બાબર આઝમ (53) અને મોહમ્મદ રિઝવાન (57)ની આગેવાનીમાં પાકિસ્તાને સંપૂર્ણ બેટિંગ પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને સેમીફાઇનલમાં 7 વિકેટે હરાવી ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે રવિવારે રમાનારી ફાઈનલમાં તેઓ ઈંગ્લેન્ડ કે ભારત સામે ટકરાશે.