NavBharat
Business

ટાટા મોટર્સ દ્વારા ઈન્ડિયન ઓઈલને અનોખી હાઈડ્રોજન ફ્યુઅલ પાવર્ડ બસોની ડિલિવરી અપાઈ

ટા મોટર્સ દ્વારા ઈન્ડિયન ઓઈલને અનોખી હાઈડ્રોજન ફ્યુઅલ પાવર્ડ બસોની ડિલિવરી અપાઈ

સંપૂર્ણ કાર્બનમુક્ત લાંબા અંતર અર્બન મોબિલિટીની ભારતની આકાંક્ષા પૂરી કરવામાં મોટી છલાંગ

ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા દેશની સૌથી વિશાળ પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. (આઈઓસીએલ)ને અનોખી હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પાવર્ડ (એફસીઈવી) બસોની ડિલિવરી કરીને વધુ સ્માર્ટ અને હરિત મોબિલિટી સાથે આગળ વધવાની ભારતની કટિબદ્ધતામાં મોટી છલાંગ આજે લગાવી છે. સંપૂર્ણ કાર્બનમુક્ત પરિવહનના નવા યુગમાં પ્રવેશ કરતાં બે બસોને લીલી ઝંડી બતાવવા સમયે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ તથા શહેરી બાબતોના સન્માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી, પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ અને શ્રમ તથા રોજગારના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલી, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સચિવ શ્રી પંકજ જૈન, આઈઓસીએલના ચેરમેન શ્રી એસ એમ વૈદ્ય, આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. ઉમીશ શ્રીવાસ્તવ અને ટાટા મોટર્સના પ્રેસિડેન્ટ તથા ચીફ ટેકનોલોજી ઓફિસર શ્રી રાજેન્દ્ર પેટકર સાથે ભારત સરકાર, નવી દિલ્હી સરકાર અને ટાટા મોટર્સના આગેવાનો હાજર હતા.

અનોખી એફસીઈવી બસ સફળતાથી સાકાર કરવા વિશે બોલતાં ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ગિરીશ વાઘે જણાવ્યું હતું કે, “આ સરકારની પ્રગતિશીલ નીતિઓ, આઈઓસીએલ દ્વારા ભવિષ્ય માટે તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ટાટા મોટર્સની આરએન્ડડી શક્તિનું પરિણામ છે, જે સર્વ મળીને ભારતમાં સ્વચ્છ મોબિલિટીના સમાન ધ્યેયને પરિપૂર્ણ કરે છે. આઈઓસીએલને એફસીઈવી બસની ડિલિવરી આ પ્રવાસમાં નોંધપાત્ર પગલું છે અને અમારા ભાગીદારોના વિશ્વાસ અને ટેકા માટે અમે આભારી છીએ. ટાટા મોટર્સ ખાતે અમે હંમેશાં રાષ્ટ્રનિર્માણને અગ્રતા આપીએ છીએ અને દેશમાં સક્ષમ, કનેક્ટેડ અને સુરક્ષિત મોબિલિટીના વૈશ્વિક મહાપ્રવાહમાં આગેવાની કરી રહ્યા છીએ. આ બસોની આજે ડિલિવરી સાથે આંતરશહેરી સમૂહ જાહેર પરિવહનના નવા યુગમાં પ્રવેશ કર્યો છે અને સક્ષમ મોબિલિટીની આકાંક્ષા સાકાર કરવામાં આ વધુ એક મોટું પગલું છે. નવા યુગની ટેકનોલોજીઓ વિકસાવવા અને અપનાવવા માટે પૂર્વસક્રિય પગલાં સાથે અમે આવતીકાલની ભારતની મોબિલિટીની જરૂરતોને આજે પહોંચી વળવા માટે કાર્ગો અને લોકો માટે ભાવિ તૈયાર પરિવહન સમાધાન નિર્માણ કરી રહ્યા છીએ.”

જૂન 2021માં ટાટા મોટર્સે ભારતમાં હાઈડ્રોજન આધારિત પીઈએમ ફ્યુઅલ- સેલ ટેકનોલોજીની સંભાવનાનું મૂલ્યાંકન કરવા માટે 15 એફસીઈવી બસો પૂરી પાડવા માટે આઈઓસીએલ પાસેથી ટેન્ડર જીત્યાં છે. આ બસોનું આંતર અને શહેરની ભીતર પ્રવાસ માટે સંભવિત સમૂહ પરિવહન સમાધાન તરીકે આકલન કરાશે.

