓને તોડી; સોશિયલ મીડિયા પર 800 મિલિયનથી પણ વધારે વ્યૂઝ મેળવીને ખૂબ સારો પ્રતિસાદ પ્રાપ્ત કર્યો લાઇઝોલે પોતાના ઉત્પાદનો મારફતે શાળાઓ અને રસોડાના ફ્લોરની સફાઈને સુવિધાજનક બનાવવા માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે સહયોગ સાધ્યો

Navbharat

પ્લાઝા વાયર્સ 56% પ્રીમિયમ પર સૂચિ શેર કરે છે.

Navbharat

ADF ફૂડ્ઝ લિમિટેડે તેના Q1 દેખાવમાં સ્વતંત્ર અને સંયુક્ત એમ બંને સ્તરે સતત સુધારો નોંધાવ્યો

Navbharat