તમાકુના સ્વાસ્થ્યના વિકારો ઓછા કરવા માટે વિજ્ઞાન આધારિત વ્યૂહરચનાઓની ડબ્લ્યુએચઓની અગ્રતા
ઉપભોક્તાઓને ભરપૂર લાભ કરાવશે.
સુરક્ષિત વિકલ્પો લગભગ 1 અબજ સ્મોર્સના માનવાધિકારો, આદર અને સન્માનને અધોરેખિત કરે છે.
ડબ્લ્યુએચઓ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ટોબેકો કંટ્રોલ (ડબ્લ્યુએચઓ એફસીટીસી) મોવડીઓ માટે આ વર્ષે
કોન્ફરન્સ (કોપ 19)ના આગામી દસમા સત્રની રેખામાં ધ કોએલિશન ઓફ એશિયા પેસિફિક ટોબેકો હાર્મ
રિડકશન એડવોકેટ્સ (સીએપીએચઆરએ) દ્વારા તાજેતરમાં ખાસ કરીને એશિયા પેસિફિક અને ભારતમાં
અમલબજાવણીની સ્થિતિ પર વૈકલ્પિક માહિતી અને પરિપ્રેક્ષ્ય પૂરાં પાડવા માટે સચિવાલયને શેરો રિપોર્ટ
તાજેતરમાં સુપરત કર્યો હતો.
વૈશ્વિક તમાકુના રોગચાળા પર ડબ્લ્યુએચઓનો રિપોર્ટ સહિત સુપરત કરેલી દ્વિવાર્ષિક પ્રગતિની સમીક્ષા
તમાકુની હાનિના ઉપાયમાં સુરક્ષિત વિકલ્પો તરફ ધ્યાન અપાતું નથી એવું દર્શાવે છે. મુખ્ય તારણ એ છે કે
ભારત જેવા દેશો તમાકુ નિયંત્રણ માટે મોડેલ દેશો માનવામાં આવે છે અને સરકાર દ્વારા સમર્પિત પ્રયાસો
છતાં દેશ ધૂમ્રપાનના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કરી શક્યો નથી, જેને લઈ વર્તમાન તમાકુનો ઉપયોગ
2030 સુધી 30 ટકા જેટલો ઘટાડવાનો સરકારનો હેતુ બિન- વાસ્તવલક્ષી છે. આથી દુનિયાભરના નીતિના
ઘડવૈયાઓ જ્યાં ભેગા થવાના છે તે કોપ 10માં આ મહત્ત્વનો ચર્ચાના વિષય બની રહેશે.
આથી ભારતીય મોવડીમંડળે ફોરમમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી વખતે આ મહત્ત્વપૂર્ણ બાબતને ધ્યાનમાં
લેવી જોઈએઃ
ભારત અને સાઉથઈસ્ટ એશિયા પેસિફિકમાં તમાકુ નિયંત્રણની સ્થિતિ
તમાકુનું ધૂમ્રપાન દુનિયાભરમાં મુખ્ય જાહેર સ્વાસ્થ્યની ચિંતા છે, જે અનેક રોગો અને વહેલા મૃત્યુ પેદા કરે
છે. ડબ્લ્યુએચઓના નવા આંકડા અનુસાર તે દર વર્ષે અધધધ 90 લાખ ઉપભોક્તાઓનો જીવ લે છે.
વૈશ્વિક અને દેશ વિશિષ્ટ મધ્યસ્થીઓ છતાં આજે 1 અબજથી વધુ સ્મોકર્સ છે, જે છેલ્લા દાયકામાં સંખ્યા મોટે
ભાગે સ્થિર રહી છે. ધૂમ્રપાન સંબંધી રોગનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ખર્ચ થકી દર્દી રોગહરનો આર્થિક પ્રભાવ
વાર્ષિક લગભગ 2 ટ્રિલિયન ડોલર છે. ડબ્લ્યુએચઓના ડેટા પણ સાઉથ ઈસ્ટ એશિયામાં ધૂમ્રપાન
ચિંતાજનક અને સતત વધતી સમસ્યા હોવાની વાતને સમર્થન આપે છે, જેમાં એશિયન પ્રદેશમાં તમાકુના
ઉપયોગનું પ્રમાણ સર્વોચ્ચ છે, એટલે કે, વસતિના 40 ટકાથી વધુ છે. એકલા ભારતમાં એકસો મિલિયન
સ્મોકર છે, જેમાં તાજેતરનાં વર્ષોમાં કોઈ ઘટાડો થયો નથી. આ અફસોસ સાથે દર્શાવે છે કે ઘણા બધા
દેશોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં વર્તમાન તમાકુ નિયંત્રણ નીતિઓ અપૂરતી છે.