ટાટા મોટર્સના પુણેના વિશ્વ કક્ષાના આરએન્ડડી સેન્ટરમાં સમર્પિત લેબમાં નિર્મિત આ 12 મીટર લાંબી બસો લો-ફલોર ડિઝાઈન સાથે આસાન ઈનગ્રેસ અને ઈગ્રેસ માટે તૈયાર કરા છે. તેમાં 35 પ્રવાસી બેસી શકે છે અને સફળતાથી સખત માર્ગ પરીક્ષણો અને પ્રમાણિતતા પછી ડિલિવરી કરાઈ છે. ટાટા મોટર્સ દ્વારા ઉદ્યોગના નામાંકિત ભાગીદારો અને સંશોધન સંસ્થાઓ સાથે ભારતીય સ્થિતિઓ માટે આધુનિક હાઈડ્રોજન આધારિત પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન (પીઈએમ) ફ્યુઅલ સેલ ટેકનોલોજી અપનાવવા માટે એકત્રિત અભિગમ થકી નિપુણતા અને અનુભવો પ્રાપ્ત કર્યા હતા અને બસના વિકાસમાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ નવા યુગની એફસીઈવી બસોમાં ટેકનોલોજી અને નાવીન્યતા વિશે બોલતાં ટાટા મોટર્સના પ્રેસિડેન્ટ અને ચીફ ટેકનોલોજી ઓફિસર શ્રી રાજેન્દ્ર પેટકરે જણાવ્યું હતું કે, “ટાટા મોટર્સ આઈઓસીએલને અત્યાધુનિક, નવી પેઢીની, ટેકનોલોજીમાં આધુનિક, શૂન્ય ઉત્સર્જન ફ્યુઅલ સેલ પાવર્ડ બસોની ડિલિવરી કરવામાં ગર્વ અનુભવે છે. ભારતમાં હરિત મોબિલિટી માટે આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હોઈ ઊર્જા વાહક તરીકે હાઈડ્રોજનની મજબૂત સંભાવનાનો લાભ લેતાં પરિવહન ક્ષેત્રમાં હાઈડ્રોજન અર્થવ્યવસ્થામાં પ્રવેશ કર્યો છે. આ બસમાં 350 બાર હાઈડ્રોજન સ્ટોરેજ સિસ્ટમ, 70 કિલોવેટ ફ્યુઅલ સેલ સ્ટેક, ઈલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ અને ઉચ્ચ સુરક્ષા, ઈન્ટેલિજન્ટ પરિવહન પ્રણાલી માટે સ્થિરતા નિયંત્રણ, કાર્યક્ષમ, ઉપભોક્તા અનુકૂળ વાહનની જાળવણી માટે નવી પેઢીના ટેલિમેટિક્સ અને મોકળાશભર્યા ઈન્ટીરિયર સાથે ટ્રેકિંગનો સમાવેશ થાય છે. આ પ્રગતિ ટાટા મોટર્સની કાર્બન નિષ્પક્ષતા પ્રત્યે એકધારી કટિબદ્ધતા અને આગેવાનીનો દાખલો છે. સમજૂતી કરારના ભાગરૂપે ટાટા મોટર્સ અને આઈઓસીએલે આવનારા સમયમાં પીઈએમ ફ્યુઅલ સેલ્સ સંબંધમાં મુખ્ય ટેકનોલોજીમાં વધુ પ્રગતિ કરવાનું ચાલુ રાખ્યું છે.

ભારતની સૌથી વિશાળ અને સૌથી નાવીન્યપૂર્ણ કમર્શિયલ વાહનની ઉત્પાદક તરીકે ટાટા મોટર્સનાં સંશોધન અને વિકાસ એકમો બેટરી- ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ, સીએનજી, એલએનજી, હાઈડ્રોજન આઈસ અને હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજીઝ સહિત વૈકલ્પિક ફ્યુઅલ ટેકનોલોજી દ્વારા પાવર્ડ નાવીન્યપૂર્ણ મોબિલિટી સમાધાન સતત ઘડે છે.

Related posts

મોદી સરકારનો મહત્ત્વનો નિર્ણય, PMGKAY યોજના હેઠળ હવે વધુ 5 વર્ષ સુધી મળશે મફત રાશન, કેબિનેટે આપી મંજૂરી

Navbharat

‘રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી, પીએમ મોદી સારા બહુમતથી સત્તામાં પાછા ફરશે’: નાણાપ્રધાન

Navbharat

ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડનો IPO 21મી સપ્ટેમ્બરે ઓપન થશે

Navbharat