NavBharat
Entertainment

ડ્રામા અને હંગામો! એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં દર્શકોને અમુક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળશે.

એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે યશોદા કહે છે, “કૃષ્ણા (આયુધ ભાનુશાલી) માલતી
(અનિતા પ્રધાન)ને પૂછે છે કે અશોક (મોહિત ડાગા)ને કેબિન વેચવાથી રોકવા અને
મધ્યસ્થી કરવા માટે દાદાજી (સુનિલ દત્ત)ને કહે છે, પરંતુ માલતી નિઃસહાય છે. આ પછી
કૃષ્ણા અને માલતી યશોદા (નેહા જોશી)ને લડત આપવા અને દાદાજીને કોઈ પણ ભોગે
કેબિન વેચતાથી રોકવા માટે પ્રોત્સાહન આપે છે. યશોદા વકીલને શોધે છે, પરંતુ તેને તે
મળતો નથી. તે તાણમાં આવે છે અને ભાંગી પડે છે ત્યારે રણધીર શર્મા (દર્શન દવે) મદદે
આવે છે, જેની મદદ યશોદા નકારે છે. આલોક અશોકને કહે છે કે તેણે પોતાના પરિવારને
ત્યજી દેવો જોઈએ અને ભિક્ષા માગવી જોઈએ. માલતી યશોદાને મળે છે અને તેને
રણધીરની કેબિનમાં લઈ જાય છે, જ્યં તે સ્ટે ઓર્ડર પ્રાપ્ત કરવામાં તેમને સહાય કરે છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે યોગેશ ત્રિપાઠી કહે છે, “કટોરી અમ્મા
(હિમાની શિવપુરી)ને પુરુષના જૂના ફોટોગ્રાફ હાથ લાગે છે. તે હપ્પુ (યોગેશ ત્રિપાઠી)ને
જણાવે છે તે તેનો મામો કાલીચરણ લૂંટ માટે જેલમાં છે અને તેને ટાળવો જોઈએ.
કાલીચરણ જેલમાંથી છૂટ્યા પછી ઘરે આવે છે, પરંતુ કટોરી અમ્મા અને રાજેશ (કામના
પાઠક) તેને હાંકી કાઢે છે. હપ્પુ ઘરે આવતો હોય ત્યારે તેને તે ભટકાય છે અને તે
કરોડોની મિલકતનો માલિક છે એવું સમજી બેસે છે. હવે ઘરમાં બધા જ તેને આકર્ષિત
કરવા માટે ચોર જેવો દેખાવ કરે છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે અંગૂરી ભાભી કહે છે, “અમ્માજી (સોમા
રાઠોડ) અંગૂરી (શુભાંગી અત્રે) અને અનિતા (વિદિશા શ્રીવાસ્તવ)ને સલાહ આપે છે કે
પંડિત રામફલે એવું કહ્યું છે કે તેમના પતિઓનું જીવન ખતરામાં છે, જે ત્યારે જ દૂર થઈ
શકશે જ્યારે તેમની પત્નીઓ તેઓ તેમના જીવનનો અંત ક્યાં લાવવા માગે છે તે નિર્દેશ
આપવા માટે તેમને ટોર્ચર કરે. તિવારી (રોહિતાશ ગૌર) અને વિભૂતિ (આસીફ શેખ) હીટ
સ્ટ્રોકથી પીડાય છે અને તેમને ડોક્ટર (જિતુ ગુપ્ત) દ્વારા આરામ કરવાની સલાહ આપવામાં
આવે છે. તેઓ ઘરે આવે છે ત્યારે તેમની પત્નીઓ તેમની પાસેથી ઘરનાં કામો કરાવે છે.
તેમની પત્નીઓ તેમને દરેક શક્ય રીતે ટોર્ચર કરે છે. પત્નીના આવા વર્તનને લઈ તેઓ
છૂટાછેડા આપવાની યોજના બનાવે છે, પરંતુ સકસેના (સાનંદ વર્મા) ભરણપોષણ
આપવાની ઓફર કરે છે ત્યારે તેઓ ફેરવિચાર કરે છે. તેઓ પત્ની વિશે પોલીસ સ્ટેશનમાં
પણ ફરિયાદ કરવા જાય છે, પરંતુ કમિશનર (કિશોર ભાનુશાલી) એવું કહીને ફરિયાદ
લેવાનો ઈનકાર કરે છે કે મારી પત્ની ખુદ મારી પર હાવી છે.”

જોતા રહો દૂસરી મા રાત્રે 8.00, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે 10.00 અને ભાભીજી ઘર
પર હૈ રાત્રે 10.30 વાગ્યાથી, દરેક સોમવારથી શુક્રવાર, ફક્ત એન્ડટીવી પર!

Related posts

મોહિત ડાગા પાસે છે 100+ અત્તરોનો સંગ્રહ!

Navbharat

કેટરિના કૈફ બીચ પર પતિ વિક્કી કૌશલ સાથે 40 વર્ષની થઈ.

Navbharat

બિગ બોસ ઓટીટી સ્ટાર એલ્વિશ યાદવે રેસ્ટોરન્ટમાં માણસને માર્યો, વીડિયો વાયરલ થયો

Navbharat